________________
ધન્યકુમાર
ડાલ્ઝેન્ગ (૭૦) સખીવ (૭૬) બિન્નીવ (૭૨) સકળત ।
ભાવાર્થ : તે ભદ્રા સાર્થવાહીને ધન્યકુમાર નામનો પુત્ર હતો. તે પાંચે ય ઈન્દ્રિયોથી પરિપૂર્ણ હતો અર્થાત્ તેનું શરીર લક્ષણની અપેક્ષાએ ખામીઓથી રહિત અને સ્વરૂપની અપેક્ષાએ પરિપૂર્ણ હતું, તે સ્વસ્તિક આદિ લક્ષણ, તલ, મસો આદિ ચિહ્ન અને ગુણોથી યુક્ત હતું; માપ, ભાર, વજન અને આકારથી પરિપૂર્ણ અને સુંદર બનેલાં સમસ્ત અંગોવાળું હતું. તેનો આકાર ચંદ્રની સમાન સૌમ્ય દર્શન પ્રિય અને મનોહર હતો. આ પ્રકારે તેનું રૂપ ઘણું સુંદર હતું. દૂધ પીવડાવનારી આદિ પાંચ ધાવમાતાઓ તેનું પાલન પોષણ કરતી હતી. આમ મહાબલકુમારની જેમ માતાપિતાએ શુભ તિથિ, કરણ અને મુહૂર્તમાં ધન્યકુમારને કલાચાર્યની પાસે મોકલ્યો. ત્યાર પછી કલાચાર્યે ધન્યકુમારને ગણિત જેમાં પ્રધાન છે એવી લેખ આદિ શકુનિરુત (પક્ષીઓના શબ્દ) સુધીની બોંતેર કળાઓ સૂત્રથી, અર્થથી અને પ્રયોગથી સિદ્ધ કરાવી તથા શીખડાવી. બોંતેર કલા આ પ્રકારે છે–
૧૭
(૧) લેખન (૨) ગણિત (૩) રૂપ પરિવર્તન (૪) નાટક (૫) ગાયન (૬) વાદ્ય વગાડવું (૭) સ્વર જાણવા (૮) વાદ્ય સુધારવું (૯) સમાન તાલ જાણવા (૧૦) જુગાર ખેલવો (૧૧) લોકોની સાથે વાદ– વિવાદ કરવો (૧૨) પાસા નાંખીને રમવું (૧૩) ચોપાટ રમવી (૧૪) નગરની રક્ષા કરવી (૧૫) પાણી અને માટીના સંયોગથી વસ્તુનું નિર્માણ કરવું (૧૬) ધાન્ય ઉપજાવવું (૧૭) પાણી ઉત્પન્ન કરવું અર્થાત્ સંસ્કારિત કરવું વગેરે (૧૮) નવાં વસ્ત્રો બનાવવાં, રંગવાં, સીવવાં અને પહેરવાં (૧૯) સાબુની વસ્તુને જાણવી, તૈયાર કરવી, લેપન કરવી આદિ (૨૦) પથારી બનાવવી વગેરે અને સૂવાની વિધિ જાણવી (૨૧) આર્ય છંદને જાણવો અને બનાવવો (૨૨) પ્રહેલિકા (ઉખાણા) બનાવવી (૨૩) માગધી ભાષામાં અર્થાત્ મગધદેશની ભાષામાં ગાથા આદિ બનાવવી (૨૪) પ્રાકૃત ભાષામાં ગાથા આદિ બનાવવી (૨૫) ગીતિકા છંદ બનાવવો (૨૬) શ્લોક (અનુષ્ટુપ છંદ) બનાવવો (૨૭) ચાંદી બનાવવી, તેનાં આભૂષણ બનાવવાં, પહેરવાં આદિ (૨૮) સોનુ બનાવવું, તેના આભૂષણ બનાવવાં અને પહેરવાં આદિ (૨૯) ચૂર્ણ—ગુલાબ (અબી૨) આદિ બનાવવું અને તેનો ઉપયોગ કરવો (૩૦) ઘરેણાં તૈયાર કરવાં, પહેરવાં આદિ (૩૧) સ્ત્રીની પ્રસાધન–શ્રૃંગાર વિધિ (૩૨) સ્ત્રીનાં લક્ષણ જાણવાં (૩૩) પુરુષોનાં લક્ષણ જાણવાં (૩૪) ઘોડાનાં લક્ષણ જાણવાં (૩૫) હાથીનાં લક્ષણ જાણવાં (૩૬) ગાય—બળદનાં લક્ષણ જાણવાં (૩૭) મરઘીનાં લક્ષણ જાણવાં (૩૮) છત્રનાં લક્ષણ જાણવાં (૩૯) દંડ લક્ષણ જાણવાં (૪૦) ખડગ લક્ષણ જાણવાં (૪૧) મણિનાં લક્ષણ જાણવાં (૪૨) કાકણી રત્નનાં લક્ષણ જાણવા (૪૩) વાસ્તુવિદ્યા, મકાન દુકાન આદિ ઈમારતોની વિદ્યા જાણવી (૪૪) સેનાના પડાવનું પ્રમાણ આદિ જાણવું (૪૫) નવું નગર વસાવવાની કળા જાણવી (૪૬) (વ્યૂહ) મોરચા બનાવવા (૪૭) વિરોધીના વ્યૂહની સામે પોતાની સેનાનો મોરચો રાખવો (૪૮) સૈન્ય સંચાલન કરવું (૪૯) (પ્રતિચાર) શત્રુ સેનાની સમક્ષ પોતાની સેનાને ચલાવવી (૫૦) ચક્રવ્યૂહ—ચાકના આકારમાં મોરચો બનાવવો (૫૧) ગરુડના આકારનો મોરચો બનાવવો (પર) શકટ વ્યૂહ રચવો (૫૩) સામાન્ય યુદ્ધ કરવું (૫૪) વિશેષ યુદ્ધ કરવું (૫૫) અત્યંત વિશેષ યુદ્ધ કરવું (૫૬) લાકડીથી યુદ્ધ કરવું (૫૭) મુષ્ટિ યુદ્ધ કરવું (૫૮) બાહુયુદ્ધ કરવું (૫૯) લતા યુદ્ધ કરવું (so) ઘણાંને થોડું અને થોડાને ઘણું બતાવવું (૧) ખડ્ગ મૂઠ બનાવવી (૨) ધનુષબાણ વિધામાં કુશળ થવું (૩)