________________
૧૫ર |
શ્રી પ્રશ્નવ્યાકરણ 2
(ર) વિશદ્ધિ - આત્માને વિશિષ્ટ શુદ્ધ બનાવનારી છે. તેથી તેને વિશુદ્ધિ કહે છે. (૨૭) લબ્ધિ - અહિંસા કેવળજ્ઞાન આદિ લબ્ધિઓનું કારણ છે. તેથી તેને લબ્ધિ કહે છે. (૨૮) વિશિષ્ટ દષ્ટિ - વિચાર અને આચારમાં અનેકાંતપ્રધાન દર્શનવાળી છે. તેથી તેને વિશિષ્ટ દષ્ટિ કહે છે. (૨૯) કલ્યાણ – શારીરિક તેમજ માનસિક સ્વાસ્થનું કારણ છે. તેથી તેને કલ્યાણ કહે છે. (૩૦) મંગલ :- અહિંસા પાપનો વિનાશ કરનાર, સુખને ઉત્પન્ન કરનાર અને ભવસાગરથી તારનાર છે. તેથી તેને મંગલ કહે છે. (૩૧) પ્રમોદ – પોતાને અને બીજાને હર્ષ ઉત્પન્ન કરાવનાર છે. તેથી તેને પ્રમોદ કહે છે. (૩૨) વિભૂતિ – આધ્યાત્મિક ઐશ્વર્યનું કારણ છે. તેથી તેને વિભૂતિ કહે છે. (૩૩) રક્ષા - પ્રાણીઓને દુઃખથી બચાવનાર અને આત્માને સુરક્ષિત રાખનાર છે. તેથી તેને રક્ષા કહે
છે.
(૩૪) સિદ્ધાવાસ - સિદ્ધોમાં નિવાસ કરાવનાર, મુક્તિધામમાં પહોંચાડનાર અને મોક્ષના હેતુરૂપ છે. તેથી તેને સિદ્ધાવાસ કહે છે. (૩૫) અનાશ્રવાઃ- આવતાં કર્મોનો વિરોધ કરનાર છે. તેથી તેને અનાશ્રવ કહે છે. (૩૬) કેવલીસ્થાન - કેવલીઓના સ્થાનરૂપ છે. તેથી તેને કેવલીસ્થાન કહે છે. (૩૭) શિવ – સુખ સ્વરૂપ, ઉપદ્રવોનો નાશ કરનાર છે. તેથી તેને શિવ કહે છે. (૩૮) સમિતિ:- સમ્યક્ પ્રવૃત્તિરૂપ છે. તેથી તેને સમિતિ કહે છે. (૩૯) શીલ – સદાચાર સ્વરૂપા(સમીચીન)આચારવાળી છે. તેથી તેને શીલ કહે છે. (૪૦) સંયમ - મન અને ઈન્દ્રિયોનો નિરોધ તથા જીવરક્ષારૂપ છે. તેથી તેને સંયમ કહે છે. (૪૧) શીલપરિગ્રહ:- સદાચાર અથવા બ્રહ્મચર્યનું ઘર, ચારિત્રનું સ્થાન છે તેથી તેને શીલપરિગ્રહ કહે છે. (૪૨) સંવર:- આશ્રવનો નિરોધ કરે છે. તેથી તેને સંવર કહે છે. (૪૩) ગુપ્તિ - મન, વચન, કાયાની દુષ્ટ પ્રવૃત્તિને રોકવારૂપ છે. તેથી તેને ગુપ્તિ કહે છે. (૪૪) વ્યવસાય – વિશિષ્ટ, ઉત્કૃષ્ટ નિશ્ચયરૂપ છે. તેથી તેને વ્યવસાય કહે છે. (૪૫) ઉષ્ણુય – પ્રશસ્ત ભાવોની ઉન્નતિ, વૃદ્ધિ, સમુદાયરૂપ છે. તેથી તેને ઉછૂય કહે છે. (૪૬) યશ – આત્મ દેવની પૂજા કરવા માટે યજ્ઞ સ્વરૂપ છે. તેથી તેને યજ્ઞ કહે છે. (૪૭) આયતન - સમસ્ત ગુણોનું સ્થાન છે. તેથી તેને આયતન કહે છે. (૪૮) જયણા - સર્વ જીવો પ્રત્યે યત્ના કરાવનારી, વિવેકપૂર્ણ વ્યવહાર કરાવનારી છે. તેથી તેને જયણા કહે છે. (૪૯) અપ્રમાદ:- પ્રમાદ– બેદરકારીના ત્યાગ સ્વરૂપ છે. તેથી તેને અપ્રમાદ કહે છે.