________________
શ્રુતસ્કંધ–૨/અધ્યયન-૪ _.
[ ૨૦૩ |
एवमणेगा गुणा अहीणा भवंति एग्गम्मि बंभचेरे । जम्मि य आराहियम्मि आराहियं वयमिणं सव्वं सीलं तवो य विणओ य संजमो य खंती गुत्ती मुत्ती तहेव इहलोइय-परलोइयजसे य कित्ती य पच्चओ य, तम्हा णिहुएण बंभचेरं चरियव्वं सव्वओ विसुद्धं जावज्जीवाए जाव सेयट्ठिसंजओ त्ति । एवं भणियं वयं भगवया। ભાવાર્થ :- બ્રહ્મચર્યની બત્રીસ ઉપમાઓ આ પ્રકારે છે– (૧) ગ્રહગણ, નક્ષત્રો અને તારાગણમાં ચંદ્રમા પ્રધાન હોય છે. તે પ્રકારે સમસ્ત વ્રતોમાં બ્રહ્મચર્ય પ્રધાન છે. (૨) મણિ, મુક્તા, શિલા, પ્રવાલ અને લાલ(રત્ન)ની ઉત્પત્તિના સ્થાનોમાં સમુદ્ર પ્રધાન છે. (૩) મણિઓમાં વૈદુર્યમણિ ઉત્તમ છે. (૪) આભૂષણોમાં મુગટ શ્રેષ્ઠ છે. (૫) સમસ્ત પ્રકારના વસ્ત્રોમાં (ક્ષીમયુગલ) કપાસના વસ્ત્ર શ્રેષ્ઠ છે. (૬) પુષ્પોમાં કમળપુષ્પ શ્રેષ્ઠ છે. (૭) ચંદનોમાં ગોશીર્ષ ચંદન શ્રેષ્ઠ છે. (૮) ઔષધિઓ–ચમત્કારિક વનસ્પતિઓના ઉત્પત્તિ સ્થાનમાં હિમવાન પર્વત ઉત્તમ છે. (૯) નદીઓમાં શીતોદા નદી પ્રધાન છે. (૧૦) સમસ્ત સમુદ્રોમાં સ્વયંભૂરમણ સમુદ્ર મહાન છે.
(૧૧) માંડલિક અર્થાતુ ગોળાકાર પર્વતોમાં રૂચકવર (તેરમા દ્વીપમાં સ્થિત) પર્વત પ્રધાન છે. (૧૨) હાથીઓમાં ઈન્દ્રનો ઐરાવત હાથી શ્રેષ્ઠ છે. (૧૩) વન્ય પ્રાણીઓમાં સિંહ પ્રધાન છે. (૧૪) સુવર્ણકુમાર દેવોમાં વેણુદેવ શ્રેષ્ઠ છે. (૧૫) નાગકુમાર જાતિના દેવોમાં ધરણેન્દ્ર પ્રધાન છે. (૧૬) કલ્પોમાં બ્રહ્મલોક કલ્પ ઉત્તમ છે. (૧૭) ઉપપાત સભા, અભિષેક સભા, અલંકાર સભા, વ્યવસાય સભા અને સુધર્મા સભા આ પાંચેય સભાઓમાં સુધર્મા સભા શ્રેષ્ઠ છે. (૧૮) સ્થિતિઓમાં લવસપ્તમ, અનુત્તરવિમાનવાસી દેવોની સ્થિતિ પ્રધાન છે. (૧૯) સર્વદાનોમાં અભયદાન શ્રેષ્ઠ છે. (૨૦) સર્વ પ્રકારના કંબલોમાં કૃમિરાગ કંબલ ઉત્તમ છે.
(૨૧) સંઘયણોમાં વજઋષભનારાચ સંઘયણ શ્રેષ્ઠ છે. (રર) સંસ્થાનોમાં સમચતુરગ્ન સંસ્થાન ઉત્તમ છે. (૨૩) ધ્યાનોમાં શુક્લ ધ્યાન પ્રધાન છે. (૨૪) સમસ્ત જ્ઞાનોમાં કેવળજ્ઞાન પ્રધાન છે. (૨૫) લેશ્યાઓમાં પરમશુક્લ લેશ્યા સર્વોત્તમ છે. (૨૬) સર્વમુનિઓમાં તીર્થકર ઉત્તમ છે. (૨૭) સર્વ ક્ષેત્રમાં મહાવિદેહ ક્ષેત્ર વિશાળ છે. (૨૮) પર્વતોમાં ગિરિરાજ સુમેરૂ સર્વોત્તમ છે. (૨૯) સમસ્ત વનોમાં નંદનવન પ્રધાન છે. (૩૦) સમસ્ત વૃક્ષોમાં સુદર્શન વૃક્ષ વિખ્યાત છે. (૩૧) રાજાઓમાં અશ્વાધિપતિ, ગજાધિપતિ અને રથાધિપતિ વિખ્યાત છે. (૩૨) રથિકોમાં મહારથી રાજા શ્રેષ્ઠ હોય છે. તે જ રીતે સર્વ વ્રતોમાં બ્રહ્મચર્ય વ્રત સર્વશ્રેષ્ઠ છે.
આ રીતે એક બ્રહ્મચર્યની આરાધના કરવાથી અનેકગુણ સ્વતઃ પ્રાપ્ત થઈ જાય છે. બ્રહ્મચર્ય વ્રતનું પાલન કરવાથી નિગ્રંથ પ્રવ્રજ્યા સંબંધી સર્વ વ્રતનું અખંડરૂપે પાલન થઈ જાય છે. તેમજ શીલ, તપ, વિનય અને સંયમ, ક્ષમા, ગુપ્તિ, મુક્તિ, નિર્લોભતાનું પાલન થઈ જાય છે. બ્રહ્મચર્ય વ્રતના પ્રભાવથી આ લોક અને પરલોક સંબંધી યશ અને કીર્તિ પ્રાપ્ત થાય છે. તે વિશ્વાસનું કારણ છે અર્થાત્ બ્રહ્મચારી ઉપર સર્વને વિશ્વાસ હોય છે. માટે એકાગ્ર સ્થિર ચિત્તથી ત્રણ કરણ અને ત્રણ યોગથી વિશુદ્ધ સર્વથા નિર્દોષ