________________
| ધન્યકુમાર
[૨૭]
કોણ કરી શકે છે કે આપણામાંથી પહેલાં કોણ જશે? અને પછી કોણ જશે? માટે હે માતા ! આપ મને આજ્ઞા આપો. આપની આજ્ઞા મળ્યાથી હું શ્રમણ ભગવાન મહાવીરની પાસે મુંડિત થઈ ગૃહવાસનો ત્યાગ કરી દીક્ષા અંગીકાર કરવા ઈચ્છું છું.
ધન્યકુમારની દીક્ષા :१३ तए णं तं धण्णं कुमारं भद्दा सत्थवाही जाहे णो संचाएइ जाव जियसत्तुं आपुच्छइ । इच्छामि णं देवाणुप्पिया ! धण्णस्स दारयस्स णिक्खममाणस्स छत्त-मउड-चामराओ य विदिण्णाओ।
तए णं जियसत्तू राया भदं सत्थवाहिं एवं वयासी- अच्छाहि णं तुम देवाणुप्पिए ! सुणिवुत्तवीसत्था, अहण्णं सयमेव धण्णस्स दारयस्स णिक्खमणसक्कार करिस्सामि ।
सयमेव जियसत्तू णिक्खमणं करेइ, जहा थावच्चापुत्तस्स कण्हो । तए णं धण्णे दारए सयमेव पंचमुट्ठियं लोयं करेइ जाव पव्वइए ।
तए णं धण्णे दारए अणगारे जाए ईरियासमिए जाव गुत्तबंभयारी । ભાવાર્થ : જ્યારે ધન્યકુમારની માતા ભદ્રા સાર્થવાહી તેને સમજાવવામાં સફળ ન થઈ ત્યારે તેણે ધન્યકુમારને પ્રવ્રજ્યા લેવાની આજ્ઞા આપી. જે પ્રમાણે થાવર્ચાપત્રની માતાએ કૃષ્ણ પાસેથી છત્ર, ચામર આદિની યાચના કરી તે રીતે ભદ્રાએ પણ જિતશત્રુ રાજા પાસેથી છત્ર, ચામર આદિની યાચના કરી. ત્યારે જિતશત્રુ રાજાએ ભદ્રા સાર્થવાહીને કહ્યું- હે દેવાનુપ્રિયે ! તમે નિશ્ચિંત રહો, હું પોતે જ ધન્યકુમારનો દીક્ષા ઉત્સવ કરીશ. ત્યાર પછી જે રીતે કૃષ્ણ થાવર્ગાપુત્રનો દીક્ષા મહોત્સવ સંપન્ન કર્યો હતો, તે જ રીતે જિતશત્રુ રાજાએ પોતે જ ધન્યકુમારનો દીક્ષા મહોત્સવ કર્યો.
ધન્યકુમારે સ્વયં જ પંચમુષ્ટિ લોન્ચ કર્યો યાવત દીક્ષા અંગીકાર કરી. ત્યાર પછી ધન્યકુમાર ઈર્ષા સમિતિથી યુક્ત યાવતુ ગુપ્તબ્રહ્મચારી અણગાર થઈ ગયા .
વિવેચન :
જ્યારે શ્રમણ ભગવાન મહાવીર સ્વામી કાકંદીનગરીમાં પધાર્યા ત્યારે નગર પરિષદની સાથે ધન્યકુમાર પણ ભગવાનના દર્શન કરવા તથા તેમની પાસેથી ઉપદેશામૃતનું પાન કરવા માટે તેમની સેવામાં ઉપસ્થિત થયા. ધન્યકુમાર પર એ ઉપદેશનો એવો પ્રભાવ પડ્યો કે તરત જ સંપૂર્ણ સાંસારિક ભોગ વિલાસને ત્યજીને અણગાર બની ગયા. પ્રસ્તુત સૂત્રમાં સંક્ષિપ્ત કરેલા પાઠનો વિસ્તાર ઔપપાતિક સૂત્ર, ભગવતી સૂત્ર અને જ્ઞાતાસૂત્રના આધારે જાણી લેવો જોઈએ.