________________
[૧૨]
શ્રી અંતગડ સૂત્ર
કરી આપની પાસે દીક્ષા ગ્રહણ કરીશ."
જે પ્રકારે ભગવાન મહાવીર સ્વામી પાસે મેઘકુમાર દીક્ષિત થયા હતા તે જ પ્રકારે ગૌતમકુમાર પણ લોચ કરીને જ્યાં અરિષ્ટનેમિ ભગવાન હતા ત્યાં આવ્યા અને શ્રમણ ભગવાન અરિષ્ટનેમિને ત્રણવાર વિધિપૂર્વક વંદના-નમસ્કાર કર્યા અને બોલ્યા
ભગવંત! આ સંસાર જરા મૃત્યુ રૂપ અગ્નિથી આદીપ્ત છે, પ્રદીપ્ત છે. જેમ કોઈ ગાથાપતિના ઘરમાં અચાનક આગ લાગતાં ઘરનો સ્વામી અલ્પ વજનવાળી અને બહુમૂલ્યવાળી વસ્તુઓને ગ્રહણ કરીને પોતે એક બાજુ ચાલ્યા જાય છે. તે વિચારે છે કે- "આગમાંથી બચાવેલી વસ્તુ મારા માટે આગળ, પાછળ હિતકારી, સુખકારી કે સામર્થ્યકારી તેમજ કલ્યાણકારી થશે અને ભવિષ્યમાં ઉપભોગમાં ઉપયોગી થશે. તેમ જરા મરણની અગ્નિમાં માનવ જીવન ભસ્મ થાય તે પહેલા હું મારા આત્માને તેમાંથી બચાવી લઉં, કારણ કે મારો આત્મા મને ઈષ્ટ છે, કાંત છે, પ્રિય છે, મનોજ્ઞ અને અતિશય મનોહર છે. જેના દ્વારા જન્મ મરણ રૂપ સંસારનો ઉચ્છેદ કરી શકું." તેથી જ હું એમ ઈચ્છું છું કે દેવાનુપ્રિય! આપ સ્વયં જ મને પ્રવ્રજ્યા આપો. મુનિવેશ મને પ્રદાન કરો. આપ સ્વયં જ મને મુંડિત કરી, મારો લોચ કરો, સ્વયં જ પ્રતિલેખન આદિ શીખવો, આપ સ્વયં જ સૂત્ર અને અર્થ પ્રદાન કરીને શિક્ષા આપો, આપ સ્વયં જ જ્ઞાનાદિક આચાર, ગોચર, વિનય, વનયિક, ચરણ સત્તરી, કરણસત્તરી, સંયમયાત્રા અને માત્રાદિરૂપ ધર્મનું પ્રરૂપણ કરો.
ગૌતમ અણગાર :| ९ तए णं समणे भगवं अरिट्ठणेमी सयमेव पव्वावेइ जाव धम्ममाइक्खइ एवं देवाणुप्पिया! गंतव्वं चिट्ठियव्वं णिसीयव्वं तुयट्टियव्वं भुंजियव्वं भासियव्वं, एवं उठाए उट्ठाय पाणेहिं भूएहिं जीवेहि सत्तेहिं संजमेणं संजमियव्वं, अस्सि च णं अढे णो पमाएयव्वं ।
तए णं से गोयमेकुमारे समणस्स भगवओ अरिट्ठणेमिस्स अंतिए इम एयारूवं धम्मियं उवएस सोच्चा णिसम्म सम्म पडिवज्जइ । तमाणाए तह गच्छइ, तह चिट्ठइ, तह णिसीयइ, तह तुयट्टइ, तह भुंजइ, तह भासइ, तह उठाए उट्ठाय पाणेहिं भूएहिं जीवहिं सत्तेहिं संजमइ तए णं से गोयमे अणगारे जाए- इरियासमिए जाव इणमेव णिग्गंथं पावयणं पुरओ काउं विहरइ । ભાવાર્થ :- ત્યાર પછી શ્રમણ ભગવાન અરિષ્ટનેમિએ ગૌતમકુમારને સ્વયં જ પ્રવ્રજ્યા આપી અને સ્વયં જ આચાર ગોચર આદિ ધર્મની શિક્ષા આપીને કહ્યું કે હે દેવાનુપ્રિય ! આ પ્રમાણે પૃથ્વી પર યુગ્મ માત્ર દષ્ટિ રાખીને ચાલવું જોઈએ. આ પ્રમાણે–નિર્જીવ ભૂમિ પર ઊભા રહેવું. ભૂમિને પ્રમાર્જન કરીને