________________
અનુવાદિકાની કલમે
- સુસ્વરકંઠી સાધ્વી શ્રી ભારતીબાઈ મ.
અંતકૃદશા : એક અધ્યયન :
અતીત ઈતિહાસના સુવર્ણ પૃષ્ઠોનું પરિશીલન કરતાં સ્પષ્ટ પરિજ્ઞાન થાય છે કે પ્રાગૈતિહાસિક કાળથી જ ભારતીય તત્ત્વચિંતનની બે ધારાઓ ચાલી છે. જેને આપણે બ્રાહ્મણ સંસ્કૃતિ અને શ્રમણ સંસ્કૃતિના નામથી જાણીએ છીએ. બંને સંસ્કૃતિની ગંગોત્રી તો ભારતની ભવ્ય ભૂમિ જ રહી છે. કાળક્રમે સમયાનુસાર બંને સંસ્કૃતિ ફાલીફૂલી છે. બંને સંસ્કૃતિ એક સાથે જ પ્રવાહિત હોવાથી એક બીજાનો પરસ્પર એકબીજા ઉપર પ્રભાવ પડવો તે સ્વાભાવિક જ છે. બંનેની મૌલિક વિચારધારાઓમાં અનેક સામ્યતાઓ હોવા છતાં બંને, પોત-પોતાના સ્થાને ભિન્ન ભિન્ન અને સ્વતંત્ર છે. બ્રાહ્મણ સંસ્કૃતિનાં મૂળભૂત ચિંતનનો સોત 'વેદ' છે. જૈન પરંપરાના ચિંતનનો આધ સોત 'આગમ' છે. વેદ અને શ્રુત શબ્દમાં અર્થની દષ્ટિએ અત્યધિક સામ્ય છે. બંનેનો સંબંધ "શ્રવણ"થી છે. જે સાંભળવામાં આવ્યું તે શ્રુત છે. કહ્યું છે કે
श्रूयते स्मेति श्रुतम्(तत्त्वार्थ राजवार्तिक)।
श्रूयते आत्मना तदिति श्रुतं शब्दः । (विशेषावश्यकभाष्य मलधारीयावृत्ति)
અને આ જ ભાવવાચક શ્રવણ શ્રુતિ છે. માત્ર શબ્દો સાંભળવા જ શ્રુતિ કે શ્રુતનો અભીષ્ટ(ઈચ્છિત) અર્થ નથી. એનો તાત્પર્યાર્થ છે- જે વાસ્તવિક હોય, પ્રમાણભૂત હોય, જન-જનના મંગલની ઉદાત્ત વિચારધારાથી યુક્ત હોય, જે આપ્તપુરુષો કે સર્વજ્ઞ, સર્વદર્શી વિતરાગ મહાપુરુષો દ્વારા કથિત હોય તે આગમ છે, શ્રત છે, શ્રુતિ છે. સાધારણ(સામાન્ય) વ્યક્તિ જે રાગદ્વેષથી સંત્રસ્ત છે તેના વચનો શ્રુત કે શ્રુતિની કોટિમાં
A
30
/