________________
| વર્ગ ૬ /અધ્ય. ૧૫
[ ૧૪૭ ]
જ્ઞાત કરવા માટે જ હું આપની આજ્ઞા પ્રાપ્ત કરી, સંયમ ગ્રહણ કરવા ઈચ્છું છું.
વિવેચન :
આ સૂત્રમાં છ વર્ષના નાના બાળકની કેટલી સ્પષ્ટ, નિર્મળ અને સહજ જ્ઞાનસંપદા છે કે જેને એના માતા પિતા પણ સમજી શકતા નથી. જ્ઞાનનો સંબંધ આત્મા સાથે છે પછી એ શરીર નાનું હોય કે મોટું, વૃદ્ધ હોય કે બાળકનું હોય, સ્થૂળ હોય કે પાતળું. માત્ર બે જ વાક્યની સમજણ દ્વારા એણે પોતાના માતા પિતાને નિરુત્તર કરી દીધા. જેમાં (૧) જે જાણું છું તે નથી જાણતો (૨) જે નથી જાણતો તે હું જાણું છું. જે નથી જાણતો તે જાણવા માટે જ હું સંયમ લેવા ઈચ્છું છું. આમ તેનું સંયમલક્ષ્ય સ્પષ્ટ છે.
આ સૂત્રમાં પ્રયુક્ત વાયTદંશબ્દનો અર્થ વૃત્તિકારે આ પ્રમાણે કર્યો છે. જેમાયેયદિ त्ति, कर्मणां ज्ञानावरणीयादीनाम । आयतनानि आदानानि बंधहेतव इत्यर्थः । पाठान्तरेणं कम्मावयणेहिं त्ति तत्र कर्मापतनानि यैः कर्मावतति-आत्मनि संभवति તાનિ તથા અર્થાત્ કર્મ શબ્દ જ્ઞાનાવરણીયાદિ કર્મોનો સંસૂચક છે અને આ વાતનશબ્દ બંધના કારણોનો પરિચાયક છે. ક્યાંક ક્યાંક વાયવહંના સ્થાને વાવયહિં એવો પણ પાઠાંતર મળે છે. જે કારણોથી કર્મ આત્મ સરોવરમાં પડે છે, કર્મ આત્મ પ્રદેશોથી સંબંધિત થાય છે, તેને કર્માપતન કહે છે. બંનેનો આશય એક જ છે. કર્મ આયતનાનિ અને કર્માપતન આ બંને શબ્દોનો અર્થ એક જ સમાન થાય છે. અતિમુક્તકુમારની દીક્ષા એવં સિદ્ધિ - |६ तए णं तं अइमुत्तं कुमारं अम्मापियरो जाहे णो संचाएंति बहूहिं आघवणाहिं जावतं इच्छामो ते जाया ! एगदिवसमवि रायसिरिं पासेत्तए । तए णं से अइमुत्ते कुमारे अम्मापिउवयण मणुयत्तमाणे तुसिणीए सचिट्ठइ । अभिसेओ जहा महा- बलस्स । णिक्खमणं जाव सामाइयमाइयाई एक्कारस अंगाई अहिज्जइ । बहूहिं वासाइं सामण्णपरियागं पाउणइ, गुणरयणं तवोकम्मं जाव વિપુને સિદ્ધ ભાવાર્થ :- માતાપિતા અતિમુક્ત કુમારને જ્યારે અનેક યુક્તિ-પ્રયુક્તિઓથી સમજાવવામાં સમર્થ ન થયા ત્યારે બોલ્યા- હે પત્ર! અમે એક દિવસ તારી રાજ્યલક્ષ્મીનો વૈભવ જોવા ઈચ્છીએ છીએ. માતા પિતાની વાત સાંભળી કુમાર મૌન રહ્યા. ત્યારે મહાબલકુમારની સમાન રાજ્યાભિષેક જાણવો. અભિનિષ્ક્રમણ-પ્રવ્રયા-સામાયિકાદિ અગિયાર અંગોનું અધ્યયન, ઘણા વર્ષોની સંયમ પર્યાયનું પાલન, ગુણરત્ન સંવત્સરાદિ તપનું આરાધન કર્યું કાવત્ વિપુલગિરિ પર્વત પર સિદ્ધપદને પામ્યા. વિવેચન :
આ સૂત્રમાં અતિમુક્ત કુમારની પ્રવજ્યાથી પરમાત્મપદ સુધીની યાત્રાનો દિશા નિર્દેશ કર્યો છે.