________________
શ્રુતસ્કંધ—૧/અધ્યયન-૩
.
| ૭૯ |
કંડલો તથા માલાકાર નક્ષત્ર નામના આભૂષણોથી આ યુદ્ધ આડંબરયુક્ત થાય છે. દૂર હોવા છતાં સ્પષ્ટ દેખાતી એવી પતાકાઓ, ઊંચી રાખેલી ફરકતી ધજાઓ, વિજયને સૂચિત કરનારી વૈજયંતિ પતાકાઓ તથા ચંચળ એવા ચામરો અને છત્રોથી કરાયેલ અંધકારને કારણે તે ગંભીર પ્રતીત થાય છે. અશ્વોના હણહણાટથી, હાથીઓના ગુલગુલાટથી, રથોના રણઝણાટથી,પાયદળના સૈનિકોના હરહરાટઘડબડાટથી, તાલીઓના ગડગડાટથી, સિંહનાદની ધ્વનિઓથી, સીટી વગાડવાના અવાજથી, રેરેની ચીસોના અવાજથી અને એક સાથે ઉત્પન્ન થનારી હજારો કંઠોની ધ્વનિથી ત્યાં મેઘગર્જના સમાન ભયંકર ગર્જના થાય છે. તેમાં એક સાથે હસવાનો, રોવાનો અને કણસવાનો અવાજ થતો રહે છે. મોટું ફૂલાવી, આંસુ વહાવતા બોલવાના કારણે તે રૌદ્ર હોય છે. તે યુદ્ધમાં પોતાના અધરોષ્ઠને દઢતાથી કરડી રહેલા યોદ્ધાઓના હાથ દઢપ્રહારો કરવા માટે તત્પર રહે છે. ક્રોધની તીવ્રતાના કારણે યોદ્ધાઓના નેત્ર રક્તવર્ણના હોય છે. વૈરમય દષ્ટિના કારણે ક્રોધ પરિપૂર્ણ ચેષ્ટાઓથી તેની ભંવરો ખેંચાયેલી રહે છે અને તેના કારણે તેના લલાટ પર ત્રણ ભૃકુટી ચડેલી રહે છે. તે યુદ્ધમાં મારો, કાપો કરતા હજારો યોદ્ધાઓના પરાક્રમે સૈનિકોના પરાક્રમની વૃદ્ધિ થઈ જાય છે. હણહણતા અશ્વો અને રથો દ્વારા ચારેબાજુ ભમતા યુદ્ધવીરો, સમરભો તથા શસ્ત્રચલાવવામાં કુશળ અને સજેલા હાથાવાળા સૈનિક બંને ભ્રમરો ઉપર ચડાવી, ખડખડાટ અટ્ટહાસ્ય કરતા, કિલકિલાટ કરતા, ચમકતી ઢાલ તેમજ કવચ ધારણ કરતા, મદોન્મત હાથીઓ પર આરૂઢ થઈ પ્રસ્થાન કરતા યોદ્ધાઓની સામે ઝઝૂમે છે.
યુદ્ધકળામાં કુશળતાના કારણે અહંકારી યોદ્ધાઓ પોત-પોતાની તલવારો માનોમાંથી કાઢીને ફૂર્તિપૂર્વક, રોષપૂર્વક પરસ્પર એકબીજા પર પ્રહાર કરે છે, હાથીઓની સૂંઢ કાપે છે, જેનાથી તેના હાથ કપાઈ જાય છે. આવા ભયાનક યુદ્ધમાં મુગર આદિ દ્વારા મરાયેલા, કપાયેલા, વિદારિત થયેલા હાથી આદિ પશુઓ અને મનુષ્યોના વહેતા લોહીથી માર્ગ કીચડમય બની જાય છે. કુક્ષીના ફાટી જવાથી ભૂમિ પર વિખરાયેલા એવં બહાર નીકળેલા આંતરડામાંથી લોહી નીકળતું રહે છે તથા તડફડતા, વિકલ, મર્માહત, ખરાબ રીતથી કાપેલા, પ્રગાઢ પ્રહારોથી બેહોશ બનેલા, ગબડતા વિહળ મનુષ્યોના વિલાપના કારણે તે યુદ્ધ ઘણું જ કરૂણાજનક હોય છે. આ યુદ્ધમાં મરાયેલ યોદ્ધાઓના ભટકતા અશ્વો, મદોન્મત્ત હાથી અને ભયભીત મનુષ્ય, મૂળથી કપાયેલી ધ્વજાઓ, તૂટેલા રથ, કપાઈ ગયેલા મસ્તક, હાથીઓના કલેવર, નષ્ટ થયેલા શસ્ત્ર-અસ્ત્ર અને વિખરાયેલા આભૂષણ જ્યાં-ત્યાં પડેલા હોય છે. મૃત કલેવર પર મંડલકારે–ગોળાકારે ઉડતા ઝૂંડોના ઝૂંડ કાગડા અને ગીધના પડછાયાના કારણે અંધકાર છવાયેલી યુદ્ધભૂમિ ગંભીર અને ભયાવહ બની જાય છે. આ ઘોર સંગ્રામમાં રાજા ફકત સેનાને જ યુદ્ધમાં મોકલતા નથી પરંતુ દેવલોક અને પૃથ્વીને વિકસિત કરતા બીજાના ધનની કામના કરનાર તે રાજા સાક્ષાત્ સ્મશાન સમાન અતીવ રૌદ્ર હોવાના કારણે ભયાનક અને જેમાં પ્રવેશ કરવો અત્યંત મુશ્કેલ છે એવા સંગ્રામરૂપ સંકટમાં સામે ચાલીને પ્રવેશ કરે છે.
વિવેચન :
પ્રસ્તુત પાઠમાં સંગ્રામની ભયાનકતાનું સ્પષ્ટ ચિત્ર ઉપસ્થિત કર્યું છે. પર–ધનના ઈચ્છુક રાજાઓ