________________
૫૪ ]
શ્રી પ્રશ્નવ્યાકરણ સૂત્ર
માન્યતા અસત્ છે, મિથ્યા છે. વાસ્તવમાં આ જગત અનાદિકાલથી છે અને અનાદિકાલ સુધી રહેશે, તેની ઉત્પત્તિ કે નાશ થતો નથી.
આ વિશાળ અને વિરાટ જગતમાં મૂળભૂત તત્ત્વ જીવ અને અજીવ છે. આ બંને તત્ત્વો ક્યારે ય સર્વથા ઉત્પન્ન થતા નથી અને તેનો ક્યારે ય સર્વથા નાશ પણ થતો નથી. જગતનું એક પણ પરમાણુ સતુમાંથી અસત્ કે અસતુથી સત્ થઈ શકે નહીં. સાધારણ રીતે લોકમાં જે ઉત્પાદ અને વિનાશ કહેવાય છે, તે વિદ્યમાન પદાર્થોની અવસ્થાઓનું પરિવર્તન માત્ર છે. પ્રત્યેક કાર્યનું ઉપાદાન કારણ પહેલા જ વિદ્યમાન રહે છે. આ તથ્ય ભારતીય દર્શન અને વિજ્ઞાન દ્વારા સ્વીકૃત છે.
- ઈડાથી જગતની ઉત્પત્તિ કહેનારને વિચારવું જોઈએ કે જ્યારે પાંચ ભૂતોની સત્તા ન હતી તો અકસ્માત ઈડાની ઉત્પત્તિ ક્યાંથી થઈ?
ઈડાને ઉત્પન્ન થવા માટે પૃથ્વી, પાણી, તેજની જરૂર છે અને રહેવાને માટે આકાશ પણ આવશ્યક છે. તેથી દેવ અને મનુષ્ય આદિ પણ અચાનક કઈ રીતે ઉત્પન્ન થઈ ગયા !
વિષ્ણમય જગતની માન્યતા પણ કપોલ(મોઢામાં આવે તેમ બોલવું) કલ્પના સિવાય બીજું કાંઈ નથી! જ્યારે જગત ન હતું, તો વિષ્ણુજી કયાં રહેતા હતા? તેને જગત રચનાની ઈચ્છા અને પ્રેરણા કેમ થઈ? જો તે ઘોર અંધકારમાં રહેતાં હતાં, તેના સિવાય કાંઈપણ ન હતું તો તેઓએ આટલા વિરાટ જગતની સૃષ્ટિ કઈ રીતે કરી?
સૃષ્ટિના વિષયમાં અન્ય મંતવ્ય પણ અહીં પ્રગટ કર્યું છે. પરંતુ તેની વિસ્તૃત ચર્ચા કરવી અહિંયા અપ્રાસંગિક છે. પ્રસ્તુતમાં એટલું જ જાણી લેવું પર્યાપ્ત છે કે સૃષ્ટિની રચના સંબંધી સમસ્ત કલ્પનાઓ અસત્ય છે. જગત અનાદિ અને અનંત છે. ઈશ્વર તો પરમ વીતરાગ, સર્વજ્ઞ અને કૃતકૃત્ય છે. જે આત્મા આધ્યાત્મિક વિકાસની ચરમસીમા પ્રાપ્ત કરી ચૂકેલ છે. જેણે શુદ્ધ આત્મ સ્વરૂપે પ્રગટ કર્યું છે. તે જ આત્મા પરમાત્મા છે, ઈશ્વર છે. તેણે જગતની રચના કે સંચાલનની ઝંઝટમાં પડવાની જરૂર નથી. સુષ્ટિના રચયિતા અને નિયંત્રક માનવાથી ઈશ્વરમાં અનેક દોષોની ઉત્પત્તિ થાય છે. જેમ કે- જો તે દયાળુ છે તો દુઃખી જીવોની સૃષ્ટિ કેમ બનાવે છે? ઈશ્વર કેટલાકને નરકમાં મોકલે છે, કેટલાકને અન્ય પ્રકારે સજા આપી પીડા પહોંચાડે છે, કેટલાકને સ્વર્ગમાં મોકલે છે. આવી સ્થિતિમાં એને કરુણાવાન કેમ કહી શકાય? જો આ સર્વ ઈશ્વરની ક્રીડા છે, લીલા છે, તો પછી તેમનામાં અને બાળકમાં શું અંતર? આ રીતે આ કલ્પના ઈશ્વરના સ્વરૂપને દૂષિત કરનારી છે. માટે આ સર્વ મૃષાવાદ(અસત્ય) છે.
એકાત્મવાદ :- પ્રસ્તુત સૂત્રમાં એકાત્મવાદની માન્યતાનો ઉલ્લેખ કરીને તેને મૃષાવાદ કહી છે. આ વેદાંતદર્શનની માન્યતા છે. જો કે જૈન આગમોમાં પણ સંગ્રહનયના દૃષ્ટિકોણથી આત્માના એકત્વનું કથન કર્યું છે. પરંતુ વ્યવહાર આદિ અન્ય નયોની અપેક્ષાએ આત્મામાં ભિન્નતા પણ પ્રતિપાદિત કરી છે. દ્રવ્યની અપેક્ષાથી અનંતાનંત આત્માઓ છે. તે સર્વ જુદા-જુદા, એક બીજાથી અસંબદ્ધ-સ્વતંત્ર છે. એકાંતરૂપે આત્માને એક માનવો તે પ્રત્યક્ષથી અને યુક્તિઓથી પણ બાધિત છે. મનુષ્ય, પશુ, પક્ષી,