________________
વર્ગ ૧ /અધ્ય.૧
_
વ્યવહાર, વ્યાપાર સંપન્ન સદ્ગુહસ્થોને પણ આર્ય કહેવાય છે. સુધર્મા સ્વામી ઉત્તમ જાતિ, કુળાદિઆર્યની સાથે સાથે જ્ઞાનાર્ય, દર્શનાર્ય, ચારિત્રાર્ય પણ હતા. બીજું વિશેષણ છે રે- સ્થવિર. સ્થવિર એટલે વૃદ્ધ અનુભવી સાધુ. જે પંચાચારમાં સ્વયં સ્થિર છે અને ચતુર્વિધ સંઘને પંચાચારમાં સ્થિર કરવા જે સમર્થ પુરુષ છે તેને સ્થવિર કહેવાય છે. સ્થાનાંગ સૂત્રમાં ત્રણ પ્રકારના સ્થવિર કહ્યા છે– વય સ્થવિર, સૂત્ર સ્થવિર અને પ્રવ્રજ્યા સ્થવિર. સાંઠ (0) વર્ષની ઉંમરવાળાને 'વય સ્થવિર' કહે છે. સ્થાનાંગ, સમવાયાંગ આદિ અંગ સૂત્રોના જ્ઞાતાને 'મૂત્ર વિર' કહે છે. ૨૦ વર્ષની દીક્ષા પર્યાયવાળા સાધુને 'પ્રવ્રજ્યા સ્થવિર' કહે છે. આ ત્રણે અપેક્ષાએ સુધર્મા સ્વામી સ્થવિર હતા. અન્ન નવૂ :-આ આગમના પ્રશ્નકર્તા પંચમ ગણધર સુધર્મા સ્વામીના શિષ્ય આર્ય જંબૂસ્વામી હતા. શંકા (જિજ્ઞાસા) – અંગ સૂત્રોના કર્તા ગણધર હોય છે તો અંગસૂત્રમાં તે ગણધર સુધર્મા કે જંબૂસ્વામીનું નામ અને વિશેષણો સૂત્ર પ્રારંભમાં કેમ?
સમાધાનઃ-વર્તમાનમાં ઉપલબ્ધ સૂત્રો દેવર્ધિગણી ક્ષમાશ્રમણના સમયે થયેલ અંતિમ વાચના રૂપે સંપાદિત થયેલ છે તેના કારણે તે નામો અને તેના બધા વિશેષણો ઉત્થાનિકા સાથે ઉપલબ્ધ થાય છે.
ફાજકોવા :- આ શબ્દની પૂર્વે ઉત્કક આસનનો સંકેત કરેલ છે. તેથી આ શબ્દનો ભાવાર્થ છે કે ધ્યાનના કોઠામાં રહેલા. તાત્પર્ય એ છે કે સૂત્રોક્ત આસને એકાગ્ર ચિત્તે ચિંતનમાં રહેલા જંબુસ્વામીને નવા સૂત્રની વાચના પ્રાપ્ત કરવાની જિજ્ઞાસા ઉત્પન્ન થઈ.
જંબૂવામીની વિનયપ્રતિપત્તિ :
२ तए णं से अज्ज जंबू णाम अणगारे जायसड्डे जायसंसए जायकोउहल्ले, संजायसड्डे संजायसंसए संजायकोउहल्ले, उप्पण्णसड्डे उप्पण्णसंसए उप्पण्णकोउहल्ले, समुप्पण्णसड्डे समुप्पण्णसंसए समुप्पण्णकोउहल्ले उट्ठाए उढेइ, उठाए उद्वित्ता जेणामेव अज्जसुहम्मे थेरे तेणामेव उवागच्छइ, उवागच्छित्ता अज्ज सुहम्मे थेरे तिक्खुत्तो आयाहिणं पयाहिणं करेइ, करेत्ता वंदइ णमंसइ, वंदित्ता णमंसित्ता अज्जसुहम्मस्स थेरस्स णच्चासण्णे णाइदूरे सुस्सूसमाणे णमंसमाणे अभिमुहं पंजलिउडे विणएणं पज्जुवासमाणे एवं वयासीભાવાર્થ :- ત્યાર પછી આર્ય જંબૂસ્વામીને તત્ત્વ વિષયક શ્રદ્ધા જિજ્ઞાસા જાગૃત થઈ, સંશય થયો, કુતૂહલ જાગ્યું. વિશેષરૂપથી શ્રદ્ધા થઈ, સંશય થયો, કુતૂહલ જાગ્યું. શ્રદ્ધા-સંસય-કુતૂહલ ઉત્પન્ન થયું, વિશેષરૂપથી શ્રદ્ધા-સંશય અને કુતૂહલ ઉત્પન્ન થયું. ત્યારે તેઓ ઉત્થાન કરી (ઉત્સાહથી) ઊભા થયા. ઊભા થઈને જ્યાં આર્ય સુધર્માસ્વામી હતા ત્યાં આવ્યા. આવીને આર્ય સુધર્મા સ્થવિરને જમણી બાજુથી પ્રારંભીને ત્રણવાર પ્રદક્ષિણા(આવર્તન) કરી વંદન નમસ્કાર કર્યા. વંદન નમસ્કાર કરીને સ્થવિર આર્ય