________________
| વર્ગ ૮ /અધ્ય.૧
૧૫૯ |
अट्ठमं करेइ, करेत्ता सव्वकामगुणियं पारेइ पारेत्ता, છઠ્ઠ करेइ, करेत्ता सव्वकामगुणियं पारेइ पारेत्ता, चउत्थं करेइ, करेत्ता सव्वकामगुणियं पारेइ पारेत्ता, અ૬ छट्ठाई करेइ,करेत्ता सव्वकामगुणियं पारेइ पारेत्ता, अट्ठमं करेइ, करेत्ता सव्वकामगुणियं पारेइ पारेत्ता, છઠ્ઠ करेइ, करेत्ता सव्वकामगुणियं पारेइ पारेत्ता, चउत्थं करेइ, करेत्ता सव्वकामगुणियं पारेइ ।
एवं खलु एसा रयणावलीए तवोकम्मस्स पढमा परिवाडी एगेणं संवच्छरेणं तिहिं मासेहिं बावीसाए य अहोरत्तेहिं अहासुत्तं अहाअत्थं अहातच्चं अहामग्ग अहाकप्प सम्म काएण फासिया पालिया सोहिया तीरिया किट्टिया आराहिया भवइ । ભાવાર્થ :- સંયમ ગ્રહણ કર્યા પછી કોઈ એક વખતે કાલી આર્યા, આર્યા ચંદના સમીપે આવ્યા, આવીને બે હાથ જોડી વિનયપૂર્વક આ પ્રમાણે બોલ્યા- હે આર્યો! આપની આજ્ઞા હોય તો હું રત્નાવલી તપ અંગીકાર કરી વિચરવા ઈચ્છું છું. આર્યા ચંદનાએ કહ્યું– દેવાનુપ્રિયે! જેમ સુખ ઉપજે તેમ કરો, શુભ કાર્યમાં પ્રમાદ ન કરો.
ત્યારે કાલી આર્યા, આર્યા ચંદનાની આજ્ઞા પ્રાપ્ત કરી રત્નાવલીતપ અંગીકાર કરી વિચરવા લાગ્યા. તે રત્નાવલીતપ આ પ્રમાણે છે
એક ઉપવાસ કર્યો, કરીને સર્વકામ ગુણયુક્ત(વિગય સહિત) પારણું કર્યું. છઠ કર્યો, કરીને સર્વ કામગુણયુક્ત પારણું કર્યું. અઠ્ઠમ કરી, સર્વકામગુણયુક્ત પારણું. પછી આઠ છઠના પારણે છઠ કર્યા, પુનઃ એક ઉપવાસ..પારણું, છઠ–પારણું, અઠ્ઠમ...પારણું, પારણાં બધા વિગય સહિત કર્યા. આમ ક્રમશઃ એક એક વધતા સોળ સુધી ચડ્યા. સોળ ઉપવાસ કરી સર્વકામ ગુણયુક્ત પારણું કર્યું. પછી ૩૪ (ચોત્રીસ) છઠના પારણે છઠ કર્યા. છઠના પારણા પછી સોળ ઉપવાસ પારણું, પંદર ઉપવાસ પારણું. આમ પશ્ચાનુપૂર્વી ક્રમથી ક્રમશઃ એક એક ઘટાડતાં ઘટાડતાં છેલ્લે એક ઉપવાસનું પારણું. પારણું કરીને આઠ છઠના પારણે છઠ કર્યા. આઠ છઠ પછી અઠ્ઠમ કરી, પારણું કર્યું. છઠ કરી પારણું અને ઉપવાસ કરી પારણું કર્યું.
આ પ્રમાણે કાલી આર્યાએ રત્નાવલી તપની પ્રથમ પરિપાટીની સુત્રાનુસાર, અર્થાનુસાર, તદુભયાનુસાર, માર્ગાનુસાર સમ્યપ્રકારે કાયા દ્વારા સ્પર્શ કરી, પાલન કરી, શોધિત કરી, પાર કરી, પ્રશંસનીય આરાધના પૂર્ણ કરી. રત્નાવલી તપની પ્રથમ પરિપાટી એક વર્ષ, ૩ માસ, રર અહોરાત્રિમાં પૂર્ણ થાય છે.