________________
१४८
શ્રી અંતગડ સૂત્ર
શ્રી ભગવતી સૂત્રના ૫ માં શતકના ચોથા ઉદ્દેશામાં અતિમુક્ત મુનિના જીવનની એક સુંદર ઘટનાનું વર્ણન છે. જે અહીં પ્રાસંગિક હોવાથી મૂળપાઠ સહિત આપવામાં આવે છે–
ते काणं तेणं समएणं समणस्स भगवओ महावीरस्स अंतेवासी अइमुत्ते णामं कुमारसमणे पगइभद्दए जाव विणीए । तए णं से अइमुत्ते कुमारसमणे अण्णया कयाई महावुट्टिकायंसि णिवयमाणंसि कक्खपडिग्गह- रयहरणमायाए बहिया संपट्ठिए विहाराए । तए णं अइमुत्ते कुमारसमणे वाहयं वहमाणं पासइ, पासित्ता मट्टियाए पालि बंधइ, बंधित्ता 'णाविया मे णाविया में' णाविओ विव णावमयं पडिग्गहं उदगंसि कट्टु पव्वाहमाणे पव्वाहमाणे अभिरमइ, तं च थेरा अदक्खु, जेणेव समणे भगवं महावीरे तेणेव उवागच्छइ, उवागच्छित्ता एवं वयासी
• एवं खलु देवाणुप्पियाणं अंतेवासी अइमुत्ते णामं कुमारसमणे से णं भंते ! अइमुत्ते कुमारसमणे कइहिं भवग्गहणेहिं सिज्झिहिइ जाव अंतं करेहिइ ?
अज्जो ! त्ति समणे भगवं महावीरे ते थेरे एवं वयासी- एवं खलु अज्जो ! मम अंतेवासी अइमुत्ते णामं कुमारसमणे पगइभद्दए जाव विणीए से णं अइमुत्ते कुमारसम इमेणं चेव भवग्गहणेणं सिज्झिहिइ जाव अंत करेहिइ; तं मा णं अज्जो ! तुब्भे अइमुत्तं कुमारसमणं हीलेह, निंदह, खिंसह, गरहह, अवमण्णह, तुब्भे णं देवाणुप्पिया ! अइमुत्तं कुमारसमणं अगिलाए संगिण्हह, अगिलाए उवगिण्हह, अगिलाए भत्तेणं पाणेणं विणएणं वेयावडियं करेह । अइमुत्ते णं कुमारसमणे अंतकरे चेव, अंतिमसरीरिए चेव; तए णं ते थेरा भगवंतो समणेणं भगवया महावीरेणं एवं वुत्ता समाणा समणं भगवं महावीरं वंदइ, णमंसइ; अइमुत्तं कुमारसमणं अगिलाए संगिण्हंति जाव वेयावडियं करेंति । - [ भगवती सूत्र श. ५ ७.४]
અર્થ :— તે કાલે, તે સમયે શ્રમણ ભગવાન મહાવીર સ્વામીના શિષ્ય અતિમુક્ત કુમાર શ્રમણ કોઈ એક દિવસે મહાવર્ષા વરસ્યા બાદ પોતાનો રજોહરણ લઈ, હાથમાં નાનકડું પાત્ર લઈ, બહાર સ્થંડિલ હેતુ ગયા. રસ્તે જતાં અતિમુક્ત કુમાર શ્રમણે પાણીનું એક નાનું ખાબોચિયું જોયું અને જોતાની સાથે બચપણની ઘટનાનું સ્મરણ થઈ આવ્યું. તેઓએ ખાબોચિયાની ભીની માટીની પાળ બાંધી, બાંધીને નાવિક જે રીતે નાવને પાણીમાં છોડે છે એ રીતે અતિમુક્ત મુનિએ પોતાના પાત્રને પાણીમાં મૂકયું અને આ મારી નાવ છે. નાવ તરે, મારી નાવ તરે એમ કહી પાત્રને પાણીમાં તરાવતા ક્રીડા કરવા લાગ્યા. અતિમુક્ત કુમાર શ્રમણને આ પ્રમાણે કરતાં જોઈ સ્થવિર મુનિ તેને કંઈપણ કહ્યા વિના ચાલ્યા ગયા. શ્રમણ ભગવાન મહાવીર સમીપે આવી તેઓશ્રીને પૂછ્યું– હે ભગવન્ ! આપના શિષ્ય અતિમુક્ત કુમાર શ્રમણ કેટલા ભવ કર્યા બાદ સિદ્ધ થશે ? તથા સર્વ દુઃખોનો અંત કરશે ?
શ્રમણ ભગવાન મહાવીર સ્વામીએ તે સ્થવિર મુનિઓને સંબોધિત કરીને કહ્યું– હે આર્યો ! પ્રકૃતિથી ભદ્ર, પ્રકૃતિથી વિનીત એવો મારો અંતેવાસી શિષ્ય અતિમુક્ત કુમાર આ જ ભવમાં સિદ્ધ થશે યાવત્ સર્વ દુઃખોનો અંત કરશે તેથી હે આર્યો ! તમે અતિમુક્તકુમાર શ્રમણની હીલના, નિંદા, ખિંસના,