________________
શ્રી અનુત્તરોવવાઈ સૂત્ર
૧૫. મેઘકુમાર:–મગધસમ્રાટ શ્રેણિક અને ધારિણી દેવીના પુત્ર હતા. જેમણે ભગવાન | મહાવીર સ્વામીની પાસે દીક્ષા ગ્રહણ કરી હતી.
એકવાર ભગવાન મહાવીર રાજગૃહના ગુણફિલક ઉધાનમાં પધાર્યા. મેઘકુમારે પણ ઉપદેશ સાંભળ્યો. માતા પિતા પાસે અનુમતિ લઈને ભગવાનની પાસે દીક્ષા ગ્રહણ કરી.
જે દિવસે દીક્ષા ગ્રહણ કરી તે રાત્રે મુનિઓનાં ગમનાગમનથી, પગની રજ અને ઠોકર લાગવાથી મેઘમુનિ વ્યાકુળ થઈ ગયા.
ભગવાને તેમને પૂર્વભવોનું સ્મરણ કરાવીને સંયમમાં ધીરજ રાખવાનો ઉપદેશ આપ્યો, તેથી મેઘમુનિ સંયમમાં સ્થિર થયા.
મેઘ મુનિએ એક માસની સંલેખના કરી, સર્વાર્થસિદ્ધ વિમાનમાં દેવરુપે ઉત્પન્ન થયા. મહાવિદેહ ક્ષેત્રમાં જન્મ ધારણ કરીને સિદ્ધ થશે. -[જ્ઞાતા સૂત્ર, અધ્યયન- ૧] ૧૬. સ્કન્દક:- સ્કન્દક સંન્યાસી શ્રાવસ્તિ નગરીના રહેવાસી, ગર્દભાલી પરિવ્રાજકના શિષ્ય અને ગૌતમ સ્વામીના પૂર્વ મિત્ર હતા. ભગવાન મહાવીરના શિષ્ય પિંગલક નિગ્રંથના પ્રશ્નોના ઉત્તર ન દઈ શક્યા. ફળ સ્વરૂપે શ્રાવસ્તિના લોકો પાસે જ્યારે સાંભળ્યું કે ભગવાન મહાવીર અહીં પધાર્યા છે, ત્યારે તેમની પાસે ગયા અને પ્રશ્નોનું સમાધાન મળવાથી તે ભગવાન મહાવીરના શિષ્ય થઈ ગયા.
સ્કન્દક મુનિએ સ્થવિરોની પાસે રહીને ૧૧ અંગોનું અધ્યયન કર્યું, ભિક્ષુની ૧૨ પ્રતિમાઓની ક્રમથી આરાધના કરી, ગુણરત્ન સંવત્સર તપ કર્યું, તેમનું શરીર દુર્બળ, ક્ષીણ અને અશક્ત થઈ ગયું. અંતમાં રાજગૃહીની પાસે વિપુલગિરિ ઉપર જઈને તેઓએ એક માસની સંખના કરી, કાળ કરીને ૧૨ મા દેવલોકમાં ગયા, મહાવિદેહ ક્ષેત્રથી સિદ્ધ થશે. સ્કન્દકમુનિની દીક્ષા પર્યાય ૧૨ વર્ષની હતી.
-ભગવતી શતક – ૨, ઉદ્દેશ ૧.
૧૭. શ્રી કૃષ્ણ :- શ્રી કૃષ્ણ વાસુદેવ. તેમની માતાનું નામ દેવકી અને પિતાનું નામ વાસુદેવ હતું. કૃષ્ણનો જન્મ પોતાના મામા કંસના કારાવાસમાં (જેલમાં) મથુરામાં થયો હતો.
જરાસંઘના ઉપદ્રવોને કારણે શ્રીકૃષ્ણ વ્રજભૂમિને છોડીને દૂર સૌરાષ્ટ્રમાં જઈને દ્વારકા નગરી વસાવી.