________________
[ ૧૮૪]
શ્રી પ્રશ્નવ્યાકરણ સત્ર
ત્રીજું અધ્યયન પરિચય 89 902228 229 2008 29
929
દ્વિતીય શ્રુતસ્કંધનું આ ત્રીજું અચૌર્ય અધ્યયન છે. તેને 'દત્તાનુજ્ઞાત' પણ કહેવાય છે. તેમાં પાંચ સંવર પૈકી તૃતીય અચૌર્ય સંવરનું વર્ણન છે.
આ અધ્યયનમાં સૂત્રકારે અચૌર્યનું સ્વરૂપ, અચૌર્ય મહાવ્રતના આરાધક અને તેની પાંચ ભાવનાનું કથન કર્યું છે. અચૌર્યનું સ્વરૂ૫ - નગરમાં કે જંગલમાં કોઈ નાની, મોટી, સચિત્ત કે અચિત્ત વસ્તુને સ્વામીની આજ્ઞા વિના ગ્રહણ ન કરવી તે અચૌર્ય વ્રત છે. અદત્તના ચાર પ્રકાર છે. સ્વામી અદત્ત, ગુરુ અદત્ત, રાજા અદત્ત અને તીર્થકર અદત્ત. મહાવ્રતધારી સાધક આ ચારે પ્રકારના અદત્તનો ત્યાગ કરે છે.
આ પ્રકારનું જિનેશ્વર કથિત આ ત્રીજું મહાવ્રત આત્માને માટે હિતકારી છે. તેના લાભ આ પ્રમાણે છે. આગામી ભવમાં શુભ ફળ આપનાર છે. ભવિષ્યમાં કલ્યાણ કરનાર છે. પરદ્રવ્યની તૃષ્ણાનો અંત લાવનાર, પાપોને અને પાપના ફળોને શાંત કરનાર છે. આ મહાવ્રતની સુરક્ષા તેમજ સફળ આરાધના માટે પાંચ ભાવનાનું નિરૂપણ છે.
અચૌર્ય મહાવતની પાંચ ભાવના :- (૧) નિર્દોષ સ્થાન (૨) નિર્દોષ સંસ્તારક (૩) શય્યા પરિકર્મ વર્જન (૪) અનુજ્ઞાત આહારાદિ (૫) સાધર્મિક વિનય.
આ ત્રીજા મહાવ્રતની આ પાંચ ભાવના અદત્ત મહાવ્રતની સૂક્ષ્મતા અને ભાવાત્મકતાથી પરિપૂર્ણ છે. વિનય, સેવા, ભક્તિ ન કરવી, સામુહિક આહાર આદિનો અવિવેકથી ઉપયોગ કરવો તે અસ્તેય મહાવ્રતની વિરાધના છે. યોગ્યાયોગ્ય મકાન, સંસ્તારકના વિષયમાં કોઈપણ સંકલ્પ યા પ્રવૃત્તિ કરવી, આધાકર્મ યા પરિકર્મ દોષયુક્ત મકાનનો ઉપયોગ કરવો, સમૂહમાં રહેતા અન્ય પ્રત્યે સેવા ભાવ ન રાખવો કે સેવાની પ્રવૃત્તિ ન કરવી, શક્તિ અનુસાર તપ, વ્રતપાલન, સમાચારી પાલન આદિમાં ઉણપ રાખવી, કજીયા, કદાગ્રહ, વિવાદ, વિકથા, કષાય કરવો, માયા-પ્રપંચ, પરનિંદા, તિરસ્કાર વગેરે ભાવો પણ અદત્ત છે. સાધુ ધર્મના આચારનું પાલન ન કરવું તે તીર્થકર અદત્ત–ભગવાનની આજ્ઞાના ચોર કહેવાય છે.
આ વિષયની પૂર્ણ સૂક્ષ્મતા અને વિશાળતાને સમજીને પરિપૂર્ણ સાવધાની સાથે આ ત્રીજા અસ્તેય મહાવ્રતરૂપ સંવરદ્વારનું મન, વચન, કાયાથી પાલન કરવું જોઈએ.