________________
શ્રુતસ્કંધ-૧/અધ્યયન-૩
_
૮૧ ]
णोल्लिय उवरुवरितरंगदरिय-अइवेग-वेगं चक्खु पहमुच्छरंतं कत्थइ-गंभीर-विउल-गज्जिय-गुजिय-णिग्घायगरुयणिवडिय-सुदीहणीहारिदूरसुच्चंत-गंभीर धुगुधुगंतसइं पडिपह रुभंत-जक्ख-रक्खस-कुहंडपिसायरुसिय-तज्जाय-उवसग्ग-सहस्स संकुल बहूप्पाइयभूयं विरइयबलिहोम-धूवउवयारदिण्ण-रुहिरच्चणा करणपयत-जोगपययचरियं परियंत-जुगंत कालकप्पोवमं दुरंतं महाणईणईवई-महाभीमदरिस -णिज्जं दुरणुच्चरं विसमप्पवेसं दुक्खुत्तारं दुरासयं लवणसलिलपुण्णं असियसियसमूसियगेहि हत्थंतरकेहिं वाहणेहिं अइवइत्ता समुद्दमज्झे हणंति, गंतूण जणस्स पोए परदव्वहरा णरा । ભાવાર્થ :- (પર્વોક્ત ચોર સિવાય બીજા અન્ય પ્રકારના લુંટારા પણ હોય છે જે ધનની લાલચથી સમુદ્રમાં લૂંટ ચલાવે છે. અહીં તેનું દિગ્દર્શન કરાવ્યું છે.) તે લૂંટારા રત્નાકર-સમુદ્રમાં ચઢાઈ કરે છે. તે સમુદ્ર કેવો હોય છે? તે સમુદ્ર હજારો મોજાઓના આક્રમણથી નાશ પામતા વ્યાપારીઓના જહાજમાં બેઠેલા આકુળ-વ્યાકુળમનુષ્યોના ચમત્કારોથી યુક્ત હોય છે. સહસ પાતાળ કળશોના વાયુથી ક્ષુબ્ધ, વેગપૂર્વક ઉપર ઉછળતા જળકણોથી અંધકારમય હોય છે. નિરંતર પ્રચુર માત્રામાં ઊઠનારા શ્વેતવર્ણના ફીણ જ માનો તે સમુદ્રનો અટ્ટહાસ છે. ત્યાં પવનની પ્રબળ થપાટોથી જળમાં ખળભળાટ થતો જ રહે છે. પાણીની તરંગ માળાઓ તીવ્ર વેગની સાથે તરંગિત થાય છે. ચારે બાજુ તોફાની હવાઓ તેને ક્ષભિત કરતી હોય છે. તે સમુદ્ર પવનના આઘાતથી કિનારાની સાથે ટકરાતા જળ પ્રવાહથી તથા મગરમચ્છ આદિ જલીય જંતુઓના કારણે અત્યંત ચંચળ થઈ જાય છે. વચ્ચે ઉભરાતા, ઊપર ઊઠેલા પર્વતોની સાથે ટકરાતા અને વહેતા અથાહ જળ સમૂહથી યુક્ત છે. ગંગા આદિ મહાનદીઓના વેગથી તે શીધ્ર સંપૂર્ણ ભરાઈ જાય છે. તેના ગંભીર અને અથાહ ભંવરોમાં જલજંતુ વ્યાકુળ થતા, ઉપર-નીચે ઉછળે છે, જે વેગવાન અત્યંત પ્રચંડ ખળભળી રહેલ પાણીમાંથી ઊઠનારી લહેરોથી વ્યાપ્ત છે. મહાકાય મગરમચ્છો, કાચબાઓ, ઓહમ્ નામના જલીય જંતુઓ, મોટી માછલીઓ, સુસુમારો તેમજ વાપદ નામના પાણીના જીવો પરસ્પર ટકરાવાથી તથા એક બીજાને ગળી જવા માટે દોડવાથી તે સમુદ્ર અત્યંત ઘોર-ભયાનક હોય છે. તેને જોતાં જ કાયર માણસોના હૃદય કંપી જાય છે. તે ઘણો જ ભયાનક અને પ્રતિક્ષણ ભય ઉત્પન્ન કરાવનાર છે, અતિશય ઉદ્વેગજનક છે. તેનો કિનારો ક્યાં ય દેખાતો નથી. તે આકાશની સમાન નિરાલંબન છે. ઉત્પાતથી ઉત્પન્ન થનારી, પવનથી પ્રેરિત લહેરોના વેગથી તે નેત્રપથને આચ્છાદિત કરી દે છે.
તે સમુદ્રમાં ક્યાંક-ક્યાંક ગંભીર મેઘગર્જનાની સમાન ગૂંજતી, વ્યંતર દેવે કરેલી ઘોર ધ્વનિ સમાન તથા તે ધ્વનિથી ઉત્પન્ન થઈ દૂર-દૂર સુધી સાંભળવામાં આવતી પ્રતિધ્વનિસમાન ગંભીર અને ધુકુધુક કરતી ધ્વનિ સંભળાય છે. જે પ્રતિપથ–પ્રત્યેક માર્ગમાં બાધક બનનાર, યક્ષ, રાક્ષસ, કુષ્માંડ તેમજ પિશાચ જાતિના કોપિત વ્યંતરદેવો દ્વારા ઉત્પન્ન કરવામાં આવેલ હજારો ઉત્પાતો, ઉપદ્રવોથી પરિપૂર્ણ છે. તે બલિ, હોમ અને ધૂપ દ્વારા કરવામાં આવતી દેવતાની પૂજા અને લોહીથી કરવામાં આવતી અર્ચનામાં