________________
વર્ગ ૩ /અધ્ય. ૧-૬
૨૧ ]
ત્રીજો વર્ગ અધ્યયન - ૧ થી ૬ : અનીયસાદિકુમારો
અધ્યયન પ્રારંભ :| १ तच्चस्स उक्खेवओ।
एवं खलु जंबू ! समणेणं भगवया महावीरेणं जाव संपत्तेणं अट्ठमस्स अंगस्स अंतगडदसाणं तच्चस्स वग्गस्स तेरस अज्झयणा पण्णत्ता, तं जहाકળયસે, મળતો , પદય, વિક, તેવગણે, સસ્તુતે, સારો, પણ , કુમુદ, કુમુદ, સૂવા, વાર, અળવિટ્ટી 1
जइ णं भंते ! समणेणं भगवया महावीरेणं जाव संपत्तेणं अट्ठमस्स अंगस्स अंतगडदसाणं पढमस्स वग्गस्स तेरस अज्झयणा पण्णत्ता, पढमस्स णं भंते ! अज्झयणस्स के अटे पण्णत्ते ? ભાવાર્થ - ત્રીજા વર્ગનો પ્રારંભ પૂર્વવત્ જાણવો.
હે જંબૂ! મોક્ષ પ્રાપ્ત શ્રમણ ભગવાન મહાવીરે આઠમા અંગ અંતગડ સૂત્રના ત્રીજા વર્ગનાં તેર અધ્યયન પ્રરૂપ્યા છે. તે આ પ્રમાણે છે- (૧) અનીયસકુમાર (ર) અનંતસેનકુમાર (૩) અનિહતકુમાર (૪) વિદ્વતકુમાર (૫) દેવયશકુમાર(૬) શત્રુસેનકુમાર (૭) સારણકુમાર (૮) ગજસુકુમાર (૯) સુમુખકુમાર (૧૦) દુર્મુખકુમાર (૧૧) કૂપકકુમાર (૧૨) દારુકકુમાર (૧૩) અનાદષ્ટિકુમાર.
હે ભગવન્! પ્રભુએ અંતગડસૂત્રના ત્રીજા વર્ગના તેર અધ્યયનફરમાવ્યા છે, તો પ્રથમ અધ્યયનનો શું અર્થ ફરમાવ્યો છે?
વિવેચન :
આ વર્ગમાં કૃષ્ણ મહારાજના દસ ભાઈ તથા ત્રણ ભત્રીજાનું વર્ણન છે. સુમુખ, દુમુખ તથા કૂપક કુમાર કૃષ્ણ મહારાજના ભત્રીજા થાય એ સિવાયના બધા ભાઈ હતા.