________________
કર્મનો ક્ષયોપક્ષમ કરી તપોમય તેજસ્વી શક્તિનો વિકાસ કરી શકે છે.
આ શાસ્ત્રનું અનુત્તરોવવાઈ એવું નામ અંકિત કરીને વિવાદ સાથે સંબંધ સ્થાપિત કર્યો છે. ઉત્તરાધ્યયન સૂત્રના આમુખમાં આપણે ઉત્તર અને ઉત્તમ એવા બે શબ્દની વિવેચના કરી છે. ઉત્તમ શબ્દ એ અંતિમ બિંદને સ્પષ્ટ કરે છે જ્યારે ઉત્તર શબ્દ વચગાળાની ઊંચી ભૂમિકાને સ્પષ્ટ કરે છે.
અહીં આ બધા મહાતપસ્વી આત્માઓ ઉત્તમ ભૂમિકામાંથી પસાર થઇ રહ્યા છે. પરંતુ આ જેવી તેવી ઉત્તમ ભૂમિકા નથી, જેની બરાબરી કરી શકાય તેવી સામાન્ય ભૂમિકા નથી. જેમ અનુપમ અને ઉપમ તેમાં, અનુપમનો અર્થ છે કે જેની ઉપમા આપવી દુર્લભ છે. તે જ રીતે આ મધ્યગાળાના ઉત્તર આત્માઓ હોવા છતાં અનુત્તર છે અર્થાત્ સામાન્ય ઉત્તર આત્માઓ નથી પરંતુ અતુલનીય ઉત્તર આત્માઓ છે અને હવે તેઓ ક્યાંય પણ રોકાયા વિના ઉત્તમ દશાને પ્રાપ્ત થવાના જ છે. આ અનુત્તર શબ્દ અનુત્તમ દશાનો દ્યોતક છે અર્થાત્ હવે તેઓ મોક્ષના મોતી બની ગયા છે. આપણી વ્યવહારિક ભાષામાં તેમને સિધ્ધના પાડોશી કહેવાય છે.
ઉવવાઈ સૂત્ર ક્રમિક વિકાસના દૃષ્ટાંતો પૂરા પાડે છે. જ્યારે અનુત્તરોવવાઈ સૂત્ર વિકાસની અંતિમ સ્થિતિના દષ્ટાંતો પર પ્રકાશ પાડે છે. ધન્ય છે આ મહાન તપસ્વીઓની શુભ નામાવલીને. જેના પવિત્ર નામનો ઉદ્ઘોષ કરવાથી સમગ્ર અમંગલ તત્ત્વોનો પરિહાર થાય, તેવું આ શાસ્ત્ર અનુપમ શાસ્ત્ર છે.
અહીં આ આમુખ પૂરો કરતાં પહેલા અમારી પ્રમોદ ભાવના સંપાદક મંડળ પ્રત્યે પ્રગટ કરતાં સ્નેહાકૃત છલકે છે. આવી જ્ઞાનારાધના કરી મહાયોગિની જેવા લીલમબાઈ મ. ના સાંનિધ્યમાં આરતીબાઇ મ.સ. અને સુબોધિકાબાઇ મ. ઇત્યાદિ જે જે વિદૂષી સાધ્વીઓ જ્ઞાનયજ્ઞમાં જોડાયેલા છે, તેઓને ખરેખર વધાઇ આપવા શબ્દો અપૂર્ણ લાગે છે. તેઓએ આ વિરાટ કાર્ય કરીને ફક્ત જિનશાસનની સેવા કરી છે તેમ નહીં, પરંતુ સમગ્ર ગુજરાતી સાહિત્યને સમૃદ્ધ બનાવ્યું છે અને સાહિત્ય ક્ષેત્રે ગુજરાત ગૌરવ લઇ શકે તેવું સાહિત્ય તૈયાર કરી આગમ સાહિત્ય પર કળશ ચઢાવ્યો છે.
- જયંતમુનિ પેટરબાર,
24 ON
.