________________
१०४
શ્રી અંતગડ સૂત્ર
કરવાની આજ્ઞા આપે છે. દીક્ષાર્થીના આશ્રિત તેમના બધા કુટુંબીજનોની વ્યવસ્થા કૃષ્ણ વાસુદેવ યથાયોગ્ય રીતે કરશે અને તેમનો દીક્ષા મહોત્સવ પણ મહાન વૈભવ–સત્કાર તથા ધામધૂમથી ઉજવશે. આ પ્રમાણે બે વાર, ત્રણવાર ઘોષણા કરો. ઘોષણા કરીને મારી આજ્ઞા પાછી સોંપો. કૌટુંબિક પુરુષોએ તેમની આજ્ઞા દ્વારિકામાં સર્વત્ર ઉદ્ઘોષિત કરી, કૃષ્ણ મહારાજને આજ્ઞા પાછી સોંપી અર્થાત્ તેમની આજ્ઞા પૂર્ણ થયાના
સમાચાર આપ્યા.
विवेचन :
આ સૂત્રમાં કૃષ્ણ મહારાજની ઉત્કૃષ્ટ રસ ભરેલી ધર્મદલાલીનું વર્ણન છે. ઈતિહાસ કહે છે કે કૃષ્ણ મહારાજના આધ્યાત્મિક ભાવ જીવનની બે મહત્વપૂર્ણ ઘટના છે. (૧) અરિષ્ટનેમિ પ્રભુના તમામ શિષ્ય પરિવારને ભાવોલ્લાસ પૂર્વક વંદન કરી ચાર નરકના નદાવા કર્યા અને (૨) સંયમી જીવનની અપૂર્વ અનુમોદના, સંયમ મહોત્સવની પ્રભાવના અને તેઓના કુટુંબીજનોનો અપાર મમતા સાથે સેવાધર્મ બજાવ્યો અને આ રીતે મનસા, વાચા, કર્મણા, ધર્મદલાલી કરી તીર્થંકર નામ ગોત્રકર્મની નિકાચના કરી. ઉત્કૃષ્ટ ત્રિયોગનું ભાવરસાયણ અંતરમાં ઘોળાય છે ત્યારે તીર્થંકરની શાંતરસની પિંડપ્રકૃતિ સર્જાય છે. મહારાણી પદ્માવતીનો વૈરાગ્ય :
८ तए णं सा पउमावई देवी अरहओ अरिट्ठणेमिस्स अंतिए धम्मं सोच्चा णिसम्म हट्ठतुट्ठ जाव हियया अरहं अरिट्ठणेमिं वंदइ णमंसइ, वंदित्ता णमंसित्ता एवं वयासी- सद्दहामि णं भंते ! णिग्गंथं पावयणं, से जहेयं तुब्भे वयह । जं वरं देवाणुप्पिया ! कण्हं वासुदेवं आपुच्छामि । तए णं अहं देवाणुप्पियाणं अंतिए मुंडा जाव पव्वयामि । अहासुहं देवाणुप्पिया ! मा पडिबंधं करेहि ।
तणं सा पउमावई देवी धम्मियं जाणप्पवरं दुरुहइ, दुरुहित्ता, जेणेव बारवई णयरी जेणेव सए गिहे तेणेव उवागच्छइ, उवागच्छित्ता धम्मियाओ जाणप्पवराओ पच्चोरुहइ, पच्चोरुहित्ता जेणेव कण्हे वासुदेवे तेणेव उवागच्छइ, उवागच्छित्ता करयल परिग्गहियं दसणहं सिरसावत्तं मत्थए अंजलि कट्टु कण्हं वासुदेवं एवं वयासी - इच्छामि णं देवाणुप्पिया ! तुब्भेहिं अब्भणुण्णाया समाणा अरहओ अरिट्ठणेमिस्स अंतिए मुंडा जाव पव्वइत्तए । अहासुहं देवाप्पिया ! मा पडिबंधं करेहि ।
तए णं से कण्हे वासुदेवे कोडुंबियपुरिसे सद्दावेइ, सद्दावित्ता एवं वयासी - खिप्पामेव भो देवाणुप्पिया ! पउमावईए महत्थं णिक्खमणाभिसेयं उवट्ठवेह, उवट्ठवित्ता एयमाणत्तियं पच्चप्पिणह । तए णं ते जाव पच्चप्पिणंति ।