________________
૧૧૫
थेराणं अंतिए सामाइयमाइयाई एक्कारस अंगाई अहिज्जइ । सेसं जहा खंदयस्स गुणरयणं तवोकम्मं सोलसवासाइं परियाओ । तहेव विउले सिद्धे ।
किंकमे वि एवं चेव जाव विउले सिद्धे ।
ભાવાર્થ:- મુનિ બન્યા પછી મકાઈ અણગારે શ્રમણ ભગવાન મહાવીરના તથારૂપ(યથાર્થ) સંયમી સ્થવિરો પાસે સામાયિકથી લઈ અગિયાર અંગોનું અધ્યયન કર્યું અને સ્કંધક અણગારની જેમ ગુણરત્ન સંવત્સર તપનું આરાધન કર્યું. સોળ વર્ષની દીક્ષા પર્યાય પાળી, વિપુલગિરિ પર્વત પર સંથારો કરી અંતે સિદ્ધગતિને પામ્યા.
કિંકમ ગાથાપતિ પણ મકાઈ ગાથાપતિની જેમ દીક્ષા લઈ વિપુલગિરિ પર્વત પર સંથારો કરી સિદ્ધ થયા.
॥ વર્ગ-૬ : અધ્ય.-૧, ર સંપૂર્ણ ॥