________________
૧૧૮ |
શ્રી પ્રશ્નવ્યાકરણ સૂત્ર
રહિત હોય છે. તેના નખ ઉન્નત, ઉપરઉઠેલા, પાતળા, લાલવર્ણના અને ચમકદાર હોય છે. તેની બંને ઘૂંટી સપ્રમાણ, પુષ્ટ, સંહત તથા ગુપ્ત હોય છે. તેની જંઘાઓ હરણોની જંઘા સમાન તથા કરૂવિંદ નામક તૃણ અને વૃત–સૂતરકાતવાની તકલી સમાન ક્રમશઃ વર્તુલ અને સ્થૂલ હોય છે. તેના ઘુટણો ડબ્બા અને તેના ઢાંકણની સંધિની સમાન ગૂઢ હોય છે.તિ સ્વભાવતઃ માંસલ પુષ્ટ હોવાથી જોઈ શકાતા નથી.] તેની ચાલ મદોન્મત ઉત્તમ હસ્તિની સમાન વિક્રમ અને વિલાસથી યુક્ત હોય છે અર્થાત્ તે મદોન્મત હાથીની સમાન મસ્ત અને ધીરગતિથી ચાલે છે. તેનો ગુહ્યદેશ-ગુપ્તાંગ ઉત્તમ જાતિના ઘોડાના ગુપ્તાંગની સમાન સુનિર્મિત અને ગુપ્ત હોય છે. જેમ ઉત્તમ જાતિના ઘોડાનો ગુદાભાગ મળથી લિપ્ત થતો નથી તે પ્રકારે યુગલ પુરુષોનો ગુદાભાગ પણ મળના લેપથી રહિત હોય છે.
તેનો કટિભાગ-કમરનો ભાગ હૃષ્ટ–પુષ્ટ, શ્રેષ્ઠ અને સિંહની કમરથી પણ અધિક ગોળાકાર હોય છે. તેની નાભિ ગંગાનદીના ભંવર તથા દક્ષિણાવર્ત તરંગોના સમૂહની સમાન ગોળ તથા સૂર્ય કિરણોથી વિકસિત કમળની જે મ ગંભીર અને વિશાળ હોય છે. તેના શરીરનો મધ્યભાગ ભેગી કરેલ ત્રિકાષ્ઠિકા-મૂસલ, દર્પણ, દંડયુક્ત અને શુદ્ધકરેલા ઉત્તમ સુવર્ણથી નિર્મિત તલવારની મુઠ અને શ્રેષ્ઠ વજની સમાન કુશ-પાતળો હોય છે. તેની રોમરાજી સીધી, સમાન, પરસ્પર ઘનીભૂત થયેલી, સ્વભાવથી બારીક, કાળી, સુંવાળી, પ્રશસ્ત, સોભાગ્યશાળી, સુકુમાર અને સુકોમળ હોય છે. તે મત્સ્ય અને વિહગપક્ષીની કુક્ષી સમાન ઉત્તમ રચનાથી યુક્ત કુક્ષિવાળા, ઝષોદર- મત્સ્ય જેવા પેટવાળા હોય છે. તેની નાભિ કમળની સમાન ગંભીર હોય છે. પાર્થભાગ નીચેની તરફ ઝૂકેલો હોય છે. તે સંગત–સુંદર અને સુજાત પોતાને યોગ્ય ગુણોથી સંપન્ન હોય છે. તે પાર્થપ્રમાણોપેત એવં પરિપુષ્ટ હોય છે. તે એવા દેહના ધારક હોય છે તથા જે સુવર્ણના આભૂષણની સમાન નિમેલ કાંતિયુક્ત, સુંદર રચનાયુક્ત અને નિરુપહદ્ અર્થાત્ રોગાદિના ઉપદ્રવથી રહિત હોય છે.
તેનું વક્ષસ્થળ સુવર્ણ શિલા જેવું પ્રશસ્ત, સમતલ, ઉપચિત, પુષ્ટ અને વિશાળ હોય છે. તેના ખભા ધુંસર જેવા સ્થૂલ, પુષ્ટ રમણીય હોય છે તથા હાડકાના સાંધાઓ અત્યંત સુડોળ, સુગઠિત, સુંદર, માંસલ અને નસોથી દઢ બનેલા હોય છે. તેની ભૂજા સર્પરાજના વિશાળ શરીર જેવી, પોતાના સ્થાનથી પૃથક કરેલી પરિઘા- ભોગળો સમાન દીર્ઘ–લાંબી હોય છે. તેના હાથ લાલ હથેળીઓવાળા, પરિપુષ્ટ, કોમલ, માંસલ, સુંદર રચનાયુક્ત, શુભલક્ષણોથી યુક્ત અને છેદરહિત હોય છે. તેના હાથની આંગળીઓ પુષ્ટ, સુરચિત, કોમળ અને શ્રેષ્ઠ હોય છે. તેના નખ તામ્રવર્ણા, પાતળા, સ્વચ્છ, રૂચિર, સુંદર, ચીકણા હોય છે. તેના હાથની રેખાઓ ચીકણી તથા ચંદ્રની જેમ અથવા ચંદ્રથી અંકિત, સૂર્ય સમાન ચમકદાર અથવા સૂર્યથી અંકિત, શંખ સમાન અથવા શંખના ચિહ્નથી યુક્ત ચક્ર સમાન યા ચક્રના ચિહ્નથી યુક્ત, દક્ષિણાવર્ત સ્વસ્તિકના ચિહ્નથી અંકિત, સૂર્ય, ચંદ્ર, શંખ, ઉત્તમ ચક્ર આદિ શુભ ચિહ્નથી યુક્ત, સુરચિત હોય છે. તેના ખંભા ઉત્તમ પાડા, શૂકર, સિંહ, વાઘ સાંઢ અને ગજના સ્કંધની જેમ પરિપુષ્ટ હોય છે.
તેની ગ્રીવા ચાર અંગુલ પ્રમાણ પરિમિત અને શંખ જેવી હોય છે. તેની દાઢી, મુછો અવસ્થિત–ન ઘટનારી, ન વધનારી હોય છે અર્થાત્ સદા એક સરખી રહે છે તથા સુવિભક્ત અને સુશોભિત હોય છે. તેના હોઠની નીચેનો ભાગ પુષ્ટ, માંસયુક્ત, સુંદર તથા સિંહની દાઢી સમાન વિસ્તીર્ણ હોય છે, તેના હોઠ