________________
| શ્રુતસ્કંધ-અધ્યયન-૨
- ૧૮૩ |
આ સંવરદ્વાર–સત્ય મહાવ્રત સમ્યક્ પ્રકારે સંવૃત અને સુપ્રણિહિત–સ્થાપિત થઈ જાય છે. ધૈર્યવાન તથા બુદ્ધિમાન મુનિએ સત્યવ્રતનું જીવનપર્યત સદૈવ પાલન કરવું જોઈએ. આ સત્ય નવા કર્મના આગમનરૂપ ન હોવાથી અનાશ્રવ છે, અશુભ અધ્યવસાયથી રહિત હોવાથી અકલુષ છે, પાપનો શ્રોત પ્રવેશી શકતો નથી માટે તે અચ્છિદ્ર છે, કર્મરૂપ પાણીનું ટીપું પણ પ્રવેશી શકતું ન હોવાથી અપરિશ્રાવી છે, અસંમ્પિષ્ટ છે, શુદ્ધ છે, સર્વ તીર્થકરો દ્વારા માન્ય છે.
આ પ્રકારે (પૂર્વોક્ત કથનાનુસાર)સત્ય નામનું સંવરદ્વાર યથાસમય અંગીકૃત, પાલિત, શોધિતનિરતિચાર આચરિત, તીરિત, અંત સુધી પાર પહોંચાડનાર, કીર્તિત-અન્ય સમક્ષ આદર પૂર્વક કથિત, અનુપાલિત-નિરંતર સેવિત અને ભગવાનની આજ્ઞા અનુસાર આરાધિત હોય છે. આ પ્રકારે ભગવાન જ્ઞાતમુની, મહાવીર સ્વામીએ પ્રજ્ઞાપિત કર્યું છે, પ્રરૂપિત કર્યું છે, પ્રસિદ્ધ છે, સિદ્ધ છે. લોકમાં આ શાસન શ્રેષ્ઠ સિદ્ધ છે, સમ્યક પ્રકારે કહેલ છે, ઉપદિષ્ટ છે અને પ્રશસ્ત છે.
|દ્વિતીય સંવરદ્વાર સમાપ્ત છે
વિવેચન :
સત્ય મહાવ્રતનો મહિમા અપાર છે તેમજ તેનું પાલન પણ દુષ્કર છે. તેમ છતાં સંયમમાં સમર્પિત મહાત્માઓને આ મહાવ્રતનું પાલન સહજ થઈ શકે છે માટે મોક્ષાર્થી સાધકોએ લક્ષ્યપૂર્વક વચન અને મનનું નિયંત્રણ કરી આ મહાવ્રતની શુદ્ધ આરાધના કરવી જોઈએ.
>
& || અધ્યયન-ર સંપૂર્ણ II