________________
| Als |मध्य.3
| ११८
અને અપરાભૂત હોવાનું કારણ રાજસત્તાનો સહયોગ. આજે પણ રાજના આધારે આવી ટોળીઓ ફાલી ફૂલી ફરે જ છે. આ ટોળી રાજગૃહ(જનતા) માટે અભિશાપરૂપ હતી. લલિતાટોળીનો અનાચાર :| ४ तए णं अज्जुणए मालागारे बंधुमईए भारियाए सद्धिं पुप्फुच्चयं करेइ पच्छिपिडगाइं भरेइ, भरेत्ता अग्गाइं वराई पुप्फाइंगहाय जेणेव मोग्गरपाणिस्स जक्खस्स जक्खाययणे तेणेव उवागच्छइ । तए णं ते छ गोट्ठिल्ला पुरिसा अज्जुणयं मालागारं बंधुमईए भारियाए सद्धिं एज्जमाणं पासंति, पासित्ता अण्णमण्णं एवं वयासी
एस देवाणुप्पिया ! अज्जुणए मालागारे बंधुमईए भारियाए सद्धिं इह हव्वमागच्छइ । तं सेयं खलु देवाणुप्पिया ! अम्हं अज्जुणयं मालागार अवओडय- बंधणयं करेत्ता बंधुमईए भारियाए सद्धिं विउलाई भोगभोगाई भुंजमाणाणं विहरित्तए त्ति कटु, एयमट्ठ अण्णमण्णस्स पडिसुणेति, पडिसुणेत्ता कवाडंतरेसु णिलुक्कंति, णिच्चला, णिप्फंदा, तुसिणीया, पच्छण्णा चिटुंति । तए णं से अज्जुणए मालागारे बंधुमईए भारियाए सद्धिं जेणेव मोग्गरपाणिस्स जक्खस्स जक्खाययणे तेणेव उवागच्छइ, आलोए पणामं करेइ, महरिहं पुप्फच्चणं करेइ, जण्णुपायपडिए पणामं करेइ । तए णं छ गोट्ठिल्ला पुरिसा दवदवस्स कवाडंतरेहिंतो णिग्गच्छति णिग्गच्छित्ता अज्जुणयं मालागार गेण्हंति, गेण्हित्ता अवओडयबंधणं करेंति । बंधुमईए मालागारीए सद्धिं विउलाई भोगभोगाई भुंजमाणा विहरति । ભાવાર્થ- અર્જુનમાળી બંધુમતી સાથે એકઠા કરેલા પુષ્પોમાંથી શ્રેષ્ઠ-સર્વોત્તમ પુષ્પો લઈને મુગરપાણિ યક્ષના મંદિર(યક્ષાયતન) તરફ જતો હતો. ત્યારે છ ગોષ્ઠિક પુરુષોએ અર્જુન તથા બંધુમતીને મંદિર તરફ આવતા જઈને પરસ્પર વિચાર કર્યો કે હે મિત્રો ! અર્જુન તેની પત્ની સાથે અહીં આવે છે. આપણા માટે આ અવસર ઉત્તમ છે કે અર્જુનને અવળે હાથે બાંધી અને નીચે પછાડી દઈ, આપણે તેની પત્ની બંધુમતી સાથે વિપુલ ભોગો ભોગવીએ. આ પ્રમાણે પરસ્પર વિચાર વિમર્શ અને નિશ્ચય કરીને તેઓ વિશાળ કમાડ (મંદિરના દરવાજા) પાછળ સંતાઈ ગયા. અવાજ કરવો તો દૂર રહ્યો પણ પોતાના શ્વાસોચ્છવાસનો અવાજ પણ ન આવે એ રીતે શ્વાસ રોકી, નિશ્ચલ થઈ છુપાઈને તે બંનેની રાહ જોતા ઊભા રહ્યા. અર્જુન માળી તેની પત્ની બંધુમતી સાથે યક્ષાયતનમાં આવ્યો. આવીને પ્રતિમાને ભક્તિભાવથી–પ્રફુલ્લિત નયને જોતા પ્રણામ કર્યા. પ્રણામ કરીને શ્રેષ્ઠ પુષ્પો દ્વારા પૂજા-અર્ચના કરી ગોઠણ ટેકવી, પ્રણામ કર્યા. એટલામાં તો છ ગૌષ્ઠિક પુરુષો દરવાજા પાછળથી જલ્દી નીકળ્યા અને