________________
| વર્ગ ૪ /અધ્ય. ૧-૧૦
૯૫ |
गोयमो, णवरं जालिकुमारे । पण्णासओ दाओ । बारसंगी । सोलसवासा परियाओ । सेसं जहा गोयमस्स जाव सेत्तुंजे सिद्धे । ભાવાર્થ:- શ્રી સુધર્માસ્વામીનો ઉત્તર- હે જંબૂ! તે કાલે અને તે સમયે દ્વારિકા નગરી હતી. તેનું વર્ણન પૂર્વવત્ સમજવું. કૃષ્ણ વાસુદેવનું દશે દિશામાં સામ્રાજ્ય હતું. તેના રાજ્યમાં વસુદેવ રાજા હતા. તેમને ધારિણીદેવી નામે પત્ની હતાં. તેમનું વર્ણન પૂર્વવત્ સમજવું. વિશેષમાં તેઓને જાલિકુમાર નામનો પુત્ર થયો. ૫૦ કન્યા સાથે વિવાહ, પ્રીતિદાન, દીક્ષા લઈ દ્વાદશાંગીનું અધ્યયન કર્યું. સોળ વર્ષની દીક્ષા પયોય પાળી. શેષ વર્ણન ગૌતમ કુમારની જેમ જાણવું યાવત્ એક માસનો સંથારો કરી શેત્રુજ્ય પર્વત પર સિદ્ધ બુદ્ધ થયા. | ३ एवं मयालि उवयालि पुरिससेणे य वारिसेणे य । एवं पज्जुण्णे वि, णवरं-कण्हे पिया, रुप्पिणी माया । एवं संबे वि, णवरं-जंबवई माया । ए वं अणिरुद्ध वि, णवरं-पज्जुण्णे पिया, वेदब्भी माया । एवं सच्चणेमी, णवरं समुद्दविजए पिया, सिवा माया । एवं दढणेमी वि सव्वे एगगमा ।।
एवं खलु जंबू ! समणेणं भगवया महावीरेणं जाव संपत्तेणं अट्ठमस्स अंगस्स अंतगडदसाणं चउत्थस्स वग्गस्स अयमढे पण्णत्ते ।। ભાવાર્થ:- આ જ રીતે માલિ, ઉવયાલિ, પુરિષસેન (પુરુષસેન) અને વારિસેન આદિ પાંચે ય કુમારો વસુદેવના પુત્રો, ધારિણીદેવીના અંગજાત હતાં. શેષ વર્ણન પૂર્વવત્ જાણવું. આ જ પ્રમાણે પ્રધુમ્નકુમાર, વિશેષતા- પિતા શ્રીકૃષ્ણ, માતા-રુક્મિણી હતાં. આ જ પ્રમાણે શાંખકુમાર, વિશેષતામાતા જાંબવતી હતાં. આ જ પ્રમાણે અનિરૂદ્ધકુમારનું પણ, વિશેષતા પિતા પ્રધુમ્નકુમાર અને માતા વૈદર્ભી. આ જ પ્રમાણે સત્યનેમિ તથા દઢનેમિનું પણ સમજવું. અંતર માત્ર એટલું કે બંનેના માતાપિતા ભિન્ન હતાં. પિતા સમુદ્રવિજય અને માતા શિવાદેવી હતાં.
સુધર્મા સ્વામીએ કહ્યું- હે જંબૂ! દશ અધ્યયનથી ગૂંથાયેલા ચોથા વર્ગનો શ્રમણ ભગવાન મહાવીર સ્વામીએ આ અર્થ કહ્યો છે. વિવેચન :
આ વર્ગના દશ અધ્યયનમાં દશે ય કુમારોનું સમસ્ત વર્ણન કર ગોયનો ગૌતમકુમારની જેમ જ સમજવું. વિશેષતા જે છે તે સૂત્રમાં સ્પષ્ટ કરી છે. નામ :- એટલે એક સરખો. દશે ય કુમારોના સંયમ જીવન સંબંધિત પાઠ એક સરખો જ છે.
II વર્ગ-૪ : અધ્ય.-૧ થી ૧૦ સંપૂર્ણ II