________________
| વર્ગ ૩ /અધ્ય. ૮
_
૪૧ |
तए णं से हरिणेगमेसी देवे सुलसाए अणुकंपणट्ठयाए विणिहायमावण्णे दारए करयल-संपुडेणं गेण्हइ, गेण्हित्ता तव अतिय साहरइ । तं समयं च णं तुम पि णवण्हं मासाणं सुकुमालदारए पसवसि । जे वि य णं देवाणुप्पिए ! तव पुत्ता ते वि य तव अतिआओ करयलसंपुडेणं गेण्हइ, गेण्हित्ता सुलसाए गाहावइणीए अंतिए साहरइ। तं तव चेव णं देवई ! एए पुत्ता । णो सुलसाए गाहावइणीए । ભાવાર્થ:- અરિહંત અરિષ્ટનેમિએ કહ્યું- હે દેવકી ! તે કાલે, તે સમયે ભક્િલપુર નામના નગરમાં નાગ નામના ગાથાપતિ રહેતા હતા. તે ઋદ્ધિ સંપન્ન થાવત્ અપરાભૂત હતા. તે નાગગાથાપતિને સુલતા નામના પત્ની હતી. તે સુલસા ગાથાપત્નીને બાલ્યાવસ્થામાં કોઈ નિમિત્તકે કહ્યું હતું કે આ બાલિકા નિંદ્ર અર્થાત્ મૃતવત્સા થશે. ત્યારથી સુલસા પોતાના બાલ્યકાળથી જ હરિણગમેલી દેવની ભક્તિ કરવા લાગી હતી. તેણીએ હરિણગમેષી દેવની પ્રતિમા બનાવડાવી. પછી દરરોજ પ્રાતઃકાળે સ્નાન કરી યાવતુ ભીની સાડી પહેરી તે પ્રતિમાની ઘણા પુષ્પોથી પૂજા-અર્ચના કરી ગોઠણ ટેકવીને પ્રણામ કર્યા પછી જ અન્ય આહાર-વિહાર, ગમનાગમન આદિ કાર્ય કરતી હતી.
ત્યાર પછી સુલસા ગાથા પત્નીની ભક્તિ, બહુમાન એવમ્ સેવા શુશ્રષાથી હરિણગમેલી દેવ પ્રસન્ન થયા. ત્યારે તે દેવ તુલસા ઉપરની અનુકંપાથી પ્રેરાઈને સુલતાને અને તને સાથે સાથે ઋતુમતિ કરતા હતા. તમે બંને સાથે જ ગર્ભધારણ કરતા, ગર્ભવહન તથા પ્રસવ પણ સાથે જ કરતા હતા. જ્યારે સુલસા ગાથાપત્ની મૃતબાળકને જન્મ દેતી ત્યારે હરિણગમેલી દેવ સુલતાની અનુકંપાને લીધે, મૃત બાળકને બંને હાથમાં ગ્રહણ કરતો અને ગ્રહણ કરીને તારી પાસે લઈ આવતો. ત્યારે તું પણ નવ મહિના વિતવા પર સુકુમાર સુંદર બાળકને જન્મ આપતી. હે દેવાનુપ્રિયે! જે તારા પુત્રો થતા હતા તેને હરિણગમેષી દેવ તારા પાસેથી પોતાના બંને હાથમાં ગ્રહણ કરતો, ગ્રહણ કરીને સુલસા ગાથા પત્નીની પાસે લાવીને મૂકી દેતો. તેથી હે દેવકી ! આ છએ અણગારો તારા જ અંગજાત પુત્રો છે. સુલસા ગાથા પત્નીના નહીં.
વિવેચન :
સર્વજ્ઞ સર્વદર્શી અરિષ્ટનેમિ પ્રભુએ દેવકીના હૃદયનું ભૂતકાળ અને વર્તમાનનું ઘોળાતું રહસ્યમય કોકડું ઉકેલી, દેવકી દેવીને છ અણગારોની માતાનું સૌભાગ્ય આપ્યું. અતિમુક્ત કુમારના વચન જીવયશાએ કિંસને કહ્યા તેથી કંસે પોતાના મિત્ર વસુદેવ પાસે તેના સાતે સંતાનો માંગી લીધા. જેમાંથી પ્રથમના અનીકસેન(અનીયસકુમાર)આદિ છ કુમારો ચરમ શરીરી આત્મા હતા અને કૃષ્ણ વાસુદેવ નિરૂપક્રમ આયુષ્યના ધણી હતા. દેવયોગે છ કુમારોનું સાહરણ થયું. સાતમાં પુત્રનું પુણ્ય યોગે સ્થાનાંતર થયું. આમ, ભાગ્ય યોગે "રામ રાખે તેને કોણ ચાખે?" દેવકીના સાત પુણ્યશાળી દીકરા સુરક્ષિત રહી ગયા અને કંસે મરેલાને મારી સંતોષ અનુભવ્યો. દેવ દીકરા આપી ન દે પણ યોગ સંયોગ હોય તો આ રીતે સ્થાનાંતર કરી શકે છે. વ્યક્તિનું ઉપાદાન તૈયાર હોય તો દેવ નિમિત્ત બની શકે. કર્મની આ અત્યંત વિરલ ઘટના છે.