________________
| વર્ગ ૮ /અધ્ય. ૧૦
_.
- ૧૯૧ |
"વર્ધમાન-આયંબિલ તપ" ની આરાધના ચૌદ વર્ષ, ત્રણ માસ, વિસ અહોરાત્રિમાં પૂર્ણ કરી. આરાધના પૂર્ણ કરી મહાસેનકૃષ્ણા આર્યા જ્યાં ગુણી આર્યા ચંદનબાળાજી હતાં ત્યાં આવ્યાં. ચંદનબાળાજીને વંદન નમસ્કાર કરી તેમની આજ્ઞા પ્રાપ્ત કરી ઘણા ઉપવાસાદિ તપ દ્વારા આત્માને ભાવિત કરતાં વિચરવાં લાગ્યાં. મહાસેનકુષ્ણા આર્યા શરીરથી અત્યંત દુર્બળ થઈ જવા છતાં તપ તેજથી અત્યંત શોભવા લાગ્યાં. | २ तए णं तीसे महासेणकण्हाए अज्जाए अण्णया कयाइ पुव्वरत्तावरत्तकाले चिंता जहा खंदयस्स जाव अज्जचंदणं अज्जं आपुच्छइ जाव (संलेहणा) कालं अणवकंखमाणी विहरइ ।
तए णं सा महासेणकण्हा अज्जा अज्जचंदणाए अज्जाए अंतिए सामाइयमाइयाइं एक्कारस अंगाई अहिज्जित्ता, बहुपडिपुण्णाइं सत्तरस वासाइ परियायं पालइत्ता, मासियाए संलेहणाए अप्पाणं झूसित्ता, सढेि भत्ताई अणसणाए छेदित्ता जस्सट्ठाए कीरइ णग्गभावे जाव तम8 आराहेइ, आराहित्ता चरिमउस्सास णिस्सासेहिं सिद्धा।
अट्ठ य वासा आई, एक्कोत्तरियाए जाव सत्तरस्स ।
एसो खलु परियाओ, सेणियभज्जाण णायव्वो ॥१॥ ભાવાર્થ:- એકદા સમયે મહાસેનકૃષ્ણા આર્યાને અંદકની જેમ ધર્મ જાગરણ કરતાં ચિંતન ઉત્પન્ન થયું. આર્યા ચંદનાજીની આજ્ઞા લઈ રાવત સંલેખનાને ગ્રહણ કરી જીવન મરણની આકાંક્ષાથી રહિત થઈને વિચારવા લાગ્યાં.
મહાસેનકૃષ્ણા આર્યાએ આર્યા ચંદનાજી પાસે સામાયિકથી લઈ અગિયાર અંગોનું અધ્યયન કર્યું. સત્તર વર્ષની પૂર્ણ સંયમ પર્યાય પાળી, એક માસની સંલેખનાથી આત્માને ભાવિત કરી સાંઠ(0) ભક્ત અણસણને પૂર્ણ કરી વાવ જે કાર્ય માટે સંયમ અંગીકાર કર્યો હતો તેની સંપૂર્ણ આરાધના કરી, અંતિમ શ્વાસોચ્છવાસથી સિદ્ધ–બુદ્ધ-મુક્ત થયાં.
શ્રેણિક રાજાની દશ મહારાણીઓમાંથી પ્રથમ કાલીદેવીનો દીક્ષાકાળ આઠ વર્ષ, તત્પશ્ચાત્ ક્રમશઃ એક–એક વર્ષની વૃદ્ધિ કરતાં-કરતાં દસમા મહાસેન કુષ્માનો દીક્ષાકાળ સત્તર વર્ષનો જાણવો જોઈએ. વિવેચન :આયંબિનવમળ :- આયંબિલ–વર્ધમાન તપ. જેમાં આયંબિલ ક્રમશઃ વધે છે. આ તપની આરાધના ૧૪ વર્ષ, ૩ માસ, ૨૦ દિવસમાં પૂર્ણ થાય છે. એમા ચૌદ વર્ષ દશ દિવસ આયંબિલના તથા ૧૦૦(સો) દિવસ ઉપવાસના થાય છે.
આગલા તપોનું પરિશીલન કરવાથી જણાય છે કે તપની જે દિનસંખ્યા બતાવી છે, તેમાં તપ