________________
આત્યાંતિક ક્ષય કરી, અષ્ટ આત્મગુણોપેત સિદ્ધિને વરનારા ૯૦ સાધકોનું ઉચ્ચતમ પવિત્ર ચરિત્ર છે.
પ્રસ્તુત આગમની ભાષા :
મગધદેશની માગધી ભાષા બોલચાલમાં હતી. તેને સાહિત્યિક રૂપ આપવા માટે તેમાં કેટલાક વિશેષ શબ્દોનું એવં પ્રાંતીય બોલીઓનું મિશ્રણ પણ થયું છે. તેથી આગમભાષા મિશ્ર માગધી હોવાને કારણે "અર્ધમાગધી" કહેવાય છે. આગમકાર કહે છે કે અર્ધમાગધી ભાષા તીર્થકરો, ગણધરો એવં દેવોની પ્રિય ભાષા છે અને હોય જ. કારણ કે લોકભાષાની સર્વપ્રિયતા સર્વમાન્ય જ છે. લોકભાષા વ્યક્તિની પોતાની બોલી હોવાથી સહજ અને સરળતાથી હૃદય સુધી પહોંચી શકે છે. લોકોપકાર માટે પણ લોકભાષાનો પ્રયોગ અનિવાર્ય છે. આ આગમની ભાષા(મૂળપાઠ) અર્ધમાગધી છે. શૈલી : કથન પદ્ધતિ :
આ આગમની રચના કથાત્મક શૈલીમાં છે. પ્રાચીન પારિભાષિક શબ્દાવલીમાં આ શૈલીને "કથાનુયોગ" પણ કહેવાય છે. તે ને તેમાં સમા થી કથાનો પ્રારંભ થાય છે. આગમોમાં શ્રી જ્ઞાતાધર્મકથા, ઉપાશકદશાંગ, અનુત્તરોપપાતિક, વિપાક અને અંતકૃશાંગ સૂત્ર આ શૈલીમાં નિર્માણ થયેલા છે.
અર્ધમાગધી ભાષામાં કોઈ કોઈ શબ્દોના બે રૂપ ઉપલબ્ધ થાય છે परिवसति-परिवसइ, रायवण्णतो-रायवण्णओ, एगवीसाते-एगवीसाए । આ આગમમાં પ્રાયઃ "સ્વરાન્તરૂપ" ગ્રહણ કરવાની શૈલી અપનાવી છે.
પર્યુષણાકલ્પ વગેરેમાં સ્વાધ્યાયીની સુગમતાને લક્ષ્યમાં રાખી આ આગમમાં 'જાવ' શબ્દનો પ્રયોગ અલ્પ માત્રામાં જ કર્યો છે. મહાનતપને વ્યવસ્થિત અને સરળતાથી સમજી શકાય એટલા માટે વિશિષ્ટ તપોના સ્થાપના યંત્રો પણ સુંદર, કલાત્મક અને આકર્ષકરૂપે જિજ્ઞાસુ સાધક સમક્ષ મૂકવાનો પ્રયાસ કર્યો છે.
40