________________
| १७२ ।
શ્રી પ્રશ્નવ્યાકરણ 2
આવી પડેલ ઘોર સંકટની સ્થિતિમાં તે સત્ય દેવતાની જેમ સહાયક બની સંકટમાંથી ઉગારનાર છે. | २ | सच्चेण महासमुहमज्झे वि मूढाणिया वि पोया । सच्चेण य उदगसंभमम्मि वि ण वुज्झइ, ण य मरंति, थाहं ते लहंति ।
सच्चेण य अगणिसंभमम्मि वि ण डझंति उज्जुगा मणुस्सा सच्चेण य तत्ततेल्ल-तउलोहसीसगाई छिवंति, धरेति, ण य डज्झति मणुस्सा ।
पव्वयकडकाहिं मुच्चंते ण य मरंति सच्चेण य परिग्गहिया, असिपंजरगया समराओ णिइति अणहा य सच्चवाई।
वहबंधभियोगवेर-घोरेहिं पमुच्चंति य अमित्तमज्झ हिं णिति अणहा य सच्चवाई । सादेव्वाणि य देवयाओ करेंति सच्चवयणे रयाणं । ભાવાર્થ :- કોઈ મહાસમુદ્રમાં મૂઢ બનેલ નાવિકનું વહાણ પણ સત્યના પ્રભાવથી ડૂબતું નથી. સત્યના પ્રભાવે પાણીમાં થતા વમળમાં પણ મનુષ્ય તણાતો નથી, મરતો નથી, તેમાંથી ઉગરી જાય છે.
સત્ય પ્રભાવથી ભયંકર અગ્નિમાં માનવ બળતો નથી. સત્યનિષ્ઠ, સરળ હૃદયવાળા જીવો સત્યના પ્રભાવથી તપ્ત ઉકળતું તેલ, તાંબુ, લોખંડ અને સીસાને હાથમાં લેવા છતાં પણ બળતા નથી.
મનુષ્યને પર્વતના શિખર ઉપરથી નીચે ગબડાવવામાં આવે, છતાં સત્યના પ્રભાવે મરતા નથી. સત્યરૂપી સુરક્ષા ક્વચને ધારણ કરનાર મનુષ્ય પર ચારે તરફથી તલવારોના ઘા પડવા છતાં, યુદ્ધ સમયે તલવારના પાંજરામાં જાણે પુરાઈ ગયા હોય તેવા યોદ્ધા સત્યના પ્રભાવે અંશમાત્ર ઈજા પામ્યા વિના અક્ષત રૂપે બહાર નીકળી જાય છે.
સત્યવાદી માનવ વધ, બંધન, સબળ પ્રહાર અને ઘોર વૈર વિરોધીઓની મધ્યમાંથી મુક્ત થઈ જાય છે. સત્યવાદી શત્રુઓના ઘેરામાંથી કોઈ પણ ક્ષતિ વિના બહાર નીકળી જાય છે. દેવતા પણ સત્યવચનના અનુરાગી એવા માનવોનો સંગ કરવા ઈચ્છે છે, તેની સેવા સહાયતા કરે છે. | ३ तं सच्चं भगवं तित्थयरसुभासियं दसविहं, चोद्दसपुव्वीहिं पाहुडत्थविइयं, महरिसीण य समयप्पइण्णं, देविंद णरिंदभासियत्थं, वेमाणियसाहियं, महत्थं, मंतोसहिविज्जासाहणत्थं, चारणगणसमणसिद्धविज्ज, मणुयगणाणं वंदणिज्जं अमरगणाणं अच्चणिज्जं, असुरगणाण य पूयणिज्जं, अणेग पासंडिपरिग्गहियं, जं तं लोगम्मि सारभूयं, गंभीरयरं महासमुद्दाओ, थिरयरगं मेरुपव्वयाओ, सोमयरं चंदमंडलाओ, दित्तयरं सूरमंडलाओ, विमलयरं सरयणहतलाओ, सुरभियरं गंधमादणाओ, जे वि य लोगम्मि अपरिसेसा मंतजोगा जवा य