________________
૧૯૬]
શ્રી અંતગડ સૂત્ર
મુદ્ગરપાણિ યક્ષનું આગમન. (૩) દેવ આરાધનાના ચાર પ્રકાર :- (૧) સુદર્શન શ્રેષ્ઠીવતુ. (૨) રાજાઓ દ્વારા તીર્થકર ભગવાનના દર્શનવતું. (૩) શ્રીકૃષ્ણના અટ્ટમ પૌષધવત્. (૪) સુલસા, અર્જુનવત્. (૪) આત્મલક્ષ્યથી લોકોત્તર આરાધનાના ભેદ :-(૧) સર્વવિરતિ- ૯૦ પુણ્યાત્માઓના ચરિત્ર ગ્રહણવત્.(૨) દેશવિરતિ- સુદર્શન શ્રેષ્ઠીની વ્રત આરાધનાવત્ અને (૩) અનુમોદના-શ્રી કૃષ્ણ વાસુદેવની ધર્મદલાલીની સમાન.(૪) તપોવિધિ– ૯૦ સાધુ સાધ્વીજીના વિવિધ તપશ્ચરણ, પ્રતિમાઓનું વર્ણન (૫) કર્મોના વિષયમાં:- (૧) શુભ કર્મોના ઉદયથી સંસાર સુખનો ભોગવટો યાદવો સમાન.(૨) સંસારના સુખ ભોગથી પાપકર્મનો બંધ યાદવાધિપતિ સમાન.(૩) પુણ્યફળના ત્યાગથી મોક્ષમાર્ગમાં ગતિઅર્જુનમાળી સિવાયના ૮૯ આત્માઓ સમાન.(૪) પાપકર્મના ઉદયથી દુઃખ ઉત્પન્ન થાય છે અને સમભાવે ઉપસર્ગ પરિષહ સહન કરવાથી મોક્ષ મળે છે. અર્જુન માળી, ગજસુકુમાલ મુનિવતુ.(૫) વૈરની વસુલાતથી પુનઃ કર્મબંધ–સોમિલબ્રાહ્મણ સમાન.() જલ્દી કર્મ ક્ષય કરવાનો ઉપાય–બારમી ભિક્ષુ પ્રતિમા.
(૬) આધ્યાત્મિક શક્તિ સમક્ષ દેવી શક્તિ પણ હારે છે. (૧) દ્વારિકાના સંયમ આરાધકોને દેવ જલાવી શકતા નથી. (૨) શ્રમણોપાસક શ્રેષ્ઠી સુદર્શનના તેજથી મુદ્ગરપાણિ યક્ષ અભિભૂત થઈ ગયો. (૭) મોહના વિવિધ રૂપ :-(૧) સંતાનના મોહથી આર્તભાવ- દેવકીરાણીની સમાન.(૨) સંતાનના મોહથી રૌદ્રભાવ- સોમિલ બ્રાહ્મણ સમાન.(૩) સ્ત્રીમોહથી અનર્થ– લલિત ગોષ્ઠી સમાન.(૪) દેહાધ્યાસ ત્યાગથી વીતરાગભાવ- ગજસુકુમાલ, અર્જુનમાળી સમાન.
(૮) લોકનીતિના ત્રણ રૂપ :- (૧) અસમર્થોને સહયોગ- શ્રીકૃષ્ણ દ્વારા વૃદ્ધને સહાયતા કરવા સમાન. (૨)પ્રજાનું યથાયોગ્ય સંરક્ષણ-શ્રેણિકરાજા સમાન. (૩) ઉપકારકાર્યો કરનારને પ્રોત્સાહનલલિતગોષ્ઠીને રાજ્યહિત સંબંધી કાર્ય કરવા પર રાજા શ્રેણિક દ્વારા અપાયેલા સ્વતંત્રતાના અધિકાર સમાન.
આ પ્રમાણે અંતગડદશાનો પ્રતિપાદ્ય વિષય છે– સંસાર પક્ષના વિવિધ રૂપો બતાવીને સાધકને ત્યાગની પ્રેરણા દઈ ભવાંતઃક્રિયા તરફ લઈ જવાનો. શ્રી સુધર્મા સ્વામીએ આર્ય જંબૂ અણગારના પ્રશ્નોનું સમાધાન કરવા, વિવિધ ચરિત્રોનું સંયોજન કરી, ભવની અંતક્રિયાનું જ વિવિધ પાસાઓ દ્વારા પ્રતિપાદન કર્યું છે.
ભક્તિનું પ્રયોગાત્મક સૂચ- પ્રણિપાત સૂત્ર :-(નમોત્થણંનો પાઠ)
જૈન ભક્તિ સાધનામાં પ્રણિપાત સૂત્રનું અત્યધિક મહત્ત્વ છે. શ્રીમદ્ હરિભદ્રસૂરીશ્વરજીએ 'લલિતવિસ્તરા' નામક ટીકામાં 'નમોત્થણે સૂત્રની વ્યાખ્યા કરી છે. શ્રી અંતગડ સૂત્રમાં પણ પ્રણિપાત