________________
૪૮ ]
શ્રી અનુત્તરોવવાઈ સૂત્ર
જાય છે. આ વિષયમાં વૃત્તિકારનું કહેવું છે કે– તિવન ભોગનદયસ્થ પરિત્યાવંશતા વિનૈઃ ઝિમiાનાં ત્યાં મવતિ | આ પ્રકારે ધન્ય અણગારે એક માસ પર્યત અનશન ધારણ કર્યું. તો સાઠ ભક્તનો પરિત્યાગ થયો. ત્યાર પછી શરીરનો પરિત્યાગ કરી ધન્ય અણગાર સર્વોત્કૃષ્ટ દિવ્યલોક સર્વાર્થસિદ્ધ વિમાનમાં ઉત્પન્ન થયા ઈત્યાદિ કથન સ્પષ્ટ છે. પરિણાઇ વરિય શાક :- જ્યારે તેની સાથે ગયેલા સ્થવિરોએ જોયું કે ધન્ય અણગાર આયુષ્ય પૂર્ણ કરી સ્વર્ગવાસી બન્યા છે ત્યારે તેમણે પરિનિર્વાણ(અવસાન) સંબંધી કાયોત્સર્ગ કર્યો. આ શબ્દની વ્યાખ્યા-રનિર્વાણ- મર યત્ર છરીરશુ રિઝાપન તપ નિવમેવ, તવ પ્રત્યય હેતુર્થ ન નિવપ પ્રત્યયઃ I ભાવ એ છે કે મૃત્યુ પછી જે ધ્યાન કરવામાં આવે છે તેને પરિનિર્વાણ સંબંધી કાયોત્સર્ગ કહે છે. અહીં પાસે રહેનારા સ્થવિરોએ ધન્ય અણગારનું મૃત્યુ જોઈ, કાયોત્સર્ગ- ધ્યાન કર્યું. પછી તેનાં વસ્ત્ર, પાત્ર આદિ લઈને શ્રમણ ભગવાન મહાવીરની પાસે આવી ધન્ય અણગારના સમાધિ મરણનું સમસ્ત વૃતાંત સંભળાવ્યું. તેના ગુણોને વર્ણવ્યા, ઉપશમ ભાવની પ્રશંસા કરી તથા તેના વસ્ત્ર આદિ ઉપકરણ શ્રી ભગવાનને સોંપી દીધાં.
પ્રસ્તુત સૂત્રમાં ધન્ય અણગારની અંતિમ આરાધના અને તેના ફળ સ્વરૂપ દેવલોક ગમન, પર્યતનું વર્ણન છે.
સાધક જીવન ક્ષણક્ષણની જાગૃતિનો સંદેશ છે. તેમ છતાં સમગ્ર જીવનમાં ક્યારેક જાણતાં કે અજાણતાં અલના થઈ જાય, દોષ સેવન થઈ જાય તો અંતિમ સમયે તેની આલોચના કરવી અત્યંત જરૂરી છે. દોષની પરંપરા આ ભવમાં જ પૂર્ણ થઈ જાય તે માટે આ પ્રકારની અંતિમ સાધના-આરાધના છે. અંતિમ શુદ્ધિ અને પુનઃ દીક્ષા – ક્ષમા ભાવની શુદ્ધિ માટે બધા સાથે ક્ષમાયાચના પણ જરૂરી છે અને પૂર્ણ શુદ્ધ સંયમની આરાધના માટે પુનઃ મહાવ્રતારોપણ એટલે છેદોપસ્થાપનીય–નવી દીક્ષાનો સ્વીકાર કરવી તે પણ હિતાવહ છે, અર્થાતુ દીક્ષા લેતી વખતે જે અઢાર પાપોનો ત્યાગ કરેલો છે, તેના પુનઃ પચ્ચખ્ખાણ કરવા એ પણ અંતિમ સાધનાની વિધિમાં સમાવિષ્ટ છે. પુનઃ પચ્ચખ્ખાણથી ત્યાગ ભાવોની અને સંસ્કારોની શુદ્ધિ, સ્મૃતિ, ઉત્સાહ અને દઢતા આદિ ગુણોની પુષ્ટિ થાય છે. ધન્ય અણગારનું ભવિષ્ય અને મુક્તિ :| २९ भंते ! त्ति भगवं गोयमे तहेव आपुच्छइ जहा खंदयस्स । भगवं वागरेइ जाव सव्वट्ठसिद्धे विमाणे उववण्णे ।
धण्णस्स णं भंते ! देवस्स केवइयं कालं ठिई पण्णत्ता ? गोयमा ! तेत्तीसं सागरोवमाई ठिई पण्णत्ता । से णं भंते ! ताओ देवलोगाओ कहिं गच्छिहिइ ? कहिं उववजिहिइ ?