________________
સંપાદન અનુભવ
ડો. સાધ્વી આરતી તથા સાધ્વી સુબોધિકા
અંતગડ સૂત્ર ધર્મકથાનુયોગમાં સમાવિષ્ટ થાય છે. તેમાં ધર્મકથા – ૯૦ આત્માઓના જીવન ચરિત્રના માધ્યમે કર્મ નિર્જરા, કર્મ સંવરના કારણ રૂપ તપશ્ચર્યા અને તપશ્ચર્યાના કાર્યરૂપ સંપૂર્ણ કર્મના ક્ષયથી પ્રાપ્ત થતાં મોક્ષતત્ત્વનું નિરૂપણ છે. ધર્મકથા, દષ્ટાંત અને જીવન ચરિત્રના માધ્યમે તત્ત્વ સુપાચ્ય બની જાય છે.
આ અંતગડ-અંતકૃતદશાંગ સૂત્રના આઠ વર્ગ છે. ગટ્ટુ વળા અટ્ઠનુ ચેવ વિશેસુ ૩દ્દિસ્વિનંતિ । આઠ દિવસમાં આ સૂત્રની વાંચના થાય છે. આઠ વર્ગ અને આઠ દિવસમાં વાંચન થવાના કથનથી પર્યુષણ મહાપર્વના આઠ દિવસ સાથે આ શાસ્ત્રનો સંયોગ થઇ ગયો હોય, તેમ લાગે છે. વર્તમાનમાં પર્વાધિરાજ પર્યુષણ મહાપર્વમાં આ સૂત્રનું વાંચન કરવાની પ્રથા ચાલુ છે. લોકો શ્રદ્ધાપૂર્વક આ શાસ્ત્રનું વાંચન અને શ્રવણ કરે છે.
આ આખું આગમ તપશ્ચર્યા અને તેમાં રાખેલી સમતા, ક્ષમા, સહનશીલતા આદિ ગુણોનું દ્યોતક છે. આત્માને અંતરાભિમુખ બનાવવા પર્યુષણ પર્વ છે અને અંતિમ સંવત્સરીનો દિવસ વેરનો વિરામ કરી ક્ષમાના આદાન – પ્રદાનનો દિવસ છે. સંવત્સરીના આ મહાધ્યેયના સાક્ષાત્કાર કરવામાં આ જીવનચરિત્રો મહા ઉપકારક અને દિશાસૂચક બની રહે છે.
આ આગમ કથિત બધાં જ આત્માઓએ કોઇ પણ વિશિષ્ટ પ્રકારની તપ આરાધના કરી શરીરને કશ કર્યું છે અને તેની સાથે પોતાના વિભાવ ભાવોને કૃશ કરી અંતે કર્મક્ષય કર્યા. તેઓ સમતા, તિતિક્ષા અને સહનશીલતાની સાક્ષાત પ્રતિમા રૂપ હતાં. ગજસુકુમારમુનિ મસ્તક ઉપર અંગારા મૂકાવા છતાં સમતાભાવે સહન કરી, પૂર્વકૃત કર્મક્ષય કરી નિર્વાણને પ્રાપ્ત થયા. અર્જુનમાળી અણગાર છઠના પારણે છઠની આરાધના કરતાં લોકોના માર, અપમાન, તિરસ્કારમાં સમતા રાખી નિર્વાણને પ્રાપ્ત થયા. સમતા એ જ સામાયિક છે અને
28