________________
| ૨૦ |
શ્રી અંતગડ સૂત્ર
વિવેચન :
આઠે ય કુમારોના પિતા અંધકવૃષ્ણિ અને માતા ધારિણી હતા. અન્ય ગ્રંથોમાં આઠ કુમારોની માતાનું નામ સુભદ્રા આવે છે. તદનુસાર પ્રથમ અને દ્વિતીય વર્ગના ૧૮ કુમારોના પિતા એક જ હતા અને માતા બંને વર્ગના કુમારોના ભિન્ન હતા. બંને વર્ગમાં કેટલાક નામો સરખા જ આવે છે. સગાભાઈઓના નામ એક સરખા ન હોઈ શકે અથવા પ્રાચીન કાળમાં ભાઈઓના નામ એક સરખા રાખવામાં આવતા અને માત્ર પાછળથી અક્ષરો અલગ અલગ રહેતા. જેવી રીતે ધનપાલ, ધનદેવ, ધનરક્ષિત, ધનદત્ત વગેરે. કાળક્રમે લિપિબદ્ધ કાળમાં ગમે તે કારણોસર પાછળના અલગ પડતા શબ્દો લિપિબદ્ધ ન થયા હોય આ ઐતિહાસિક વિષય સંશોધનીય છે.
પહેલા વર્ગના મૂળપાઠમાં પિતાનું નામ અંધકવૃષ્ણિ છે તો બીજા વર્ગના મૂળપાઠમાં માત્ર 'વૃષ્ણિ' એટલું જ પિતાનું નામ છે. એ પણ વિચારણીય છે.
I વર્ગ-ર : અધ્ય.-૧ થી ૮ સંપૂર્ણ II