________________
વર્ગ ૫ |અધ્ય. ૯-૧૦
_
૧૧૧ |
જરાકુમારનું તો નહીં હોયને? ત્યાં તો જરાકુમાર સામે આવ્યા. જે ઘટનાથી બચવા જરાકુમાર આ વનમાં આવ્યા હતા. આખર એ ઘટના બની ગઈ. તેઓ રુદન કરવા અને કૃષ્ણ મહારાજની ક્ષમા માગવા લાગ્યા. કૃષ્ણ મહારાજે આશ્વાસન આપ્યું કે અરિહંત અરિષ્ટનેમિ પ્રભુની વાણી અન્યથા થઈ જ કેમ શકે? આમાં તારો શું વાંક છે? તું અહીંથી જલ્દી ભાગી જા. બળરામનો આવવાનો સમય થઈ ગયો છે. તેઓ તને જીવતો નહીં છોડે. જરાકુમાર ત્યાંથી નીકળી ગયા. અહીં શ્રીકૃષ્ણની વેદના ઉગ્ર થઈ ગઈ. તેમની શાંતિ અને સમતા તૂટી ગઈ, અધ્યવસાયો પલટાઈ ગયા, મારણાંતિક લેશ્યાનો ઉદય થયો, મોઢામાંથી શબ્દો સરી પડ્યા કે ક્યાં ગયો મારો ઘાતક? મારા હાથમાંથી બચીને નીકળી ગયો. મારે એને ત્યારે ત્યારે જ મારી નાખવાની જરૂર હતી. રૌદ્રધ્યાન એકદમ યૌવનાવસ્થાએ પહોંચ્યું અને તે જ સમયમાં કૃષ્ણ મહારાજ આયુષ્ય પૂર્ણ કરી ત્રીજી વાલુકાપ્રભા પૃથ્વીમાં ઉત્પન્ન થયા.
જૈન દષ્ટિએ વિશ્વ, ઊર્ધ્વ–મધ્ય–અધો આ ત્રણ ભાગમાં વિભક્ત છે. અધોલોકમાં સાત નરક છે. જ્યાં સૂર્યનો પ્રકાશ પહોંચતો નથી અને જ્યાં જીવ પોતાના પાપકર્મોનું અશુભ ફળ ભોગવે છે, તે સ્થાનોને નરક કહેવાય છે. આવા સાત સ્થાન છે. જેના નામ છે– ઘમ્મા, વસા, શિલા, અંજના, રિફા, મઘા અને માઘવતી. તેના ગોત્ર છે– રત્નપ્રભા, શર્કરાપ્રભા, વાલુકાપ્રભા, પંકપ્રભા, ધૂમપ્રભા, તમઃપ્રભા અને મહાતમઃ પ્રભા(તમઃ તમપ્રભા).
અહીં પ્રશ્ન થાય કે નામ અને ગોત્રમાં શું અંતર છે?
સમાધાન :- શબ્દાર્થ સાથે સંબંધ ન હોય એવી સંજ્ઞાને "નામ" કહે છે. જેમ કે ઘમ્મા, વંસા વગેરેનો કોઈ અર્થ સ્થાન સાથે ઘટતો નથી અને શબ્દાર્થનું ધ્યાન રાખીને વસ્તુને જે સંજ્ઞા(નામ) અપાય છે તેને ગોત્ર કહે છે. જેમ કે ત્રીજી પૃથ્વીનું ગોત્ર વાલુકાપ્રભા છે. વાલુ = રેતી. ત્રીજી નરકભૂમિમાં રેતીનું પ્રમાણ અધિક હોવાથી તેનું ગોત્ર(નામ) વાલુકાપ્રભા તરીકે ઓળખાય છે. ક્ષેત્ર સ્વભાવથી તેમાં ઉષ્ણ વેદના હોય છે. ૩mતિ ઉજ્જવલિત શબ્દના બે અર્થ થાય છે. (૧) ત્રીજી નરકનું સાતમું નરકસ્થાન(નરકાવાસ) સ્થાન વિશેષ. (૨) ભીષણ–ભયંકર. અહીં ઉજ્જવલિતનો પ્રથમ અર્થ વધુ સંગત છે.
કથાનકનું વધારે વર્ણન કથાગ્રંથોમાં મળે છે.
જૈન દષ્ટિએ સંસારમાં જીવ પુણ્ય અને પાપને પ્રભાવે નરક સ્વર્ગમાં ભ્રમણ કરે એમાં કોઈ નવી વાત નથી. ભગવાન મહાવીરનો જીવ પણ પૂર્વે ત્રિપુષ્ટ વાસુદેવ થઈને સાતમી નરકમાં ગયો હતો.
શિક્ષા પ્રેરણા :(૧) તીર્થકર ભગવાનનો સંયોગ થયો, ભવિષ્ય જાણીને નગરી બળવાની છે એવી ઘોષણા કરી દેવાઈ. તેમ છતાં પણ, હજારો નર-નારીઓ દ્વારિકામાં જ રહી ગયા. દીક્ષા અંગીકાર ન કરી શક્યા અને ત્યાં જ બળીને ભસ્મ થઈ ગયા. આ જીવોની એક ભારે કર્ભાવસ્થા છે. એક પ્રકારની ભવિતવ્યતા છે. ભગવાન