________________
પરિશિષ્ટ-૩
[ ૮૫ |
એકદા મહાબલકુમારે ભગવાનનો ઉપદેશ શ્રવણ કરી દીક્ષિત થઈ મુનિધર્મ અંગીકાર કર્યો. ત્યાર પછી મહાબલમુનિએ ૧૪ પૂર્વોનું અધ્યયન કર્યું, અનેક પ્રકારનું તપ કર્યું, ૧૨ વર્ષ શ્રમણ પયોય પાળીને, બ્રહ્મલોક કલ્પમાં દેવરૂપમાં ઉત્પન્ન થયા.
–ભગવતી શતક ૧૧, ઉદ્દેશક ૧૧.
૨૩
૧૨. કોણિક - રાજા શ્રેણિકની રાણી ચેલણાના પુત્ર, અંગ દેશની રાજધાની, ચંપાનગરીના અધિપતિ, ભગવાન મહાવીર સ્વામીના પરમ ભક્ત હતા.
કોણિક રાજા એક પ્રસિદ્ધ રાજા હતા. જેનાગમોમાં અનેક સ્થાને અનેક પ્રકારે તેનું વર્ણન મળે છે.
ભગવતી, ઔપપાતિક અને નિરયાવલિકા સૂત્રમાં કોણિકનું વિસ્તૃત વર્ણન છે. રાજ્યલોભને કારણે એણે પોતાના પિતા શ્રેણિકને કેદમાં નાખી દીધા હતા. શ્રેણિકના મૃત્યુ પછી કોણિકે અંગદેશમાં ચંપાનગરીને પોતાની રાજધાની બનાવી હતી.
પોતાના સહોદર ભાઈ હલ્લ અને વિહલ્લ પાસેથી હાર અને સેચનક હાથીને લઈ લેવા પોતાના નાના ચેટક રાજા સાથે ભયંકર યુદ્ધ કર્યું, તે યુદ્ધ કોણિક-ચેટકયુદ્ધ પ્રસિદ્ધ છે. ૧૩. જમાલી :- વૈશાલીના ક્ષત્રિયકુંડના એક રાજકુમાર હતા. એકવાર ભગવાન ક્ષત્રિયકુંડ ગ્રામમાં પધાર્યા. જમાલી પણ ઉપદેશ સાંભળવા માટે આવ્યા.
પોતાની આઠ પત્નીઓનો ત્યાગ કરીને તેણે પાંચસો ક્ષત્રિયકુમારોની સાથે ભગવાનની પાસે દીક્ષા લીધી.
જમાલીએ ભગવાનના સિદ્ધાંત વિરુદ્ધ પ્રરૂપણા કરી હતી, તેથી તે નિહ્નવ કહેવાયા.
૨૩
૨૭
–ભગવતી શતક ૯, ઉદ્દેશક ૩૩. ૧૪. થાવર્ચાપત્ર - દ્વારકા નગરીની સમૃદ્ધ થાવર્ચી ગાથાપત્નીનો પુત્ર જેણે એક હજાર પુરુષોની સાથે ભગવાન નેમનાથ પાસે દીક્ષા ગ્રહણ કરી. દીક્ષા મહોત્સવ શ્રી કૃષ્ણ કર્યો હતો.
થાવર્ગાપુત્ર અણગારે ૧૪ પૂર્વોનું અધ્યયન કર્યું, અનેક પ્રકારે તપ કર્યું, અંતે સર્વ પ્રકારનાં દુઃખોનો અંત કરીને સિદ્ધ, બુદ્ધ અને મુક્ત થઈ ગયા.
-જ્ઞાતાસૂત્ર, અધ્યયન-૫.