________________
શ્રુતસ્કંધ—૧/અધ્યયન-૪
_
૧૧૯ ]
સંશુદ્ધ કાચમણિ, મૂંગામણિ અને બિમ્બફળની સમાન લાલિમાયુક્ત હોય છે. તેના દાંતોની પંક્તિ ચંદ્ર ખંડ જેવી નિર્મલ, શંખ, ગાયના દૂધ જેવી, નદીના જળના ફીણ જેવી, શ્વેત પુષ્પ, જલકણ તથા કમળની નાળ સમાન ધવલ–શ્વેત હોય છે. તેના દાંત અખંડ હોય છે, એક—બીજા ચોંટેલા હોય છે, અતીવ—સ્નિગ્ધ ચીકણા હોય છે અને સુજાત સુરચિત હોય છે. તે બત્રીસ દાંતવાળા હોય છે. તેના તાળવા અને જીભ અગ્નિમાં તપાવેલ અને ફરી ધોયેલ સ્વચ્છ સુવર્ણની સમાન લાલ હોય છે. તેની નાસિકા ગરૂડની સમાન લાંબી, સીધી અને ઊંચી હોય છે. તેના નેત્ર પુંડરિક, શ્વેત કમળની સમાન વિકસિત, પ્રમુદિત અને ધવલ હોય છે. તેની ભ્રમરો થોડી નીચે ઝૂકાવેલ ધનુષની સમાન મનોરમ અને કૃષ્ણ હોય છે. અભ્રરાજીવાદળોની રેખાની સમાન કાળી, ઉચિત માત્રામાં લાંબી અને સુંદર હોય છે.
તેના કાન સ્તબ્ધ અને ઊચિત પ્રમાણોપેત હોય છે અને સાંભળવાની શક્તિ ઉત્તમ હોય છે. તેનો કપોલભાગ તથા તેની આસપાસનો ભાગ પરિપુષ્ટ તથા માંસલ હોય છે. તેનું લલાટ અષ્ટમીના ચન્દ્રના આકારનું તથા વિશાળ હોય છે. તેનું મુખ્ય મંડલ પૂર્ણ ચંદ્રમા સમાન સૌમ્ય હોય છે. તેનું મસ્તક છત્રના આકારનું ગોળ અને ઉન્નત હોય છે. તેના મસ્તકનો અગ્રભાગ મુદુગર સમાન સુદ્રઢ નસોથી આબદ્ધ, પ્રશસ્ત લક્ષણોથી સુશોભિત, ઉન્નત, શિખરયુક્ત ભવનની સમાન અને ગોળાકાર પિંડ જેવો હોય છે. તેના મસ્તકની ચામડી અગ્નિમાં તપાવેલ શુદ્ધ સુવર્ણ સમાન લાલિમાયુક્ત હોય છે. તેના મસ્તકના વાળ શાલ્મલી વૃક્ષના ફળની સમાન સઘન, સૂક્ષ્મ સુસ્પષ્ટ, માંગલિક, સ્નિગ્ધ, ઉત્તમ લક્ષણોથી યુક્ત, સુવાસિત, સુંદર,નીલમણિ અને કાજલ સમાન, કૃષ્ણ વર્ણવાળા તથા હર્ષિત ભ્રમરોના ઝૂંડની સમાન કાળી કાંતિથીયુક્ત, ગુચ્છારૂપ કુંચિત, ઘુંઘરાળા, દક્ષિણાવર્ત-જમણી તરફ વળેલા હોય છે. તેના અંગ સુડોળ સુવિભક્ત, યથાસ્થાન અને સુંદર હોય છે.
તે યુગલિક ઉત્તમલક્ષણો તલ આદિ વ્યંજનો તથા ગુણોથી[લક્ષણો અને વ્યંજનોના ગુણોથી] સંપન્ન હોય છે. તે પ્રશસ્ત શુભ માંગલિક બત્રીસ લક્ષણોના ધારક હોય છે. તે હંસ, ક્રૌંચપક્ષી, દુભિ અને સિંહની સમાન સ્પષ્ટ અવાજવાળા હોય છે. તેનો સ્વર ઓઘ હોય છે અર્થાત્ અવિચ્છિન્ન અને અત્રુટિત હોય છે. તેનો સ્વર મેઘગર્જના જેવો હોય છે માટે કાનોને પ્રિય લાગે છે. તેના સ્વર અને વ્યંજન બંને સુંદર હોય છે. તે વજઋષભનારાચસંઘયણ અને સમચતુરસ સંસ્થાનના ધારક હોય છે. તેના અંગ પ્રત્યંગ તેજથી દેદીપ્યમાન રહે છે. તેના શરીરની ચામડી સુંદર હોય છે. તે નિરોગી હોય છે. તેઓનું મળ દ્વાર કંકપક્ષીની ગુદા સમાન નીરોગી હોય છે, કબૂતર જેવું તેઓનું આહાર પરિણમન-મલ નિસર્ગ હોય છે. પક્ષીની જેમ તેમના અપાનદ્વાર, પિકૅતર = અપાનદ્વારની બન્ને બાજુના પાર્થભાગ અને ઉરુ = સાથળ વગેરે મળથી નિર્લેપ રહે છે. કમલ અને ઉત્પલ–નીલ કમલની સુગંધ સમાન મનોહર ગંધથી તેનો શ્વાસ અને મુખ સુગંધિત રહે છે. તેના શરીરના વાયુનો વેગ સદા અનુકૂળ રહે છે. તે ગૌરવર્ણ, સ્નિગ્ધ શ્યામ હોય છે અર્થાત્ કોઈ ગૌર વર્ણવાળા અને કોઈ શ્યામ વર્ણવાળા યુગલિક હોય છે. તેનું પેટ શરીરને અનુરૂપ ઉન્નત હોય છે. તે અમૃતની સમાન રસયુક્ત ફળનો આહાર કરે છે. તેના શરીરની ઊંચાઈ ત્રણ ગાઉની અને આયુષ્ય ત્રણ પલ્યોપમનું હોય છે. પૂર્ણ ત્રણ પલ્યોપમનું આયુ ભોગવીને તે અકર્મભૂમિ ભોગભૂમિના મનુષ્ય(અંતિમ ક્ષણ સુધી) કામભોગોથી અતૃપ્ત રહીને જ મૃત્યુને પ્રાપ્ત થઈ જાય છે.