________________
| વર્ગ ૩ /અધ્ય.૮
_.
૩૯ ]
मणोगए संकप्पे समुप्पण्णे एवं खलु अहं पोलासपुरे णयरे अइमुत्तेणं कुमार समणेणं बालत्तणे वागरिया तं चेव जावतं णिग्गच्छसि, णिग्गच्छित्ता जेणेव मम अंतियं तेणेव हव्वमागया, से णूणं देवई ! अढे समढे ? हंता अत्थि । ભાવાર્થ:- આ રીતે શ્રમણો વાત કરીને પાછા ફર્યા. ત્યાર પછી દેવકીના મનમાં આ પ્રમાણે આધ્યાત્મિક, ચિંતિત, પ્રાર્થિત, મનોગત, સંકલ્પ ઉત્પન્ન થયો કે, પોલાસપુર નગરમાં અતિમુક્ત અણગારે મને બચપણમાં આ પ્રમાણે કહ્યું હતું– "હે દેવાનુપ્રિય દેવકી ! તું એક સમાન રંગ, રૂપ, ત્વચા, આકૃતિવાળા નળકુબેર સમાન આઠ પુત્રોને જન્મ આપીશ. આખા ભરતક્ષેત્રમાં બીજી કોઈ માતા એવી નહીં હોય કે જે તારા જેવા શ્રેષ્ઠ, સમાન વણદિવાળા આઠ પુત્રોને જન્મ આપે. પરંતુ તે કથન મિથ્યા થયું. કારણ કે પ્રત્યક્ષ દષ્ટિગોચર થઈ રહ્યું છે કે આ ભરત ક્ષેત્રમાં અન્ય માતાઓએ પણ આવા સમાન પુત્રોને યાવતુ જન્મ આપ્યો છે. તેથી હું અરિહંત અરિષ્ટનેમિ ભગવાનની સેવામાં જાઉં, વંદન નમસ્કાર કરું અને વંદન નમસ્કાર કરી, આ પ્રત્યક્ષ મિથ્યા દેખાતા વિષયમાં પૂછું. આ રીતે નિર્ણય કર્યો. નિર્ણય કરીને કૌટુંબિક પુરુષોને બોલાવ્યા, બોલાવીને આ પ્રમાણે કહ્યું- હે દેવાનુપ્રિયો ! તમે ઝડપી ચાલતા, પ્રશસ્ત એક સરખા રૂપવાળા, ખરી વાળા, પંછવાળા, સમાન ઊંચાઈના શિંગવાળા, જંબૂનદ, સુવર્ણ નિર્મિત કંઠાભરણોથી યુક્ત, વેગ આદિની શ્રેષ્ઠતાવાળા, ચાંદીની ઘંટડીઓથી યુક્ત, સૂતરની દોરીથી બનેલી અને શ્રેષ્ઠ સુવર્ણથી મંડિત નાથવાળા તથા તે નાથની બન્ને તરફ બાંધેલી લાંબી રસ્સીવાળા(રાશવાળા), નીલોત્પલથી જેમનું શિરોભૂષણ બનેલું છે એવા બે શ્રેષ્ઠ યુવાન બળદોથી જોડાયેલા શ્રેષ્ઠ રથને તૈયાર કરી લાવો. તે રથ વિવિધ પ્રકારના મણિ રત્નોની ઘંટડીઓથી યુક્ત, તેમાં ઉત્તમ બનાવેલા ચાબુક અને બળદોના બંને જોતરાંઓ સારી રીતે બનાવીને મૂકેલા હોય, જે ઉત્તમ લક્ષણવાળો હોય. જે ધાર્મિક કાર્યના નિમિત્તે ઉપયોગમાં લઈ શકાય તેવો હોય, આવા સુંદર રથને પૂર્વોક્ત વિશેષણોવાળા બળદો જોડીને ઉપસ્થિત કરો. આ પ્રમાણે કરીને મને સમાચાર આપો. દેવકી દેવીની આ પ્રમાણે આજ્ઞા થવા પર સેવકો પ્રસન્ન યાવતુ પ્રફુલ્લિત હૃદયવાળા થયા અને મસ્તક પર અંજલિ જોડી આ પ્રમાણે બોલ્યા- આપની આજ્ઞા અમોને માન્ય છે. એમ કહી વિનય પૂર્વક આજ્ઞાનો સ્વીકાર કર્યો અને આજ્ઞાનુસાર શીઘગામી બળદથી યુક્ત યાવતુ ધાર્મિક શ્રેષ્ઠ રથને જલ્દીથી લાવીને હાજર કર્યો. હાજર કરી દેવકી દેવીને સમાચાર આપ્યા કે આપની આજ્ઞાનુસાર રથ તૈયાર કરી, બહાર ઉપસ્થિત કર્યો છે. દેવાનંદા બ્રાહ્મણીની જેમ દેવકીદેવી પણ યાવત અહંત અરિષ્ટનેમિ પ્રભુને વંદન નમસ્કાર કરી વિનયપૂર્વક ઉપાસના કરવા લાગી.
ત્યારે અરિહંત અરિષ્ટનેમિએ દેવકીદેવીને આ પ્રમાણે કહ્યું–દેવકી ! છ અણગારો આજ તારા ઘરે આવ્યા, એને જોઈને તારા મનમાં આ પ્રકારના અધ્યવસાય, ચિંતન, ચાહના તથા મનોગત સંકલ્પ ઉત્પન્ન થયો કે બચપણમાં પોલાસપુર નગરમાં અતિમુક્તકુમાર શ્રમણે મને કહેલી તે વાત મિથ્યા કેમ થઈ? આ શંકાનું સમાધાન કરવા તથા વંદન કરવા તું રાજમહેલથી નીકળીને શીધ્ર મારી સમીપે આવી છો, શું આ વાત સત્ય છે? હા પ્રભુ, આપનાથી શું અજ્ઞાત હોય? આપે જે કહ્યું તે સત્ય છે. વિવેચન :
આ સૂત્રમાં દેવકી દેવીની મનોભૂમિનું વર્ણન છે. ભૂતકાળ અને વર્તમાનની તુલનામાં વિપરીતતા