________________
ધન્યકુમાર
जहाणामए करगगीवा इवा, कुंडियागीवा इवा, उच्चट्ठवणए इ वा एवामेव जाव णो चेव णं मंस सोणियत्ताए ।
૩૯
धण्णस्स णं अणगारस्स हणुयाए इमेयारूवे तवरूव लावण्णे होत्थासे जहाणामए लाउयफले इ वा, हकुवफले इ वा, अंबगट्ठिया इ वा, आयवे दिण्णा सुक्का समाणी मिलायमाणी चिट्ठति, एवामेव जाव णो चेव णं मंस सोणियत्ताए ।
धण्णस्स णं अणगारस्स उट्ठाणं इमेयारूवे तवरूव लावण्णे होत्था- से जहाणामए सुक्कजलोया इ वा, सिलेसगुलिया इ वा, अलत्तगुलिया इ वा, एवामेव जाव णो चेव णं मंस सोणियत्ताए ।
धण्णस्स णं अणगारस्स जिब्भाए इमेयारूवे तवरूव लावण्णे होत्थासे जहाणामए वडपत्ते इ वा, पलासपत्ते इ वा, सागपत्ते इ वा, एवामेव जाव णो चेव णं मंस सोणियत्ताए ।
ભાવાર્થ : ધન્ય અણગારની ગ્રીવા અથવા ગરદન તપશ્ચર્યાને કારણે આ પ્રકારની થઈ ગઈ હતી– જેમ કમંડળનો કાંઠો—ગ્રીવા, નાની કૂંડી(નાના લોટા)ની ગ્રીવા, સુરાહીની ગ્રીવા, તેમ યાવત્ ધન્ય અણગારની ગ્રીવા માંસ અને રક્તથી રહિત થઈ ગઈ હતી.
ધન્ય અણગારની દાઢીનું તપોજન્ય રૂપ, લાવણ્ય આ પ્રકારે થઈ ગયું હતું– જેમ તૂંબડાનું સુકાયેલું ફળ, હકૂબ નામની એક વનસ્પતિ અર્થાત્ હિંગોટાનું સૂકું ફળ અથવા કેરીની સુકાઈ ગયેલી ગોઠલી હોય તેમ યાવત્ ધન્ય અણગારની દાઢીમાં માંસ અને રક્ત દેખાતાં ન હતા.
ધન્ય અણગારના હોઠોનું તપોજન્ય રૂપ, લાવણ્ય આ પ્રકારે થઈ ગયું હતું- જેમ સુકાયેલી જળો, સુકાયેલી શ્લેષગુટિકા (એક જાતનો લેપ) પદાર્થની ગોળી, અળતા નામની વનસ્પતિની ગોળી હોય, તેમ યાવત્ ધન્ય અણગારના હોઠ સુકાઈને માંસ અને રક્તથી રહિત થઈ ગયા હતા.
ધન્ય અણગારની જીભનું તપોજન્ય રૂપ, લાવણ્ય આ પ્રકારે થઈ ગયું હતું– જેમ વડના સુકાયેલાં પાંદડાં, પલાસનાં સુકાયેલાં પાંદડાં, સાગ વૃક્ષનાં સુકાયેલાં પાંદડાં હોય તેમ યાવત્ ધન્ય અણગારની જીભ પણ માંસ અને રુધિર રહિત થઈ ગઈ હતી.
વિવેચન :
ધન્ય અણગારની ડોકમાં અન્ય અવયવોની સમાન માંસ અને રક્તનો અભાવ થઈ ગયો હતો માટે તે સ્વાભાવિક લાંબી દેખાતી હતી. સૂત્રકારે તેની ઉપમા લાંબા મુખવાળા સુરાહી આદિ પાત્રોથી આપી છે, એના માટે સૂત્રમાં "ઉચ્ચસ્થાપનક" શબ્દ આપેલ છે.