________________
વર્ગ ૩ /અધ્ય.૮
_
૮૩ |
तेणेव पहारेत्थ गमणाए ।
तए णं से कण्हे वासुदेवे बारवईए णयरीए मज्झमज्झेणं णिग्गच्छमाणे एक्कं पुरिसं-जुण्णं जराजज्जरियदेहं आउरं झूसियं पिवासियं दुब्बलं किलंतं महइमहालयाओ इट्टगरासीओ एगमेगं इट्टगं गहाय बहिया रत्थापहाओ अंतोगिह अणुप्पविसमाणं पासइ ।
तए णं से कण्हे वासुदेवे तस्स पुरिसस्स अणुकंपणट्ठाए हत्थिखंधवरगए चेव एग इट्टगं गेण्हइ, गेण्हित्ता बहिया रत्थापहाओ अंतोघरंसि अणुप्पवेसिए ।
तए णं कण्हेणं वासुदेवेणं एगाए इट्टगाए गहियाए समाणीए अणेगेहिं पुरिसेहिं से महालए इट्टगस्स रासी बहिया रत्थापहाओ अंतोघरसि अणुप्पवेसिए । ભાવાર્થ:- ગજસુકમાલની દીક્ષાના બીજા જ દિવસે પ્રાતઃકાલે સૂર્યનો ઉદય થવા પર જ્યારે પ્રફુલ્લિત કમળોની પાંખડીઓ ખીલી ઊઠી. કાળા હરણના નેત્ર નિદ્રારહિત થવાથી ખુલી ગયા, પ્રભાત શ્વેતવર્ણી થયું. લાલ અશોકની કાંતિ, પલાશપુષ્પ, પોપટની ચાંચ, ચણોઠીનો અર્ધભાગ, બંધુજીવક પુષ્પ, કબૂતરના પગ અને નેત્ર, જાસુદના ફૂલ, જાજ્વલ્યમાન અગ્નિ, સુવર્ણ કળશ તથા હિંગળોકની લાલિમાથી પણ અધિક લાલિમાથી જેની શ્રી સુશોભિત થઈ રહી છે એવો સૂર્ય ક્રમશઃ ઉદિત થયો. સૂર્યના કિરણો નીચે ઉતરી અંધકારનો વિનાશ કરવા લાગ્યા. બાળ સૂર્યરૂપી કંકુથી જાણે જીવલોક વ્યાપ્ત થઈ ગયો, આંખના વિષયરૂપ લોક સ્પષ્ટ દેખાવા લાગ્યો. સરોવરોમાં સ્થિત કમળોને વિકસિત કરનારો, સહસ્ર કિરણો વાળો સૂર્ય તેજથી જાજ્વલ્યમાન થઈ ગયો હતો. આવા સમયે સ્નાન કરી યાવત્ વિભૂષિત થઈ ગજકંધ પર આરૂઢ થઈ, કોરંટના ફૂલ યુક્ત છત્ર ધારણ કરી, શ્વેત ચામરથી વિંઝાવાતા, અનેક સુભટો આદિના સમૂહથી ઘેરાયેલા શ્રીકૃષ્ણ વાસુદેવ અરિહંત અરિષ્ટનેમિના વંદન નમસ્કાર કરવા રવાના થયા.
ત્યારે દ્વારકા નગરીની મધ્યમાં થઈને જતાં કૃષ્ણ વાસુદેવે એક પુરુષને જોયો. તે પુરુષ અતિ વૃદ્ધ હતો. વૃદ્ધાવસ્થાને કારણે તેનો દેહ જર્જરિત હોવાથી અતિ ક્લાન્ત, કરમાયેલા ચહેરાવાળો, લોહી માંથી રહિત, કમરમાંથી વાંકો વળી ગયેલો, દુર્બળ દેહવાળો અને ઘણો જ થાકેલો હતો. તે વૃદ્ધપુરુષ મોટા ઈટના ઢગલામાંથી એક એક ઈંટે ઉપાડીને બહારના રાજમાર્ગ ઉપરથી પોતાના ઘરમાં મૂકતો જોઈ અનુકંપાશીલ હૃદયી કૃષ્ણ વાસુદેવે વૃદ્ધ પુરુષ ઉપર દયા લાવી હાથી ઉપર બેઠા બેઠા જ પોતાના હાથે એક ઈટ ઉપાડીને તેના ઘરમાં મૂકી દીધી. કૃષ્ણ વાસુદેવ દ્વારા એક ઈટ ઉપાડવા પર અન્ય સુભટોએ હાથોહાથ ઈટના ઢગલાને ઉપાડી તેના ઘરમાં પહોંચાડી દીધો. આ પ્રમાણે શ્રીકૃષ્ણના એક ઈટ ઉપાડવા માત્રથી તે વૃદ્ધ પુરુષનું વારંવાર ફેરા કરવાનું કષ્ટ દૂર થઈ ગયું. વિવેચન :
આ સૂત્રમાં સૂત્રકારે અનેક ઉપમાઓ દ્વારા પ્રભાતના સૌંદર્યનું તથા ઉદિત સૂર્યની લાલિમાના