________________
[ ૮૨ |
શ્રી અંતગડ સૂત્ર
કરવો જોઈએ અને સમભાવમાં સ્થિર રહેવું જોઈએ. આ જ સિંહવૃત્તિ છે અને દુઃખના ક્ષણિક નિમિત્તરૂપે રહેલા કોઈ પણ પ્રાણી કે જીવ પર રોષ કરવો અથવા બદલો લેવો તે શ્વાનવૃત્તિ છે. પ્રત્યેક મુમુક્ષુ આત્માઓએ ગજસુકુમાલના જીવનમાંથી સિંહવૃત્તિનો આદર્શ શીખવો જોઈએ. રેઢું પાતવામિ ના વાર્થ સાધવામા નો દઢ સંકલ્પ હોવો જોઈએ ત્યારે જ મુક્તિ પ્રાપ્ત થઈ શકે છે. (૫) ભૌતિક ઈચ્છાઓનો ત્યાગ અને જીવનનો ભોગ આપ્યા વિના જ સહજપણે મુક્તિ મળી જવી સંભવ નથી. અતઃ મોક્ષની પ્રાપ્તિ માટે આપણે ગજસુકુમાલ મુનિના આદર્શને સામે રાખીને આપણું જીવન જીવીએ તથા આવી વીરતાના સંસ્કારોથી આત્માને બળવાન બનાવીએ.
(૬) પોતાના વૈરાગ્યના સંસ્કાર જો મજબૂત હોય, બળવાન હોય તો બધા સંયોગો હિતકર બની જાય છે. સોમિલ બ્રાહ્મણ જેવી નિર્દય વ્યક્તિ અને ધગધગતા અંગારાના સંયોગો પણ મુક્તિ પ્રાપ્ત કરાવી શકે છે. અતઃ આપણે જ્યારે આપણી સાધનાને બળવાન અને વેગવાન બનાવશું અને સહનશીલતાને ધારણ કરશું ત્યારે જ આપણું આવા મહાપુરુષોનું જીવનચરિત્ર શ્રવણ સાર્થક થશે. કષાય ભાવોથી મુક્ત થઈ જવું એ જ મોક્ષ પ્રાપ્તિ માટે શ્રેષ્ઠ અને સફળ સાધના છે. (૭) સંભવ છે કે લોકોને એમ કહેવું પડે કે શ્રી કૃષ્ણ પોતાના ભાઈ તરફ કોઈ સાંસારિક કર્તવ્યનું પાલન ન કર્યું અને શીધ્ર દીક્ષા જ અપાવી દીધી. એવી વાતનું સ્વતઃ જ સમાધાન થઈ જાય છે કે તેમણે તો સગપણ અને લગ્નની પૂર્વ તૈયારીઓ કરી હતી અને ભગવાન દર્શન કરવા જતી વખતે પણ સોમિલ બ્રાહ્મણની કન્યા સોમાની માંગણી કરીને તેને કન્યાના અંતઃપુરમાં રખાવી હતી. એક પધમાં પણ કહેવાયું છે કેતો વો સામેલા વન્યા, ૨પ લેઉce૨ શ્રી cpષ્પગ મહિલ ધરે ! તેના પરથી જણાય છે કે શ્રી કૃષ્ણ ગજસુકુમાલ માટે કુલ ૧૦૦ કુંવારી કન્યાઓનો સંગ્રહ કર્યો હતો. કૃષ્ણ વાસુદેવની પ્રભુતામાં લઘુતા :| ३६ तए णं से कण्हे वासुदेवे कल्लं पाउप्पभायाए रयणीए फुल्लुप्पल कमल- कोमलुम्मिलियम्मि, अहपंडुरे पभाए, रत्तासोगपगास-किंसुय-सुयमुहगुजद्धराग-बंधुजीवग-पारावयचलण-णयण-परहुयसुरत्तलोयण-जासुमणकुसुम जलियजलण-तवणिज्जकलस-हिंगुलयणियर-रूवाइरेगरेहंतसस्सिरीए दिवायरे अहक्कमेण उदिए, तस्स दिणकर-परंपरावयारपारद्धम्मि अंधयारे, बालातवकुंकुमेणं खइएव्व जीवलोए, लोयणविसआणुआसविगसंतविसददसियम्मि लोए, कमलागर संडबोहए उट्ठियम्मि सूरे सहस्सरस्सिम्मि दियगरे तेयसा जलंते ण्हाए जावविभूसिए हत्थिखंधवरगए, सकोरेंटमल्लदामेणं छत्तेणं धरिज्जमाणेणं सेयवरचामराहिं उधुव्वमाणीहिं महयाभड-चडगरपहकरवंद-परिक्खित्ते बारवई णयरिं मज्झमज्झेणं जेणेव अरहा अरिट्ठणेमी