________________
[ ૨૧૦]
શ્રી અંતગડ સૂત્ર
વ્યક્તિ અને ભૌગોલિક પરિચય
વિશિષ્ટ વ્યક્તિ પરિચય :
આ ગ્રંથાગમમાં તીર્થકરો, ગણધરો, રાજાઓ, રાજકુમાર એવં રાણીઓ આદિનો ઉલ્લેખ છે. આગમ અને ઐતિહાસિક દૃષ્ટિથી તેનો વિશેષ પરિચય અહીં આપવામાં આવ્યો છે. જે આ પ્રમાણે છે
ભગવાન અરિષ્ટનેમિ તથા પ્રભુ મહાવીર સ્વામી જેઓ સિદ્ધગતિને પામેલા નેવું આત્માઓના પ્રાણાધાર છે, તેમનું જીવન પ્રસિદ્ધ હોવાથી વિશેષ પરિચય અહીં નથી આપ્યો. (૧) અભયકુમાર :- "ગદી અમો " આ સંકેત દ્વારા જ્ઞાતાસૂત્રમાં મેઘકુમારના અધિકારમાં ચાર બુદ્ધિના ધણી અભયકુમારે પોતાની લઘુમાતા ધારિણીનો દોહદ પૂર્ણ કરવા પોતાના પૂર્વભવના મિત્રદેવ સૌધર્મકલ્પવાસી દેવની પૌષધયુક્ત અઠ્ઠમતપની આરાધનાથી હરિગમેલી દેવનું ધ્યાન કર્યું અને તેમને પ્રસન્ન કર્યા હતા. તે દેવ દ્વારા અકાલે મેઘનો દોહદ પૂર્ણ કરાવી લઘુમાતાને ખુશ કર્યા હતા. તેવી જ રીતે કૃષ્ણ મહારાજે માતા દેવકીનો મનોરથ પૂર્ણ કરવા હરિëગમેષી દેવનું ધ્યાન ધર્યું અને માતાની ઈચ્છા પૂર્ણ કરી તેને ખુશ કર્યા હતા. (૨) ઈન્દ્રભૂતિ ગૌતમ ગણધર - ઈન્દ્રભૂતિ ગૌતમ ભગવાન મહાવીરના પ્રધાન શિષ્ય હતા. મગધની રાજધાની રાજગૃહની પાસે ગોબરગામ તેમની જન્મભૂમિ હતી. મારી મુશ્વરને ગયા તિન્નેવ જયમલ્સ કુત્તા – (આવશ્યકનિર્યુક્તિ ગા. ૬૪૩) જે આજે નાલંદાનો જ એક ભાગ મનાય છે. તેઓશ્રીના પિતાનું નામ વસુભૂતિ તથા માતાનું નામ પૃથ્વી હતું. તેમનું ગોત્ર ગૌતમ હતું. આદ્યાના त्रयाणां, गणभृतां पिता वसुभूतिः । आद्यानां त्रयाणां गणभृतां माता पृथिवि ॥ (આવશ્યક મલય. ૩૩૮)
ગૌતમનો વ્યુત્પત્તિજન્ય અર્થ કરતા જૈનાચાર્યોએ લખ્યું છે કે બુદ્ધિ દ્વારા જેનો અંધકાર નષ્ટ થઈ ગયો છે તે ગૌતમ છે. મતનો ધ્વસ્ત વચ્ચે સ ન તન: – (અભિધાન રાજેન્દ્ર કોષ ભા. ૩.) આમ તો ગૌતમ શબ્દ કુલ અને વંશનો વાચક છે. સ્થાનાંગ સૂત્રમાં સાત પ્રકારના ગૌતમ બતાવવામાં આવ્યા છે– ગૌતમ, ગાર્ગ, ભારદ્વાજ, આંગિરસ, શર્કરાભ, ભાસ્કરાભ, ઉદકાત્માભ. વૈદિક સાહિત્યમાં ગૌતમ શબ્દ કુળથી પણ સંબંધિત છે અને ઋષિઓથી પણ.- (સ્થાનાંગ સૂત્ર ૭/૫૫૧)
ગૌતમ નામથી અનેક ઋષિ, ધર્મસૂત્રકાર, ન્યાયશાસ્ત્રકાર, ધર્મશાસ્ત્રકાર પ્રભૂતિ વ્યક્તિ થઈ ગયા. અરુણ ઉદ્દાલક, અરુણી આદિ ઋષિઓનું પણ પૈતૃકનામ ગૌતમ હતું. ઈન્દ્રભૂતિ ગૌતમનું ગોત્ર ક્યું હતું અને તેઓ કયા ઋષિવંશથી સંબંધિત હતા તે કહેવું કઠિન છે પરંતુ એટલું નિર્વિવાદ સત્ય છે કે ગૌતમ ગોત્રના મહાન ગૌરવને અનુરૂપ જ તેમનું વ્યક્તિત્વ વિરાટ અને પ્રભાવશાળી હતું. આગમો તથા આગમેતર સાહિત્યમાં ગૌતમનું ઘણું વર્ણન મળે છે.
એકવાર પાવાપુરીમાં આર્ય સોમિલ બ્રાહ્મણનું નિમંત્રણ મળતાં યજ્ઞોત્સવ માટે ઈન્દ્રભૂતિ ગૌતમ