________________
શ્રી અનુત્તરોવવાઈ સૂત્ર
દીક્ષાની અનુમતિ પ્રાપ્ત કરવાના પ્રસંગે પ્રતોમાં જે પાઠ મૂળ અને અર્થ આપ્યા છે તે જમાલીના પ્રસંગના છે. તેમાં 'અમ્માપિયો'' (માતા–પિતા)નો ઉલ્લેખ છે, પરંતુ ધન્યકુમારના વિષયમાં તે ઘટિત થતું નથી. કારણ કે આ અઘ્યયનના પ્રારંભમાં તેની માતા ભદ્રાનું જ કથન છે, પિતાનો કોઈ પણ પ્રકારનો ઉલ્લેખ નથી માટે અહીં કેવળ માતાનો સ્વીકાર કરવો જોઈએ. વાચકોએ આ ધ્યાનમાં રાખવું જોઈએ. બીજું એ પણ સમજવાનું છે કે ધન્યકુમાર સિવાય ભદ્રાના બીજા ઘણા પુત્રો હતા માટે એક પુત્રનો પાઠ જમાલી માટેના ભગવતી સૂત્રના પાઠથી અહીં લીધેલ છે; તેને સુધારીને સમજવો જોઈએ.
૨૮
અમ્નયાઓ :- ભગવતી સૂત્ર શ. ૯, ઉર્દૂ. ૩૩ માં દેવાનંદા બ્રાહ્મણી માટે 'અમ્મા' શબ્દનો પ્રયોગ છે. અહીં તેનો જ સન્માનાર્થ 'અમ્મવાળો' બહુવચન પ્રયોગ છે, તેથી તેનો અર્થ– હે પૂજ્ય માતાજી, એવો થાય છે. "માતા પિતા" એવો અર્થ અહીં ઉપયુક્ત નથી. કારણ કે આ અધ્યયનમાં ધન્યકુમારના પિતાનો નામોલ્લેખ નથી.
ધન્યમુનિની તપશ્ચર્યાનો અભિગ્રહ :
१४ तए णं से धण्णे अणगारे जं चेव दिवसे मुंडे भवित्ता अगाराओ अणगारियं पव्वइए, तं चेव दिवस समणं भगवं महावीरं वंदइ णमंसइ वंदित्ता णमंसित्ता एवं वयासी- इच्छामि णं भंते ! तुब्भेहिं अब्भणुण्णाए समाणे जावज्जीवाए छट्ठ छद्वेणं अणिक्खित्तेणं आयंबिलपरिग्गहिएणं तवोकम्मेणं अप्पाणं भावेमाणे विहरित्तए । छट्ठस्स वि य णं पारणयंसि कप्पइ मे आयंबिलं पडिगाहेत्तए णो चेव णं अणायंबिलं । तं पि य संसद्वं णो चेव णं असंसट्टं । तं पि य णं उज्झियधम्मियं णो चेव णं अणुज्झिय धम्मियं । तं पि य जं अण्णे बहवे समण माहण अतिहिकिवण वणीमगा णावकंखति ।
अहासुहं देवाणुप्पिया ! मा पडिबंधं करेह ।
तणं से धणे अणगारे समणेणं भगवया महावीरेणं अब्भणुण्णाए समाणे हट्ठ-तुट्ठे जावज्जीवाए छट्टु छट्टेणं अणिक्खित्तेणं तवोकम्मेणं अप्पाणं भावेमाणे विहरइ |
તે
ભાવાર્થ : ત્યાર પછી ધન્ય અણગાર જે દિવસે પ્રવ્રુજિત થયા, ગૃહસંસાર ત્યાગ કરી અણગાર બન્યા, જ દિવસે શ્રમણ ભગવાન મહાવીરને વંદન અને નમસ્કાર કર્યા, વંદન અને નમસ્કાર કરીને આ પ્રમાણે
કહ્યું
હે ભંતે ! આપની આજ્ઞા લઈ જીવનપર્યંત નિરંતર છ–છ‰ તપથી તથા આયંબિલના પારણાથી