________________
પરિશિષ્ટ-પ્
૧૧
ત્યાં આવે છે. તે જ સમયે ભગવાન મહાવીર પણ પાવાપુરી બહાર મહાસેન ઉદ્યાનમાં પધાર્યા હતા. ભગવાનનો મહિમા, દેવાતિશય જોઈ તેમનો પરાજય કરવા અહંકારથી ગૌતમ સમવસરણમાં આવ્યા પરંતુ સ્વયં જ પ્રભાવિત થઈ, પ૦૦ શિષ્યો સાથે પ્રભુના શિષ્ય બની ગયા. પ્રભુની દેશનામાં ગણધર પદવી પામ્યા.
૫૦ વર્ષની ઉંમરે તેઓ દીક્ષિત થયા. ૩૦ વર્ષ છદ્મસ્ય સાધુ પર્યાયમાં અને બાર વર્ષ કેવળી પર્યાયમાં રહ્યા. પોતાના નિર્વાણ સમયે પોતાનો ગણ આર્ય સુધર્મા સ્વામીને સોંપી, ગુણશીલ ઉદ્યાનમાં માસિક અણુસણ કરી પ્રભુ મહાવીરના નિર્વાણ બાદ બાર વર્ષ પછી ૯૨ વર્ષની ઉંમરે નિર્વાણપદને પામ્યા.
શાસ્ત્રોમાં ગૌતમ સ્વામીનો પરિચય આ પ્રમાણ મળે છે– ભગવાનના જ્યેષ્ઠ શિષ્ય હતા. સાત હાથ ઊંચા, ઉત્કૃષ્ટ સંહનન સંસ્થાનના ધણી, સુવર્ણસમા ગૌરવર્ણી, ઉચ્ચતપસ્વી, દીપ્તતપસ્વી, મહાતપસ્વી, ઘોરતપસ્વી, ઘોરબ્રહ્મચારી, સંક્ષિપ્ત વિપુલ તેજોલેશ્યાના ધણી, અનાસક્ત, ચૌદપૂર્વી મતિ, શ્રુત, અવધિ, મનઃપર્યવ આદિ ચાર જ્ઞાનના ધારક, સર્વાક્ષર સન્નિપાતી હતા. પ્રભુ મહાવીર સમીપે હંમેશા ઉત્કટ (ઉંકડું) આસને અને નતમસ્તકે બેસનારા હતા. સંયમી અને તપસ્વી આત્મા હતા.
(૩) કૌબ્રિક :– રાજા શ્રેણિકની રાણી ચેલણાના પુત્ર, અંગદેશની રાજધાની ચંપાનગરીના અધિપતિ, ભગવાન મહાવીરના પરમ ભક્ત હતા. કોણિક શૌર્યવંતા રાજવી હતા. ભગવતી, ઔપપાતિક અને નિરયાવલિકામાં કોણિકનું વિસ્તૃત વર્ણન છે. રાજ્ય લોભને કારણે પિતા શ્રેણિકને જેલમાં નાંખ્યા હતા. (જો કે પૂર્વ ભવનું વેર હતું) શ્રેણિકના મૃત્યુ પછી પોતાના આ દુષ્કૃત્યને ભૂલી શક્યા નહીં અને રાજગૃહીમાંથી તેણે પોતાની રાજધાની ચંપામાં સ્થાપી.
સચેનક હસ્તિનક તથા પૈતૃક સંપત્તિ દિવ્ય હાર પોતાના નાના બે ભાઈ હલ્લ, વિહલ્લ પાસેથી છીનવી લેવા નાના ચેટકરાજા સાથે ભયંકર યુદ્ધ કર્યું હતું. કરોડો વ્યક્તિઓનો સંહાર થયો હતો. કોશિક ચેટયુક્ત જૈન ઇતિહાસમાં પ્રસિદ્ધ છે.
(૪) ચેલણા :– રાજા શ્રેબ્રિકના પ્રિય રાણી તથા વૈશાલીના અધિપતિ ચેટકરાજાના પુત્રી હતાં. ચેટકરાજા જૈનધર્મી શ્રમણોપાસક હતા. ચેલ્લણા સુંદરી, ગુણવતી, બુદ્ધિમતિ, ધર્મપ્રાણ નારી હતાં. શ્રેણિકરાજાને ધર્માનુરક્ત, જૈનધર્મી બનાવવામાં ચલ્લણાનો બહુ મોટો સહયોગ હતો. ચેલ્લણાનો રાજા શ્રેણિક પ્રતિ કેટલો પ્રગાઢ અનુરાગ હતો તેનું પ્રમાણ નિરયાવલિકા"માં મળે છે. કોણિક, હલ અને વિહલ આ ત્રણે ય ચેલ્લણાના પુત્રો હતા.
(૫) જંબૂસ્વામી :– જંબુસ્વામી સુધર્મા ગણધરના અત્યંત જિજ્ઞાસુ અંતેવાસી શિષ્ય હતા. રાજગૃહ નગરના સમૃદ્ધ, વૈભવશાળી ઈલ્ય શ્રેષ્ઠીપુત્ર હતા. પિતાનું નામ ઋષભદત્ત તથા માતાનું નામ ધારિણી હતું. જંબૂકુમારના જન્મ પૂર્વે માતાએ સ્વપ્નમાં જંબૂવૃક્ષ જોયું હતું. તે કારણે પુત્રનું નામ જંબૂકુમાર રાખ્યું હતું. માતા પિતાના અત્યંત આગ્રહના કારણે લગ્નની અનુમતિ આપી. માતા પિતાએ આઠ ઈભ્યવર શ્રેષ્ઠી કન્યાઓ સાથે જંબુકુમારનો વિવાહ કર્યો. લગ્નની પ્રથમ રાત્રિએ જ આઠ નવવિવાહિતા પત્નીઓને