________________
શ્રી અનુત્તરોવવાઈ સૂત્ર
જેમ શમી વૃક્ષની સુકાયેલી લાંબી લાંબી સીંગો, બાહાયા–વૃક્ષવિશેષ (ગરમાળા)ના વૃક્ષની સુકાયેલી લાંબી લાંબી સીંગો અથવા અગથિયા વૃક્ષની સુકાયેલી લાંબી લાંબી સીંગો હોય, તેમ યાવત્ ધન્ય અણગારની ભુજાઓ પણ માંસ અને રક્તથી રહિત થઈ સૂકાઈ ગઈ હતી.
३८
ધન્ય અણગારની હાથોની(હથેળીની)અવસ્થા તપશ્ચર્યાના કારણે આ પ્રકારે થઈ ગઈ હતી જેમ સૂકું છાણ, વડના સૂકાં પાંદડા, પલાશના સૂકાં પાંદડાં હોય, તેમ યાવત્ ધન્ય અણગારના હાથ પણ માંસ અને રક્તથી રહિત થઈ ગયા હતા.
ધન્ય અણગારની હાથની આંગળીઓનું સ્વરૂપ ઉગ્ર તપના કારણે આ પ્રકારે થઈ ગયું હતું– જેમ વટાણાની સુકાયેલી સીંગો, મગની સુકાયેલી સીંગો, અડદની સુકાયેલી સીંગો હોય; તે કોમળ સીંગો કાપીને તડકામાં સુકવવાથી જેમ સૂકાઈ જાય છે તેમ યાવત્ ધન્ય અણગારના હાથની આંગળીઓમાં માંસ અને લોહી રહ્યું ન હતું.
વિવેચન :
આ સૂત્રમાં ધન્ય અણગારની ભૂજાઓ, હાથ અને આંગળીઓનું ઉપમા અલંકારથી વર્ણન કરવામાં આવ્યું છે. તેની ભૂજાઓ અન્ય અંગોની સમાન જ તપના કારણે સુકાઈ ગઈ હતી અને શમી વગેરે વૃક્ષોની સૂકાયેલી સીંગોની જેમ લાગતી હતી.
વાહાયા :– શબ્દના અર્થનો નિર્ણય કરવો કઠિન છે. આ ક્યા વૃક્ષની અને કયા દેશમાં પ્રચલિત સંજ્ઞા છે તે કહેવું મુશ્કેલ છે. વૃત્તિકાર શ્રી અભયદેવ સૂરિએ પણ આનો અર્થ વૃક્ષ વિશેષ જ લખ્યો છે. સંભવ છે કે તે સમયે કોઈ પ્રતમાં આ નામ લોક પ્રચલિત ન હોય, વર્તમાને ગરમાળાનું વૃક્ષ જણાય છે. તત્ત્વ કેવળી
ગમ્ય.
ધન્ય અણગારના હાથની પણ આ જ દશા હતી. તેનું પણ માંસ અને લોહી સુકાઈ ગયું હતું. જેમ સુકાયેલાં છાણાં હોય અથવા સુકાયેલાં વડ અને પલાશ–ખાખરાનાં પાન હોય તેમ તેના હાથ પ્રતીત થતા હતા. હાથની આંગળીઓમાં પણ કૃશતા આવી ગઈ હતી. જેમ વટાણા, મગ અથવા અડદની સીંગો, જેને કોમળ અવસ્થામાં જ તોડીને તડકામાં સૂકવી દીધી હોય, તેવી તેની આંગળીઓ થઈ ગઈ હતી. પહેલાંના લોહી અને માંસ તેનામાં દષ્ટિગોચર પણ થતાં ન હતાં. કોઈ તેને ઓળખી શકતું હોય તો ફક્ત હાડકાં અને ચામડીથી જ, જે તેનામાં શેષ રહી ગયાં હતાં.
"બાહુ" શબ્દ જોકે સંસ્કૃત ભાષામાં ઉકારાંત છે, છતાં પણ પ્રાકૃત ભાષામાં સ્ત્રીલિંગની વિવક્ષા થવા પર આકારાંત થઈ જાય છે. માટે સૂત્રમાં આવેલું "વાહાળ" પદ પ્રાકૃત વ્યાકરણની દૃષ્ટિથી શુદ્ધ છે. ગર્દન, દાઢી, હોઠ અને જીભ :
२२ धण्णस्स णं अणगारस्स गीवाए इमेयारूवे तवरूव लावण्णे होत्था से