________________
| વર્ગ ૫ /અધ્ય. ૧
| ૧૦૩]
કાળને ઉત્સર્પિણી કાળ કહે છે. તેનો સમય દશ ક્રોડાક્રોડી સાગરોપમનો છે. પુનું નવપણું સથવુવારે નરે:- પંડ્ર જનપદમાં શતદ્વાર નગરમાં, શ્રી પ્રજ્ઞાપના સૂત્રમાં સાડા પચ્ચીસ આર્ય દેશના નામ છે તેમાં પંડ્ર નામ નથી. જ્યાં અરિહંત, ચક્રવર્તી, બળદેવ, વાસુદેવ આદિ ઉત્પન્ન થાય તે આર્યભૂમિ કહેવાય છે. સમાધાન:- શ્રી પ્રજ્ઞાપના સૂત્રમાં વર્ણિત નામ પ્રભુ મહાવીરના સમયના છે અને પંદેશ આગામી ચોવિસીના બારમા તીર્થંકરના સમયની વાત છે. કાલાંતરે દેશના નામ તથા સ્થાન બદલાતા જ રહેશે તેથી તે આર્ય દેશ જ ગણાય. अप्फोडेइ, अप्फोडेत्ता, वग्गइ, वग्गित्ता, तिवई छिंदइ, छिदित्ता सीहणायं करेइ :આ સૂત્રમાં ભવિષ્યમાં અરિહંત જેવી ઉચ્ચતમ આધ્યાત્મિક તથા પ્રકૃષ્ટ પુણ્યપદ પ્રાપ્તિની અરિષ્ટનેમિ પ્રભુની ભવિષ્યવાણી સાંભળી કુષ્ણ મહારાજ આંતરિક હર્ષને ચાર રીતે વ્યક્ત કરે છે. (૧) અત્યંત પ્રમુદિત થઈને પોતાની ભુજાઓ ફરકાવે છે (૨) ઉચ્ચ સ્વરે પ્રસન્નતા પ્રગટ કરવા જયનાદ કરે છે (૩) કુસ્તીબાજોની જેમ સમવસરણમાં ત્રણવાર પેંતરો બદલે છે એટલે ત્રણ પગલા સ્કૂર્તિથી પાછળ જાય છે (૪) સિંહનાદ(ગર્જના) કરે છે.
કૃષ્ણ મહારાજાની ધર્મદલાલી :| ७ गच्छह णं तुब्भे देवाणुप्पिया ! बारवईए णयरीए सिंघाडग तिग चउक्कचच्चर-चउम्मुह-महापहपहेसु हत्थिखंधवरगया महया-महया सद्देणं उग्घोसेमाणा उग्घोसेमाणा एवं वयह- एवं खलु देवाणुप्पिया ! बारवईए णयरीए णवजोयण जाव देवलोगभूयाए सुरग्गि-दीवायण-मूलाए विणासे भविस्सइ, तं जो णं देवाणुप्पिया ! इच्छइ बारवईए णयरीए राया वा जुवराया वा ईसरे वा तलवरे वा माडंबिय कोडुंबिय इब्भ सेट्ठी वा देवी वा कुमारो वा कुमारी वा अरहओ अरिद्धणेमिस्स अंतिए मुंडे जाव पव्वइत्तए, तं णं कण्हे वासुदेवे विसज्जेइ । पच्छातुरस्स वि य से अहापवित्तं वित्तिं अणुजाणइ । महया इड्डिसक्कारसमुदए ण य से णिक्खमणं करेइ । दोच्चं पि तच्चं पि घोसयणं घोसेह, घोसित्ता मम एवं आणत्तियं पच्चप्पिणह । तए णं ते कोडुंबिया जाव पच्चप्पिणंति । ભાવાર્થ - હે દેવાનુપ્રિયો ! તમે દ્વારિકા નગરીના શૃંગાટક, ત્રિક, ચતુષ્ક ચત્વર, ચતુર્મુખ આદિ રાજમાર્ગોમાં શ્રેષ્ઠ હાથી પર આરૂઢ થઈને ઉદ્ઘોષણા કરો કે, હે દેવાનુપ્રિયો! બાર યોજન લાંબી, નવયોજન પહોળી, પ્રત્યક્ષ દેવલોક સમાન આ દ્વારિકા નગરીનો સુરા, અગ્નિ અને દ્વિપાયન ઋષિના કોપથી નાશ થવાનો છે. તેથી હે દેવાનુપ્રિયો ! દ્વારિકા નગરીમાં જેની ઈચ્છા હોય પછી તે રાજા હોય કે યુવરાજ, ઈશ્વર હોય કે તલવર, માડંબિક હોય કે કૌટુંબિક, ઈભ્ય, શ્રેષ્ઠી, રાણી, કુમાર, કુમારી, રાજરાણી, રાજકુમારી હોય જેને પ્રભુ અરિષ્ટનેમિ સમીપે મુંડિત થઈ દીક્ષા ગ્રહણ કરવી હોય તેને કૃષ્ણ વાસુદેવ સંયમ ગ્રહણ