________________
[ ૨૩૨ ]
શ્રી પ્રશ્નવ્યાકરણ સત્ર
उवस्सए परघरे व रण्णे ण कप्पइ तं वि सण्णिहिं काउं सुविहियाणं । ભાવાર્થ :- જે કોઈ ઓદન, કુલ્માષ-અડદ અથવા થોડા ઉકાળેલ મગ, ભુંજેલા ધાન્ય વગેરે, ગંજ-એક પ્રકારનો ખાદ્ય પદાર્થ, તર્પણ–સત્ત, બોર વિગેરેનું ચૂર્ણ, લોટ, ફોડેલી ધાણી, પલવ, ખાંડેલા તલ, સૂપ-દાળ શખુલી–લાપસી, તલપાપડી, જલેબી અથવા ઈમરતી–એક જાતની મીઠાઈ આદિ, વેઢિમ-પુરણપોળી, વરસરક નામના ખાદ્ય પદાર્થ, ચૂર્ણકોશ-ખાદ્ય વિશેષ, ગોળ આદિનો પિંડ, શ્રીખંડ, વડા, મોદક, દૂધ, દહીં, ઘી, માખણ, તેલ, ગોળ, ખાંડ, ખડીસાકર, મધ, મીઠી ફરસી પુરી અને અનેક પ્રકારનાં વ્યંજન-શાક, છાસ, વિગેરે વસ્તુઓ સુવિહિત–પરિગ્રહત્યાગી, શોભન–આચારયુક્ત સાધુઓને ઉપાશ્રયમાં, અન્ય કોઈના ઘરમાં કે અટવીમાં સંચય કરવો કલ્પનીય નથી.
વિવેચન :
પૂર્વોક્ત પાઠમાં અનેક પ્રકારના ખાદ્ય પદાર્થોનો ઉલ્લેખ છે. સાધુ કોઈ પણ ક્ષેત્રમાં કે કોઈ પણ પરિસ્થિતિમાં હોય પરંતુ તેનો સંચય કરવો કલ્પનીય નથી. સંચય કરવો તે પરિગ્રહ છે. અપરિગ્રહ મહાવ્રતના આરાધક ભવિષ્યની આંશિક પણ ચિંતા કે વિકલ્પ કરતા નથી. જ્યારે જે પ્રાપ્ત થાય તે અમૂર્શિત ભાવે ભોગવે છે. તેથી કોઈ પણ ખાદ્ય પદાર્થનો સંગ્રહ કરતા નથી.
આ સૂત્રમાં કંઈક વિચારણીય શબ્દો પ્રત્રોમાં મળે છે. તે સંબંધી સ્પષ્ટીકરણ પાંચમા સંવરદ્વારના અંતે વિશેષ નોધ'માં જુઓ.] અકલ્પનીય આહાર :
५ पि य उद्दिटु-ठविय-रइयग-पज्जवजायं पकिण्णं पाउकरण-पामिच्चं मीसगजायंकीयगडं पाहुडंच दाणट्ठपुण्णपगडंसमणवणीमगट्ठयाए वा कयंपच्छाकम्म पुरेकम्मं,णिइकम्ममक्खियं अइरितं मोहरचेव सयंगाहमाहडं मट्टिओवलितं, अच्छेज्ज चेव अणीसटुं जंतं तिहिसुजण्णेसु उस्सवेसु य अंतो वा बहिं वा होज्ज समणट्ठयाए ठवियं हिंसासावज्जसंपउत्तं ण कप्पइ तं पि य परिघेत्तु । ભાવાર્થ :- સિવાય જે આહાર ઔદેશિક, સ્થાપિત, રચિત, પર્યવજાત, પ્રકીર્ણ, પ્રાદુષ્કરણ, પ્રામિત્ય, મિશ્રજાત, ક્રિતિકૃત, પ્રાભૃત દોષયુક્ત હોય, જેઆહાર]દાન માટે અથવા તો પુણ્ય માટે બનાવેલ હોય જે પાંચ પ્રકારના શ્રમણો અથવા ભિખારીઓને દેવા માટે તૈયાર ર્યો હોય, પ્રશ્ચાતકર્મ અથવા પુર:કર્મ દોષથી દૂષિત હોય, નિત્યકર્મ દોષતી દૂષિત, પ્રક્ષિત, અતિશય મૌખર, સ્વયંગ્રાહ્ય અથવા આહત હોય, મૃતિકોપલિપ્ત, આચ્છેદ્ય, અનિસૃષ્ટ હોય અથવા જે આહાર મદનત્રયોદશી વગેરે તિથિમાં યજ્ઞ અથવા મહોત્સવોમાં, ઉપાશ્રયની અંદર અથવા બહાર સાધુઓને આપવા માટે રાખ્યો હોય જે હિંસા, સાવદ્ય