________________
૨૦૪ ]
શ્રી પ્રશ્નવ્યાકરણ સત્ર
બ્રહ્મચર્યનું જીવનપર્યત મૃત્યુના આગમન સુધી પાલન કરવું જોઈએ. આ પ્રકારે ભગવાન મહાવીરે બ્રહ્મચર્ય વ્રતનું કથન કર્યું છે. વિવેચન :
સૂત્રકારે આ બત્રીસ ઉપમાઓ દ્વારા બ્રહ્મચર્યની શ્રેષ્ઠતા સિદ્ધ કરી છે. તેનો આશય સુગમ છે. મહાવ્રતોનું મૂળ બ્રહ્મચર્ય :| ३ | तं च इम
पंच महव्वयसुव्वयमूलं, समणमणाइलसाहुसुचिण्णं । वेरविरामणपज्जवसाणं, सव्वसमुद्दमहोदहितित्थं ॥१॥ तित्थयरेहि सुदेसियमग्गं, णरयतिरिच्छविवज्जियमग्गं । सव्वपवित्तिसुणिम्मियसारं, सिद्धिविमाणअवंगुयदारं ॥२॥ देव-णरिंद-णमंसियपूर्य, सव्वजगुत्तममंगलमग्गं ।
दुद्धरिसं गुणणायगमेक्कं, मोक्खपहस्स वडिंसगभूयं ॥३॥ ભાવાર્થ - ભગવાનનું તે કથન આ પ્રમાણે છે– આ બ્રહ્મચર્યવ્રત પાંચ મહાવ્રતરૂપ શોભનીય વ્રતોનું મૂળ છે. શુદ્ધ આચાર યા સ્વભાવવાળા મુનિઓ દ્વારા ભાવપૂર્વક સમ્યક પ્રકારે સેવિત છે. તે વૈરભાવની નિવૃત્તિ અને તેનો અંત કરનાર છે તથા સમસ્ત સમુદ્રોમાં સ્વયંભૂરમણ સમુદ્રની સમાન તરવામાં મુશ્કેલ તેવા સંસાર સાગરને તરવાના ઉપાયરૂપ હોવાથી તીર્થ સ્વરૂપ છે.
તીર્થકર ભગવંતોએ બ્રહ્મચર્ય વ્રતના પાલન રૂપમાર્ગ ગુપ્તિ આદિનું સમ્યક્ પ્રકારે કથન કર્યું છે. તે નરકગતિ અને તિર્યંચગતિના માર્ગને રોકનાર છે. સર્વ પવિત્ર અનુષ્ઠાનોને સારયુક્ત બનાવનાર તથા મુક્તિ અને વૈમાનિક દેવગતિનું દ્વાર ખોલનાર બ્રહ્મચર્ય છે.
દેવેન્દ્રો અને નરેન્દ્રો દ્વારા પણ જેને નમન કરાય છે, તે મહાપુરુષોને માટે પણ બ્રહ્મચર્ય પૂજનીય છે. સર્વ જગતમાં ઉતમ મંગલમાર્ગ છે. તે દુદ્ધર્ષ છે અર્થાત્ કોઈ તેનો પરાભવ કરી શકતા નથી અથવા દુષ્કર છે. તે સર્વ ગુણોનો અદ્વિતીય નાયક છે. બ્રહ્મચર્ય જ એવું સાધન છે. જે અન્ય સર્વ સદ્ગુણોને અને આરાધકને પ્રેરિત કરે છે. તેથી તે મોક્ષમાર્ગનો મુગટ સમાન છે.
વિવેચન :
આ ત્રણ ગાથામાં બ્રહ્મચર્યના પ્રભાવનું પ્રતિપાદન છે, જે ગાથાથી જ સ્પષ્ટ છે.