________________
| શ્રુતસ્કંધ-૧/અધ્યયન-૫
૧૩૫ |
૨૭) તા :- અપ્રાપ્ત પદાર્થોની લાલસા અને પ્રાપ્ત વસ્તુઓની વૃદ્ધિની અભિલાષા હોવાથી તેને તૃષ્ણા કહે છે. તૃષ્ણા પરિગ્રહનું મૂળ છે. ૨૮) બાલ્યો :- પરિગ્રહનું એક નામ અનર્થ પૂર્વે કહ્યું છે. ત્યાં અનર્થોનો અર્થ ઉપદ્રવ-ઝંઝટ, ખરાબ પરિણામ, એ પ્રમાણે કર્યો હતો. અહીં અનર્થનો અર્થ નિરર્થક છે. પારમાર્થિક હિત અને સુખને માટે પરિગ્રહ નિરર્થક અને નિરુપયોગી છે. એટલું જ નહીં પરંતુ વાસ્તવિક હિત અને સુખમાં તે બાધક પણ છે. તેથી તેને અનર્થક કહે છે. ૨૯) સાસરી - મમતા, મૂચ્છ, ગૃદ્ધિનો ભાવ હોવાથી તેને આસક્તિ કહે છે. ૩0) સંતોસો :- અસંતોષ પણ પરિગ્રહનું એક રૂપ છે. મનમાં બાહ્ય પદાર્થોના પ્રતિ સંતોષ પ્રાપ્ત ન કરવો ભલે પદાર્થ ન હોય પરંતુ અંતરમાં જો અસંતોષ છે તો તે પણ પરિગ્રહ છે.
કુછ હો કુત્તો આ આગમ ઉક્તિ અનુસાર જો કે મૂચ્છ, મમતા, પરિગ્રહ છે. છતાં જિન આગમમાં સર્વ કથન સાપેક્ષ છે. માટે પરિગ્રહના સ્વરૂપનું પ્રતિપાદન કરનારું આ કથન ભાવની અપેક્ષાથી સમજવું જોઈએ. મમત્વભાવ પરિગ્રહ છે અને મમત્વ પૂર્વક ગ્રહણ કરેલાં ધન-ધાન્ય, મહેલ-મકાન, કુટુંબ-પરિવાર અને શરીર પણ પરિગ્રહ છે. આ દ્રવ્ય પરિગ્રહ છે.
આ રીતે પરિગ્રહના બે પ્રકાર છે– આત્યંતર અને બાહ્ય. તેને જ દ્રવ્ય પરિગ્રહ અને ભાવ પરિગ્રહ કહે છે.
પ્રસ્તુત સૂત્રમાં પરિગ્રહના ત્રીસ નામ કહ્યા છે. તે નામોમાં બંને પ્રકારના પરિગ્રહનો સમાવેશ કર્યો છે. જેમાં પહેલું નામ સામાન્ય પરિગ્રહનું વાચક છે ત્યાર પછી સંચય, ચય, ઉપચય, નિધાન, સંભાર, સંકર આદિ કેટલાક નામ પ્રધાનતઃ દ્રવ્ય અથવા બાહ્ય પરિગ્રહને સૂચિત કરે છે. મહેચ્છા, પ્રતિબંધ, લોભાત્મા, અગુપ્તિ, તૃષ્ણા, આસક્તિ, અસંતોષ આદિ કેટલાક નામ આવ્યંતર ભાવ પરિગ્રહના વાચક છે. આ રીતે સુત્રકારે દ્રવ્યપરિગ્રહ અને ભાવપરિગ્રહનો ઉલ્લેખ કર્યા વિના જ બંને પ્રકારના પરિગ્રહોનો આ ત્રીસ નામોમાં સમાવેશ કર્યો છે.
વાસ્તવિક રીતે ભાવપરિગ્રહ અર્થાત્ મમત્વબુદ્ધિ જ એકાંત પરિગ્રહ રૂપ છે. દ્રવ્યપરિગ્રહ–બાહ્ય પદાર્થ ત્યારે જ પરિગ્રહ બને છે જ્યારે એને મમત્વપૂર્વક ગ્રહણ કરવામાં આવે છે.
આ રીતે આ ત્રીસ નામ પરિગ્રહના વિરાટ સ્વરૂપને સૂચિત કરે છે. શાંતિ, સંતોષ, સમાધિ અને આનંદમય જીવન પસાર કરવા માટે પરિગ્રહના સ્વરૂપને યથાર્થ રીતે સમજી તેનો ત્યાગ કરવો જોઈએ. પ્રયાળ વિમાફળ ખામધેન્નાઇ હતિ તi - આ સૂત્રના પ્રારંભમાં અને અંતમાં બંને સ્થાને સૂત્રકાર પરિગ્રહના નામોની ત્રીસ સંખ્યાનું સ્પષ્ટ કથન કર્યું છે. તેથી આ સૂત્રના પર્વમાનિ શબ્દથી "અન્ય આ પ્રકારના અનેક નામ હોય છે એવો અર્થ થતો નથી. તેના માટે શાસ્ત્રમાં પથરાદ વા તદMIRITણ એવો પાઠ હોય છે. માટે અહીં ત્રીસ નામનો જ અર્થ કરવામાં આવ્યો છે.