________________
३०
શ્રી અંતગડ સૂત્ર
ભાવાર્થ:તે કાલે, તે સમયે દ્દિલપુર નગરીના શ્રીવન નામના ઉદ્યાનમાં ભગવાન અરિષ્ટનેમિ સમોસર્યા. યથાવિધ અવગ્રહની યાચના કરી સંયમ અને તપથી આત્માને ભાવિત કરતા વિચરવા લાગ્યા. પરિષદ ધર્મોપદેશ સાંભળવા ઉદ્યાનમાં આવી. અનીયસકુમાર જનસમૂહનો કોલાહલ સાંભળી યાવત્ ભગવાન સમીપે આવ્યા. નિગ્રંથ પ્રવચન સાંભળ્યું. પ્રવચન પ્રભાવથી હૃદયમાં વૈરાગ્ય જાગ્યો. ગૌતમકુમારની જેમ અરિષ્ટનેમિ પ્રભુના ચરણોમાં દીક્ષિત થઈ ગયા. ત્યાર બાદ અનીયસ અણગારે સામાયિકથી લઈ ૧૪ પૂર્વનું અધ્યયન કર્યું. વીસ વર્ષની દીક્ષા પર્યાયનું પાલન કરી, એક માસની સંલેખના દ્વારા સર્વ કર્મનો ક્ષય કરી શત્રુંજય પર્વત પર સિદ્ધગતિને પામ્યા.
સુધર્માસ્વામીએ કહ્યું– હે જંબૂ ! આ પ્રમાણે શ્રમણ ભગવાન મહાવીર સ્વામીએ આઠમા અંગ અંતગડ સૂત્રના ત્રીજા વર્ગના પ્રથમ અધ્યયનનો આ અર્થ પ્રતિપાદિત કર્યો છે.
વિવેચન :
આ સૂત્રમાં અનીયસકુમારના વૈરાગ્ય–દીક્ષાગ્રહણ, સાધનાકાળ અને સિદ્ધિગમનનું વર્ણન કરવામાં આવ્યું છે. સમસ્ત કથન ગૌતમકુમારની સમાન જ છે. માત્ર સંયમ પર્યાય અને અધ્યયનગત ભિન્નતા છે. અનીયસકુમારે ૨૦ વર્ષની દીક્ષા પર્યાય પાળી અને ચૌદ પૂર્વોનું અધ્યયન કર્યું.
પૂર્વજ્ઞાનનું ઉપમાથી પરિમાણ :– અંબાડી સહિત ૫૦૦ ધનુષ્યની અવગાહનાવાળો હાથી ડૂબી જાય એટલી કોરી શાહીના ઢગલાથી એક પૂર્વ લખાય એવી રીતે ૧૬૩૮૩ હાથી ડૂબી જાય એટલી કોરી શાહીથી લખાતા જ્ઞાનને ૧૪ પૂર્વનું જ્ઞાન કહે છે. પૂર્વ જ્ઞાન કોઈ સ્વતંત્ર સૂત્ર નથી પરંતુ દષ્ટિવાદ અંગનો એક વિશાળતમ વિભાગ છે. માટે તે અંગની જગ્યાએ તેનું સૂચન કરવામાં આવે છે. તેથી પૂર્વજ્ઞાન કથનથી દષ્ટિવાદનું જ્ઞાન કર્યું, એમ સમજી લેવું જોઈએ.
અનીયસકુમારના અન્ય પાંચ ભાઈ :
७ एवं जहा अणीयसे, एवं सेसा वि अनंतसेणे जाव सत्तुसेणे छ अज्झयणा एक्कगमा । बत्तीसओ दाओ । वीसं बासाइं परियाओ, चउद्दस पुव्वाइं अहिज्जइ । सेत्तुंजे सिद्धा ।
ભાવાર્થ:- આ રીતે અનંતસેનથી લઈ શત્રુસેન સુધીના અધ્યયનોનું વર્ણન પણ જાણી લેવું જોઈએ. બધાના ૩૨–૩૨ શ્રેષ્ઠ ઈલ્ય કન્યાઓ સાથે વિવાહ થયા. ૨૦ વર્ષની દીક્ષા પર્યાયનું પાલન, ૧૪ પૂર્વેનું અધ્યયન. અંતે એક માસની સંલેખના દ્વારા શત્રુંજય પર્વત પર પાંચે ય આત્મા સિદ્ધ ગતિને પામ્યા.
॥ વર્ગ-૩ : અધ્ય.-૧ થી ૬ સંપૂર્ણ ॥