________________
| નિક્ષેપ/પરિશેષ.
| ૧૯૫ |
જુઓ. (૧૨) સર્વજ્ઞ વયને નહીં આત્માની યોગ્યતાને જુએ છે. (૧૩) રાજ્યવૈભવ અને સત્તાથી પણ મૂલ્યવાન છે આત્મોત્થાન. (૯) સાતમા વર્ગનો સંદેશ– સુકુમારતામાં બિરાજમાન ધર્મવીર્ય. (૧૦) આઠમા વર્ગનો સંદેશ– આરાધનાની કસોટી બાહ્યતા. નામ સાદગ્યતા કેમ? - પહેલા વર્ગના ૧૦ અધ્યયન અને બીજાવર્ગના આઠ અધ્યયનના કુલ ૧૮ (અઢાર) ચરિત્ર નાયકોના નામમાં ચાર નામ એક સમાન છે. સમુદ્ર-સાગર–અક્ષોભ અને અચલ. બંને વર્ગના માતાપિતા અંધકવૃષ્ણિ અને ધારિણી છે. એક જ માતા પિતાના સંતાનોના નામ સમાન કેવી રીતે હોય? કાં તો બંને વર્ગના માતા પિતા અલગ હોવા જોઈએ અગર ભાઈઓના નામ સમાન તો ન જ હોય તો પૂ. જયમલજી મ. સા. ના કહેવા પ્રમાણે આ અઢાર સગા ભ્રાત ન હોવા જોઈએ. સમાધાન - ટીકાકારે આ બાબતમાં કોઈ સમાધાન કર્યું નથી. સંભવી શકે કે તેઓની સામે અંતગડા સૂત્રની વિસ્તૃત વાચના રહી હોય જેથી આ પ્રકારની સમસ્યા જ ઉદ્ભવી ન હોય અથવા તો અનુમાન થાય છે કે પાઠોના સંકોચ કરવાના કારણે આ સમસ્યા ઉત્પન્ન થઈ હોય. જેવી રીતે કાકાનું નામ વિશ્વભૂતિ અને ભત્રીજાનું નામ વિશ્વનંદી, મોટા બાપુજીનું નામ વિશાખાનંદી અને અનુજ(નાનોભાઈ) પુત્રનું નામ વિશાખાભૂતિ આમાં પાછળનું નીકળી જાય તો નામમાં સમાનતા થઈ જાય. અગર એક જ પિતાના પુત્રોના નામ ધનદત્ત, ધનપાલ, ધનકુમાર, ધનદેવહોઈ શકે છે. અન્ય જગ્યાએ પૂરા નામ હોય પરંતુ સંક્ષિપ્તીકરણમાં પાછળના શબ્દો નીકળી જતાં એક સમાન જ નામ થઈ જાય છે. શોધાર્થીઓ માટે આ વિષય અન્વેષણીય છે. મૂળ પાઠમાં પ્રથમ વર્ગમાં પિતાનું નામ અંધકવૃષ્ણિ છે અને બીજા વર્ગમાં "વૃષ્ણિ" છે. એથી પણ ભિન્ન પિતા હોવાની કલ્પના કરી શકાય છે.
આઠ ય વર્ગોના વિષયોની વિવિધ છણાવટ :(૧) અંતગડદશાનો મુખ્ય વિષય છે મોક્ષ અને મોક્ષના સાધનોની ઉપાદેયતા તથા સંસાર અને સંસારના કારણો–અપાયોની હેયતા.
(૨) આ સંસાર અને સંસારના તમામ સાંસારિક કાર્યો પુણ્ય અને પાપની ઉદયલીલાનું પરિણામ છે. પુણ્યોદય હોય તો દેવના સહયોગે કાર્ય સિદ્ધ થાય છે અને પાપોદય હોય તો દેવનો યોગ વિનાશનું કારણ બને છે.
આ પૃથ્વી પર દવાકર્ષણ પાંચ કારણોસર થાય છે. (૧) પુણ્યોદયથી-કૃષ્ણ મહારાજના પુણ્યોદયે દ્વારિકા નિર્માણનું કાર્ય. (૨) પાપોદયથી– કૃષ્ણ મહારાજના પાપોદયના કારણે (દ્વિપાયન ઋષિનો આત્મા) અગ્નિકુમાર દેવ દ્વારા દ્વારિકા વિનાશનું કાર્ય. (૩) સાવધ આરાધનાથી- સુલતાની સાવધ ભક્તિથી હરિર્ઝેગમેષી દેવનું આગમન. (૪) નિરવ આરાધનાથી- કૃષ્ણ મહારાજના નિરવ અઠ્ઠમ તપની આરાધનાથી હરિëગમેલીનું આગમન. (૫) સાવધ આરાધકના રોષથી- અર્જુનમાળીના રોષથી