________________
સંપાદકીય
અપૂર્વ મૃતઆરાધક ભાવયોગિની બા. બ્ર. પૂ. લીલમબાઈ મ. સ.
પ્રિય પાઠક ! દેવાણુપ્રિય!
તારા કર કમળમાં આ અંતગડસૂત્ર મૂકતા અત્યંત આહ્વાદ અનુભવું છું. આ છે આઠ અંગ જિનેશ્વર પ્રણીત, ગણધર રચિત. આઠ કર્મક્ષય કરવા શરીરના આઠેય અંગમાં જિનાજ્ઞા ધારણ કરી આનંદ રસની આંગી રચી, રોમરોમમાં રત્નત્રયને રમાડી, શાંતરસમય બનાવી ત્રણ યોગના એકત્વનું અનુસંધાન કરી, ઉત્કૃષ્ટ વીતરાગ ભાવનું રસાયણ બનાવી, સ્વરૂપમાં સમાઈ જવાની ક્રિયા કરાવનારું જે છે તે અંતગડ સૂત્ર.
અંતગડ સૂત્ર એટલે અંતઃકરણની યાત્રા. આધ્યાત્મિક જીવન જોવાનું ચિત્રમય જીવન-કવન ધર્મકથાનુયોગના રૂપમાં આવે પરંતુ સ્વરૂપની પોતાની જ વાત કહી જતું હોય તેવું દર્પણ છે.
પૂરા અંતગડ સૂત્રમાં બે શાસનપતિ સૂર્ય જેવા પ્રકાશે છે. તેના પ્રકાશથી નેવું આત્મા તરી જાય છે. એ બે સહસરશિમ ભાન છે, પ્રભુ નેમનાથ અને ભગવાન મહાવીર,
એક બાજુ કર્મક્ષેત્રે પદવીધર બળદેવ અને વાસુદેવ પ્રકાશે છે જ્યારે બીજી બાજુ સમ્રાટ શ્રેણિક અને અભયકુમાર ચમકે છે. બંનેએ અહિંસા ધર્મનો ઝંડો ફરકાવી તીર્થકર નામ ગોત્ર ઉપાર્જન કર્યું છે. એમનાથ પ્રભુ જ્યારે જ્યારે દ્વારકામાં પધાર્યા ત્યારે ત્યારે કૃષ્ણ વાસુદેવે અદ્ભુત કાર્યનું સર્જન કર્યું. ધાર્મિક ક્ષેત્રે કૃષ્ણ જોરદાર દલાલી કરી હતી. કૃષ્ણ વાસુદેવના ગુણોનું વર્ણન અંતગડસૂત્રમાં સુવર્ણ રેખાથી અંકિત થયું છે. જ્યાં જે જે યોગ્ય હોય ત્યાં તે તે આચરણ કરી કાર્યનિષ્ઠ રહી સેવા બજાવી. તેમની વ્યવહારકુશળતાની દક્ષતા દાદ માંગી જાય છે. તેમજ શ્રીકૃષ્ણ માતૃભક્તિ, સાધર્મિક ભક્તિ હૃદયના ભાવ ભરી ભરીને કરી હતી. તેમજ શ્રેણિક મહારાજ પ્રભુ મહાવીર પ્રત્યેની અવિહડ ભક્તિથી કેદનાં દુઃખો સહી શક્યા હતા.