________________
| ધન્યકુમાર,
૪ ૯
|
गोयमा ! महाविदेहे वासे सिज्झिहिइ ।
હે ભંતે ! આ પ્રમાણે સંબોધન કરીને ગૌતમ સ્વામીએ સ્કંદક અણગારના વિષયમાં પ્રશ્ન કર્યો હતો અને પ્રભુએ તેનો ઉત્તર આપ્યો તેમ ધન્ય અણગારના વિષયમાં પ્રશ્નોત્તર થયા યાવત ધન્ય અણગાર સર્વાર્થસિદ્ધ વિમાનમાં દેવરૂપે ઉત્પન્ન થયા છે.
ગૌતમ- હે ભંતે ! ધન્ય દેવની સ્થિતિ કેટલા કાળની કહી છે? પ્રભુ મહાવીર- હે ગૌતમ ! ત્યાં તેની તેત્રીસ સાગરોપમની સ્થિતિ છે.
ગૌતમ- હે તે ! તે ધન્યદેવ દેવલોકથી ચ્યવીને ક્યાં જશે? અને ક્યાં ઉત્પન્ન થશે?
પ્રભુ મહાવીર- હે ગૌતમ ! મહાવિદેહ ક્ષેત્રમાં ઉત્પન્ન થશે અને મહાવિદેહ ક્ષેત્રથી સિદ્ધ થશે. નિક્ષેપ :३० एवं खलु जंबू ! समणेणं भगवया महावीरेणं जाव संपत्तेणं पढमस्स अज्झयणस्स अयमढे पण्णत्ते ।
|પઢમં મય સમત્ત . શ્રી સુધર્માસ્વામીએ કહ્યું- હે જંબૂ! નિર્વાણ પ્રાપ્ત શ્રમણ ભગવાન મહાવીરે ત્રીજા વર્ગના પ્રથમ અધ્યયનનો આ પ્રમાણે અર્થ કહ્યો છે.
II વર્ગ-૩ / ૧ સંપૂર્ણ II